બસ આ નાનો એવો નુસ્ખો અજમાવો અને ગણતરીના દિવસોમાં જ તમારું વજન આસાનીથી ઉતરી જશે. આ પ્રકારની જાહેરાત અને અવનવા નુસ્ખાઓ તમે પણ સોશિયલ મીડિયા પર જોયા જ હશે અને કદાચ તેને અજમાવ્યા પણ હશે પરંતુ આ સાવ સામાન્ય લાગતો નુસ્ખો કોઈ માણસનો જીવ લઈ લેતો કદાચ તમે પણ ચોકી ગયા હશો જી હા હાલમાં એક એવી ઘટના સામે આવી છે
જેમાં સોશિયલ મીડિયા પર જોઈને એક યુવતીએ વજન ઉતારવા માટેનો નુસ્ખો અજમાવ્યો નુસ્ખામાં બતાવેલ વસ્તુ ખાધા બાદ તરત જ દીકરીને ને પેટમાં તીવ્ર દુખાવો શરૂ થયો. પરિવારજનોએ દીકરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાનું નક્કી કર્યું પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ આ 19 વર્ષની દીકરીએ દમ તોડી નાખ્યો. ફક્ત એક વિડીયો જોવાને કારણે પોતાની લાડકીને ગુમાવનાર પિતાની હાલત જોઈને તમે પણ ભાવુક થઈ જશો અને આ ઘટના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્ય ચકિત થશો. નમસ્કાર આપની સાથે હું છું
કૃપાલસિંહ જાડેજા અને હાલમાં સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને પોતાનો વજન ઉતારવા માટે અજમાવેલ નુસ્ખાને કારણે પોતાનો જીવ ગુમાવનાર યુવતી વિશે આજે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આજનો 21 મી સદીનો યુગ એ ટેકનોલોજીનો અને સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે સોશિયલ મીડિયાના કારણે આજે માણસ સામે માહિતીનો આખો દરિયો આંગળીના ટેરવે ઉછળી રહ્યો છે. સ્વાસ્થ્યને લગતી અનેક માહિતી અને નુસ્ખાઓ પણ સોશિયલ મીડિયા પર સરળતાથી જોવા મળી જાય છે. પરંતુ આ પ્રકારના વીડિયોમાં દર્શાવેલ નુસ્ખો કોઈનો જીવ લઈ લેતો જી હા હાલમાં જ સોશિયલ મીડિયા પર વજન ઘટાડવાના ઉપાયો જોઈને તેમાં દર્શાવવામાં આવેલા નુસ્ખાને અજમાવવા જતા એક 19 વર્ષીય યુવતીનો જીવ ગયો છે.
સોશિયલ મીડિયા પર આ પ્રકારના ઉપાયો અજમાવવા કેટલા ભારે પડી શકે છે તે દર્શાવતી આ ઘટના વિશે જો વિગતે વાત કરીએ તો મદુરાઈના મીનાંબલપુરમ વિસ્તારની રહેવાસી કેલેયરસી તરીકે નામની એક યુવતી જેની ઉંમર 19 વર્ષની છે અને પોલીસના જણાવ્યા અનુસાર કેલયારસી વજન ઘટાડવાના ઉપાયો અંગે YouTube પર અવારનવાર અલગ પ્રકારના વિડીયો જોતી હતી ત્યારે હાલમાં જ એક ચેનલમાં બતાવવામાં આવેલા વજન ઉતારવાના નો ઉપાય તેને જોયો હતો.
આ વિડીયોડિયોથી પ્રેરિત થઈને તેણે વિડીયો જોયા બાદ 16 જાન્યુઆરીના રોજ પૂર્વ મેસી સ્ટ્રીટ પર આવેલી એક સ્થાનિક દવાની દુકાનમાંથી વેંગારમ એટલે કે જેને સામાન્ય ભાષામાં બોરેક્સ તરીકે ઓળખવામાં આવે છે તે રસાયણ ખરીદ્યું અને આ રસાયણ સામાન્ય રીતે ઔદ્યોગિક અને ઘરગથું સફાઈ માટે જ વપરાતું હોય છે અને માનવ સેવન માટે તેને અત્યંત ખતરનાક પણ માનવામાં આવે છે બાદમાં બીજા દિવસે 17 જાન્યુઆરીની સવારે આશરે 9 વાગ્યે તેણે આ પદાર્થ દવા સમજીને આરોગી લીધું. આ પદાર્થ આરોગ્યના થોડા સમય બાદ જ તેને ગંભીર ઉલટીઓ શરૂ થઈ ગઈ.
પરિવારજનોએ તરત જ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને ઘરે મોકલવામાં આવી જો કે સાંજ પડતા જ તેની તબિયત ફરી લથડી ઉલટી પેટમાં તીવ્ર દુખાવો અને નબળાઈ વધી જતા પરિવારજનોએ તેને નજીકના ક્લિનિકમાં લઈ જવાનું નક્કી કર્યું રાત્રે આશરે 11 વાગ્યે તેની હાલત અત્યંત ગંભીર બની જતા તેને તાત્કાલિક રાજાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ ત્યાં પહચ ચતા પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી આ ઘટનાના બીજા દિવસે 18 જાન્યુઆરીએ મૃતકના પિતા લામુરુગુન એ લોર પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે શંકાસ્પદ મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે
પોલીસ દ્વારા દવાની દુકાન YouTube ચેનલ અને સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટના પછી તબીબી નિષ્ણાંતોએ અને અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે વજન ઘટાડવા કે અન્ય આરોગ્ય સંબંધિત મુદ્દાઓ માટે માત્ર પ્રમાણિત ડોક્ટરની જ સલાહ લેવી જોઈએ અને સોશિયલ મીડિયા પર દેખાતા જોખમી ઉપાયોથી દૂર રહેવું જોઈએ ઘટના બાદ પિતાએ ભીની આંખે કહ્યું હતું કે તેણે તેમની પુત્રીને વજન ઘટાડવા માટે બોરેક્સ ન ખાવાનું કહ્યું હતું પરંતુ પુત્રીએ તેના પિતાની આ સલાહને અવગણી ગણી
અને YouTube પર બતાવેલ વજન ઘટાડવાના ઉપાયને અનુસર્યો જેના પરિણામે તેનું મૃત્યુ થયું. ડોક્ટરે જણાવ્યું છે કે છોકરીનું મૃત્યુ હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલા જ થઈ ગયું હતું તેથી એક એવું વાજબી છે કે કોઈપણ શારીરિક સ્થિતિ માટે પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હાલ તો એક નાની ભૂલ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે તેનું આ કરુણ ઉદાહરણ તમિલનાડુના મદુરાઈમાંથી સામે આવ્યું છે અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ નુસ્ખાઓ જોઈને તરત જ અજમાવતા લોકો માટે એક પ્રશ્ન મૂકી જાય છે ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર