તેઓ હિન્દુ ધર્મમાં પરિવર્તિત થયા પછી ફરીથી ફિલ્મો મળવાનું શરૂ થઈ જશે. એ.આર. રહેમાન વાળી કોન્ટ્રોવર્સી પર હવે ભજન અને ગઝલ સિંગર અનૂપ જલોટાનું રિએક્શન આવ્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં એ.આર. રહેમાને કહ્યું હતું કે જે રીતે કોમ્યુનલ ફેરફારો થયા છે
ત્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મને કામ મળવાનું ઓછું થઈ ગયું છે અને ઘણી વખત મને હટાવીને બીજા કમ્પોઝર્સને લઈ લેવામાં આવે છે. હવે આ દરમિયાન અનૂપ જલોટાએ એ.આર. રહેમાનને આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે એક આઈડિયા આપ્યો છે. અનૂપ જલોટાએ કહ્યું કે એ.આર. રહેમાન પહેલા હિન્દુ હતા.
ત્યારબાદ તેમણે ઈસ્લામ અપનાવ્યો. પછી તેમણે ખૂબ કામ કર્યું અને ખૂબ નામ પણ કમાવ્યું અને લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી. પરંતુ હવે તેમને એવું લાગી રહ્યું છે કે આપણા દેશમાં તેમને ફિલ્મોમાં મ્યુઝિક આપવાનું કામ નથી મળી રહ્યું કારણ કે તેઓ મુસ્લિમ છે,
તો પછી તેમણે એકવાર ફરીથી હિન્દુ બનવા વિશે વિચારવું જોઈએ. તેમને વિશ્વાસ હોવો જોઈએ કે જ્યારે તેઓ હિન્દુ બની જશે તો ત્યાર પછી તેમને કામ મળવાનું શરૂ થઈ જશે. એ.આર. રહેમાન હિન્દુ ધર્મમાં પરિવર્તિત થયા પછી તેમને ફિલ્મો મળવાનું શરૂ થઈ જશે. તેમની આ પ્રોબ્લેમ દૂર થઈ જશે. એમના કહેવાનો મતલબ આ જ છે.
તો એ.આર. રહેમાનને મારી સલાહ એ જ છે કે એકવાર ફરીથી હિન્દુ થઈ જાય તો તેમને કામ મળવા લાગશે. કંઈક આ રીતે અનૂપ જલોટાએ એ.આર. રહેમાનના સ્ટેટમેન્ટ પર રિએક્ટ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે એ.આર. રહેમાન જે કહી રહ્યા છે કે કોમ્યુનલ ફેરફારોને કારણે તેમને કામ નથી મળી રહ્યું, તે બાબતે અનૂપ જલોટાનું કહેવું છે કે 5 વર્ષમાં એ.આર. રહેમાનને 25 વર્ષ જેટલું કામ મળ્યું છે. તો હું એ વાત સાથે બિલકુલ સહમત નહીં થાઉં કે એ.આર. રહેમાન પાસે કામ નથી અથવા તેમને કામ નથી મળ્યું.