ભારતની બોક્સિંગ ચેમ્પિયન એમસી મેરીકોમ હંમેશા પોતાની સિદ્ધિઓ માટે ચર્ચામાં રહી છે. પરંતુ જાન્યુઆરી 2026માં તેમની ખાનગી જિંદગી જાહેર ચર્ચાનો વિષય બની ગઈ છે. છૂટાછેડા, પૈસાનો વિવાદ અને મિલ્કતને લઈને ઊઠેલા પ્રશ્નોએ અચાનક તેમની નેટવર્થને લઈને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે લોકો જાણવા માંગે છે કે મેરીકોમની સાચી કમાણી અને તેમની સંપત્તિ કેટલી છે.
દ્વારા અલગ અલગ ફાઇનાન્સિયલ રિપોર્ટ્સના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે 2026ની શરૂઆત સુધીમાં મેરીકોમની કુલ નેટવર્થ અંદાજે 35 કરોડથી 45 કરોડ રૂપિયાની વચ્ચે છે. જ્યારે પ્રોપર્ટી અને ફિક્સ્ડ એસેટ્સને પણ જોડવામાં આવે તો કેટલાક અંદાજ મુજબ આ આંકડો 80 કરોડ સુધી પણ પહોંચી શકે છે.મેરીકોમ આજે પણ મોટા બ્રાન્ડ્સની પસંદ બની રહી છે. ઉમા અને હર્બલ લાઈફ જેવા ગ્લોબલ પાર્ટનર્સ સાથેના લાંબા કરારો તેમને સતત આવક આપે છે, ભલે તેમણે પ્રોફેશનલ બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય.
2012ના ઓલિમ્પિક્સ બાદ તેમને કેન્દ્ર સરકાર, મણિપુર સરકાર અને મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સ તરફથી કુલ મળીને 7 કરોડથી વધુના કેશ રિવોર્ડ મળ્યા હતા, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની.મણિપુરમાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સ્પોર્ટ્સના પદ અને અગાઉ રાજ્યસભાના સાંસદ તરીકેની ભૂમિકા કારણે તેમને સેલેરી, સરકારી સુવિધાઓ અને લાઈફટાઈમ પેન્શનનો લાભ મળ્યો, જે આજે પણ તેમની ફાઇનાન્સિયલ સિક્યોરિટીના ભાગરૂપે છે.2014માં આવેલી બાયોપિક ફિલ્મ મેરીકોમ, જેમાં પ્રિયંકા ચોપડાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેના માટે મેરીકોમને આશરે 25 લાખ રૂપિયાની સાઇનિંગ ફી મળી હતી.
તેમની આત્મકથા અનબ્રેકેબલ અને ફિલ્મના સિન્ડિકેશન રાઈટ્સમાંથી 2026માં પણ રોયલ્ટી આવક ચાલુ છે.મેરીકોમ પાસે મર્સિડીઝ બેન્ઝ GLS જેવી હાઈ એન્ડ કાર છે, જેની કિંમત લગભગ 1.3 કરોડ રૂપિયા છે. આ તેમની લાઈફસ્ટાઈલ અને સ્ટેટસને દર્શાવે છે. આ ઉપરાંત 2026માં પણ તેઓ ટોપ મોટિવેશનલ સ્પીકર્સમાં ગણાય છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સ્પેશિયલ અપિયરન્સથી મળતી ઊંચી ફી તેમની આવકને સતત સપોર્ટ કરે છે.તેમના નામે ફરીદાબાદમાં એક લક્ઝરી રહેણાંક મિલ્કત છે અને મણિપુરમાં મોટી જમીનો પણ છે.
બે એકરમાં ફેલાયેલી મેરીકોમ બોક્સિંગ એકેડમી માત્ર એક સામાજિક પહેલ જ નહીં, પરંતુ એક મૂલ્યવાન એસેટ પણ માનવામાં આવે છે.જાન્યુઆરી 2026માં એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન મેરીકોમે દાવો કર્યો હતો કે ઈજાના કારણે બ્રેક લીધા બાદ જ્યારે તેમણે પોતાનું બેંક અકાઉન્ટ ચેક કર્યું, ત્યારે તે લગભગ ખાલી હતું. આ નિવેદન પછી તેમના ફાઇનાન્સને લઈને તપાસ અને ચર્ચા તેજ થઈ ગઈ. મેરીકોમે પોતાના એક્સ હસ્બન્ડ ઓનલર કોમ પર આરોપ લગાવ્યો કે તેણે તેમના અકાઉન્ટમાંથી લગભગ 5 કરોડ રૂપિયા કાઢી લીધા.
આ કાનૂની લડાઈ 2026માં તેમની લિક્વિડ નેટવર્થને સીધી અસર કરી શકે છે.મેરીકોમના પતિ ઓનલર કોમ, જેમનું પૂરું નામ કરુંગ ઓન કોલર છે, મણિપુરના રહેવાસી છે. તેઓ માત્ર મેરીકોમના પતિ તરીકે નહીં, પરંતુ પોતાની અલગ ઓળખ પણ ધરાવે છે. ઓનલરે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને યુવાન વયમાં એક પ્રતિભાશાળી ફૂટબોલર પણ રહ્યા છે. તેમણે શિલોંગમાં એક્સાઇઝ એન્ડ કસ્ટમ ટીમ માટે ફૂટબોલ રમ્યો હતો.મેરીકોમ અને ઓનલરની પ્રથમ મુલાકાત 2000ના શરૂઆતના વર્ષોમાં દિલ્હીમાં થઈ હતી.
તે સમયે મેરીકોમ પોતાના કરિયરના સંઘર્ષભર્યા સમયમાંથી પસાર થઈ રહી હતી. કહેવાય છે કે મુશ્કેલ સમયમાં ઓનલરે તેમને દસ્તાવેજો, રહેવાની વ્યવસ્થા અને સ્પર્ધાઓ સંબંધિત નાની મોટી જરૂરિયાતોમાં મદદ કરી હતી. અહીંથી બંને વચ્ચે નજીકતા વધી અને 2005માં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.બન્નેને ચાર સંતાન છે. 2007માં જુડવા પુત્રો થયા, 2013માં એક વધુ પુત્ર થયો અને 2018માં એક દત્તક પુત્રીને અપનાવી. હાલ તેમનો સંબંધ તૂટી ગયો છે અને જાહેર જીવનમાં મેરીકોમને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.