Cli

ઘરના પાયાનું ખોદકામ કરતા જ પરિવારને કરોડોનો સોનાનો ખજાનો મળ્યો

Uncategorized

દેનેવાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે ઘરનું ઘર આમ તો દરેક લોકોનું સપનું હોય છે અથાક સંઘર્ષ વચ્ચે રાત દિવસ એક કરીને કોઈ ઘર બનાવતા હોય અને ઘરમાંથી સોનાનું ખજાનો નીકળે જી હા જાણીને તમને કદાચ નવાય લાગશે પણ એક ગામમાંથી ઘરના ખોદકામ દરમિયાન અઢળક તોલા સોનું મળી આવ્યું છે. કામદારો જ્યારે પાયાનું ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન પાવડો કોઈ મજબૂત વસ્તુ સાથે અથડાય છે

અને અવાજ આવે છે થોડીવાર માટે કામ રોકી દેવાયું અને બાદમાં જ્યારે ખાડામાં નજર કરી તો આંખો ચાર થઈ ગઈ કારણ કે તેમાં અઢડક તુલા સોનું એટલે કે કરોડો રૂપિયાનો ખજાનો હતો. નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને ખુદકામ દરમિયાન મળી આવેલા આ સોનાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો સ્વપ્નનું ઘર બનાવવા લોકો ખૂબ મહેનત કરતા હોય છે

પરંતુ જ્યારે આ ઘરના ખોદકામ કરવામાં આવતાની સાથે જ તમને સોનું મળે તો તમે ફિલ્મોમાં આવા દ્રશ્યો જોયા હશે પરંતુ વાસ્તવિક જીવનમાં આવી જે ઘટના હાલ સામે આવી છે જ્યાં ઘરના પાયાના ખોદકામ દરમિયાન અધ કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે ઘરના પાયો ખોદવામાં આવી આવી રહ્યો હતો ત્યાં પાવડો અચાનક ડૂગરમાં કોઈ મજબૂત વસ્તુ સાથે અથડાય છે અને અવાજ આવે છે. થોડા સમય પછી કંઈક એવું થયું કે જાણે આખું ગામ સ્તબ્ધ થઈ જાય છે

કારણ કે જમીનમાંથી દટાયેલું સોનાનું ખજાનો મળી આવે છે.પાંચથી છ ફૂટો જમીન નીચેથી એક તાંબાનું વાસણ મળે છે અને જ્યારે તેને ખોલવામાં આવ્યો તો તેમાંથી ગળાનું હાર બીટી અને બંગડી સહિતના અનેક સોનાના દાગીના મળી આવે છે. જો વિગતે વાત કરીએ તો કર્ણાટકના ગડગ જિલ્લાના લકુડી ગામમાં જ્યાં બસવરાજ રીટીનું ઘર બની રહ્યું હતું. કામદારો ઘરના પાયા છે તે ખોદી રહ્યા હતા ત્યારે તેમને માટીમાં દટાયેલું એક જૂનું તાંબાનું વાસણ છે તે મળી આવે છે. આ સમયે એક આઠમાં ધોરણનો વિદ્યાર્થી એટલે કે પ્રજ્વલ પણ ત્યાં હાજર હતો. સૌપ્રથમ તેમની નજર તેના પર જાય છે.

તાંબાનો ગોળો ખોલતા તેણે અંદર સોનાના હાર, કાનની બુટીઓ અને અન્ય દાગીના ચમકતા જોયા. આ સોનાના દાગીનાનું વજન અંદાજિત 700ગ્રામ થી વધુ હોવાની ચર્ચા છે આપણે જણાવી દઈએ કે આ મળેલા સોનાના ઘરેણા પર પહેલાના સમયની ડિઝાઇન છે એટલે કે આ દાગીના છે ખૂબ જૂના સમયના હોવાનું કહેવાય છે. આમ તો આટલું સોનું જોઈને ગમે તે વ્યક્તિ લલચાઈ જાય પરંતુ બિસવરાજ રીટીએ એક પળમાં જ મળેલા સોના અંગે પોલીસને છે તે જાણ કરી બાદમાં વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. હાલમાં સોનું કેટલું જૂનું છે તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે ત્યારે આ પરિવારની પ્રામાણિકતાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે ગડગમાં આવેલું લકુડી ગામ છે તે ઐતિહાસિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે.

અહીંયા 101 વાવ અને 101 જેટલા મંદિરો પણ આવેલા છે. ગ્રામજનોનું કહેવું છે કે ખોદકામ દરમિયાન અહીં ઘણી વખત પ્રાચીન કલાકૃતિઓ અને ખજાના મળતા આવ્યા છે. જ્યાંથી સોનું નીકળ્યું તે જગ્યાને હાલ પ્રતિબંધિર વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યું છે. અને તપાસને કારણે ઘરનું બાંધકામ પણ અટકાવી દેવામાં આવ્યું છે. જો કાયદા મુજબ આપણે જોઈએ તો ભારતીય ખજાના સંબંધિત કાયદાઓ હેઠળ જેમાં કર્ણાટક ટ્રેઝર ટ્રોવેક્ટ 1962 પણ સામેલ છે. એમાં જમીનની અંદરથી મળેલી કોઈ કિમતી ચીજ વસ્તુ જેની કિંમત 10 લાખથી વધુ હોય તેને અંગે ડેપ્યુટી કમિશનરને જાણ કરવી ફરજિયાત છે. જો તે વસ્તુ 100 વર્ષથી વધુ જૂની હોવાની નક્કી થાય તો તે સરકારની ગણાય છે અને શોધનાર વ્યક્તિને 20% જેટલું રિવોર્ડ પણ મળી શકે છે.

પણ જો 100 વર્ષથી વધુની જૂની ન હોય તો માલિકીની નિર્ણય અંગે કલેક્ટર છે તે આખરી નિર્ણય લેતા હોય છે. આ ઘટના પર સ્થાનિક એમએલએ જણાવ્યું હતું કે આ પરિવારની ઈમાનદારી અદભુત છે. આમ તો લકુડીનો ઇતિહાસ છે તે સોનાની કહાનીઓથી ભરેલો છે. સરકાર આ પરિવારને મદદ કરશે એમાં કોઈ શંકા નથી. સાથે તેમને ખાતરી આપી કે તેઓ જિલ્લા પ્રભારી મંત્રી અને મુખ્યમંત્રી સાથે સંકલન કરીને પરિવારને શાંતિપૂર્ણ જીવન માટે મદદ આપવા અંગે ચર્ચા કરશે. સાથે તેમણે વ્યક્તિગત રીતે પણ મદદ કરવાનો વાયદો છે તે આપ્યો છે

જો કે આ પહેલીવાર નથી જ્યારે કર્ણાટકમાંથી સોનું મળ્યું હોય. આ પહેલા પણ અનેક વખત કર્ણાટકમાંથી સોનું મળવાના કિસ્સાઓ છે તે સામે આવ્યા છે. પ્રાચીન સમયમાં કર્ણાટકમાં સોનાનો મોટો ભંડાર હોવાનું કહેવાય છે ખાસ કરીને કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ એટલે કે કેજીએફ તેની ઐતિહાસિક ખાણો માટે પણ પ્રખ્યાત છે જ્યાંથી ભૂતકાળમાં મોટા પ્રમાણમાં સોનું મળતું હતું અને તાજેતરમાં ઘરના બાંધકામ દરમિયાન સોનાના ઘરેણાનો જ ખજાનો છે તે મળી આવ્યો છે જેના કારણે કર્ણાટકમાં ફરી સોનાના કારણે ચર્ચા વધી છે. આંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *