સામાન્ય રીતે પૈસા ન હોય તો લોકો નળિયાવાળા મકાનમાં રહેતા હોય છે. પરંતુ લાખો રૂપિયા ઘરમાં હોય અને જાહો જલાલી હોય છતાં પણ લોકો પાકી છત વગર નળિયાવાળા મકાનમાં જ રહેવાનું પસંદ કરતા હોય તો જે આ જાણીને તમને કદાચ નવાય લાગશે પણ આ ગામમાં એક પણ મકાન પાકી છતવાળું નથી જ્યાં નજર કરશો ત્યાં માત્ર નળિયાવાળા મકાન જ જોવા મળશે. હવે તમને સવાલ થતો હશે કે એવું તે કયું કારણ હશે
જેના કારણે ગામમાં એક પણ પાકી છત નથી. નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને અનોખા ગામની વિગતે વાત કરી વાત ગુજરાતી પર નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણી વાત સંત સુરા નીપજાવતી અમ ધરતીની અમીરાત ગુજરાતની ભૂમિ એ પરંપરા અને સંસ્કૃતિની ભૂમિ છે. આજે પણ ગામડામાં તમને વર્ષો જૂની પરંપરા સાચવીને વારસાનું જતન કરતા અનેક લોકો જોવા મળશે. બનાસકાંઠાનો પેપળું ગામ પણ કંઈક આવી જ સંસ્કૃતિ સાચવીને બેઠું છે. બનાસકાંઠાના ભીલડી શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલું પેપળું ગામ છે જ્યાં તમને એક પણ પાકી છતવાળું મકાન નહીં જોવા મળે. 4000 થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં લગભગ 800 થી વધુ મકાન આવેલા છે.
જેમાં તમામ સમાજના લોકો એકબીજા સાથે હળી મળીને રહે છે. મુઠ્ઠી ઉછેરા આ ગામની ખાસિયત એ છે કે આ ગામમાં એક પણ ઘરમાં પાકી છત નથી. દરેક લોકો નળિયાવાળા કે પતરાવાળા મકાનમાં જ રહેતા જોવા મળશે અને એનું કારણ છે વર્ષો જૂની પરંપરા આધુનિક સમયમાં લોકો પરંપરા અને સંસ્કૃતિને ભૂલી ગયા છે પરંતુ પેપડું ગામના લોકો આજે પણ એ વારસો છે તેને સાચવીને આગળ વધી રહ્યા છે. ગામના લોકો ઘર બનાવવામાં લાખોનો ખર્ચ તો કરે છે ફર્નિચર પણ બનાવે છે પરંતુ પાકી છત નથી બનાવતા. ગામમાં જ્યાં પણ તમે નજર કરશો ત્યાં માત્ર તમને નળિયાવાળા મકાન જ જોવા મળશે. જો કે એની માન્યતા એ છે કે લોકવાયકા પ્રમાણે પીપળું ગામમાં 750 વર્ષ પહેલા નાથ બાપજી દ્વારા ગામમાં નકળંગ ભગવાનના પાઠ છે તે લાવ્યા હોવાનું કહેવાય છે. ગામમાં એક દંત કથા એવી પણ છે કે નકળંગ ભગવાનના પાઠ છે તે ઉપર રાખ્યા હોવાથી કોઈ પણ દાબાવાળું એટલે કે પાકી છતવાળું મકાન નથી બનાવતા.
પેપડું ગામના લોકો સમય સાથે આગળ વધી રહ્યા છે પરંતુ સાથે પરંપરાને જાળવીને આજે પણ આ ગામમાં તમને એક પણ પાકી છતવાળું મકાન નહીં જોવા મળે ગરીબ હોય કે અમીર સૌ કોઈ નળિયાવાળા મકાનમાં જ રહે છે. ગામના એક નવયુવાનનું કહેવું છે કે આ ગામમાં જ્યારથી મારો જન્મ થયો છે ત્યારથી હું જોતો આવ્યો છું કે આ ગામમાં એક પણ ધાબાવાળું મકાન નથી બનતું. આ ગામના વડવાઓ પણ કહેતા હતા કે આ ગામમાં વર્ષોથી જૂની પરંપરા છે તે ચાલી આવે છે અને આ જ પરંપરાનું જતન આજે પણ ગામના લોકો કરી રહ્યા છે. અમારી પેઢી છે આ પરંપરા જાળવી રહી છે અને અમારી આગામી પેઢી પણ આ પરંપરા છે તે જાળવી રાખશે. આપને જણાવી દઈએ કે પેપળુ ગામમાં નકળંગ ભગવાનના મંદિરે બેસતા વર્ષે અને ભાઈબીજનો મોટો મેળો પણ ભરાય છેસો કિલોમીટર દૂરથી લોકો શ્રદ્ધાભાવથી નકળંગ ભગવાનના પાઠના દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા પણ અનુભવે છે. આ સિવાય ભુજનું સણોસરા ગામ પણ કંઈક આવું જ છે. આ ગામમાં પણ તમને પાકી છતવાળા મકાન નહીં જોવા મળે.
આમ તો આપણે ત્યાં પહેલેથી નળિયાવાળા મકાન બનાવવાની પત્તી છે તે વર્ષો જૂની ચાલી આવે છે. જો કે હવે આકાશની ઊંચાઈને આંબી જતા ઝડપી વિકાસ વચ્ચે આજે લોકો બેમાળના અને બંગલા બનાવતા પણ થયા છે પરંતુ આજે પણ કચ્છના આ ગામમાં લોકો પાકી છત છે તે નથી બનાવતા ચારે બાજુ ડુંગર વચ્ચે આવેલા સણોસરા ગામમાં સદીઓ જૂની માન્યતા છે ગામમાં માત્ર માતાજીનું મંદિર જ પાકા સ્લેપથી બંધાયેલું જોવા મળે છે. વર્ષો પહેલા ગામ લોકોએ પાકી છત ન બનાવવાનું નક્કી કર્યું હતું અને આજે પણ ઇતિહાસ સાથે જોડાયેલી આ પરંપરા જાળવીને લોકો આગળ વધી રહ્યા છે.
ગામના સદધર લોકો પણ પાકી છતવાળા મકાન નથી બનાવતા ત્યારે ડુંગરો વચ્ચે ઘેરાયેલા આ ગામને જોઈને લાગે છે કે કુદરતે ખુલ્લા હાથે અહીં સૌંદર્ય વેર્યું છે. આ ગામને ગોકુળીયું સણોસરા પણ કહેવામાં આવે છે. ત્યારે સણોસરા ગામના આ નવયુવાનો પૂર્વજોની આસ્થા અને પરંપરાનું આજના સમયમાં પણ જતન કરી રહ્યા છે અને સાથે ગૌરવ પણ અનુભવી રહ્યા છે. પરંપરા અને સંસ્કૃતિનું જતન કરતા આ ગામના લોકો અનેક નવ યુવાનો માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર