પતિ સંજય કપૂરની પ્રોપર્ટી મામલે કરિશ્મા કપૂરના બાળકો દ્વારા દિલ્હી હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બાળકોનું કહેવું છે કે પિતાની પ્રોપર્ટીમાં તેમને પણ હક મળવો જોઈએ. બીજી તરફ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવાને કોર્ટમાં જણાવ્યું છે કે સંજય કપૂર પોતાની તમામ પ્રોપર્ટી તેમના નામે કરીને ગયા છે, તેથી બાળકોને પ્રોપર્ટીમાં હક માંગવાનો અધિકાર નથી.આ વચ્ચે પ્રિયા સચદેવાને કરિશ્મા કપૂર અને તેમના બાળકોને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
પ્રિયાએ કહ્યું છે કે સંજય કપૂરના અવસાન બાદથી કરિશ્મા કપૂરના બંને બાળકોના તમામ ખર્ચ તે પોતે ઉઠાવી રહી છે. તેમાં બાળકોની એજ્યુકેશન, ટ્રાવેલિંગ, ક્લબ મેમ્બરશિપ અને અન્ય તમામ ખર્ચનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, પ્રિયા સચદેવાનો દાવો છે કે આ ખર્ચમાં કરિશ્મા કપૂરના કેટલાક અંગત ખર્ચ પણ સામેલ છે.
પ્રિયાના આ આરોપોએ સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કરિશ્મા કપૂર પોતાના ખર્ચા પોતાની સૌતન પાસેથી ઉઠાવી રહી છે. હકીકત શું છે તે તો કોર્ટમાં જ સ્પષ્ટ થશે, પરંતુ આ સમગ્ર મામલામાં જે રીતે નવી બાબતો સામે આવી રહી છે તે ખરેખર ચોંકાવનારી છે.પ્રિયા સચદેવાને તે રકમનો પણ ખુલાસો કર્યો છે જે સંજય કપૂરના અવસાન બાદ કરિશ્મા અને તેમના બાળકોને આપવામાં આવી છે.
પ્રિયાના જણાવ્યા અનુસાર લગભગ 100 કરોડ રૂપિયા સંજય કપૂરની ડેથ પછી તેમના તરફથી કરિશ્માના બાળકો સુધી પહોંચ્યા છે.પ્રિયા સચદેવાને વધુમાં કહ્યું છે કે તેમના પતિએ ગયા વર્ષના માર્ચ મહિનામાં એક વિલ બનાવી હતી,
જેમાં તેમના તમામ એસેટ્સની એકમાત્ર હકદાર તેઓ પોતે હતા. આ વિલમાં કોઈપણ બાળકને પ્રોપર્ટીમાં હિસ્સો આપવાનો ઉલ્લેખ નથી. જોકે કરિશ્મા કપૂર અને તેમના બાળકો આ વિલને સ્વીકારવા તૈયાર નથી અને તેમનું કહેવું છે કે આ વિલ બનાવટી છે અને નકલી છે.