લોકપ્રિય અભિનેત્રી દિમાગી બીમારીનો શિકાર બની હોવાનો ખુલાસો થયો છે. આ પ્રસિદ્ધ હસીનાને સુસાઇડલ વિચારો ઘેરી વળ્યા હતા. ધીમે ધીમે આ સુંદર અભિનેત્રીની યાદશક્તિ પણ કમજોરી થવા લાગી હતી. શોહરતની પાછળ છુપાયેલો દુખ લઈને જીવી રહી હતી આ હસીના. ડિપ્રેશન, એકલાપણું અને આત્મહત્યા જેવા વિચારો અંગે તેમણે ખુલીને વાત કરી છે. ખોટી સારવારના કારણે તેમની તકલીફ વધુ વધી હોવાનો પણ ખુલાસો થયો છે.
હા, અહીં વાત થઈ રહી છે દિમાગી બીમારીથી પીડિત સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પાર્વતી થિરુવોથુની. પોતાની એક્ટિંગ, ટેલેન્ટ અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનારી પાર્વતીએ હવે જીવનના એવા કડવા સત્ય વિશે વાત કરી છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે. પાર્વતીએ પોતાના જીવનના એ ખરાબ અને પીડાદાયક સમય વિશે ખુલ્લેઆમ વાત કરી છે, જ્યારે તેઓ દિમાગી બીમારી સામે સંઘર્ષ કરી રહી હતી
.બે વખત નેશનલ એવોર્ડ જીતનારી આ અભિનેત્રીએ પોતાનો દુખદ અનુભવ શેર કરતાં જણાવ્યું કે તેમના જીવનનો લાંબો સમય એવો રહ્યો જ્યારે તેઓ પોતાનું માનસિક સંતુલન જાળવવા માટે માત્ર અને માત્ર થેરાપી પર નિર્ભર હતી. માનસિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતાં તેમણે એ પણ કહ્યું કે તેઓ લાંબા સમય સુધી એકલાપણાનો સામનો કરતી રહી. સૌથી વધુ દુખદ વાત એ હતી કે ટ્રોમામાંથી બહાર આવવા માટે તેમને યોગ્ય થેરાપિસ્ટ મળતો નહોતો.
પાર્વતીએ જણાવ્યું કે ખરાબ સમયમાં યોગ્ય થેરાપિસ્ટ શોધવામાં તેમને ઘણો સમય લાગ્યો અને અનેક વખત ટ્રાયલ એન્ડ એરર કરવો પડ્યો. તેમ છતાં તેમણે કહ્યું કે થેરાપી શરૂ કરવાનો નિર્ણય તેમની જિંદગીના શ્રેષ્ઠ નિર્ણયો પૈકી એક હતો. પરંતુ ખોટા થેરાપિસ્ટ મળવાથી ઘા વધુ ઊંડા પણ થઈ શકે છે.અભિનેત્રીએ જણાવ્યું કે જ્યાં સુધી તેમને હાલના થેરાપિસ્ટ મળ્યા નહીં, ત્યાં સુધી તેમને ઘણા ખરાબ થેરાપિસ્ટ સહન કરવા પડ્યા. તેમના માટે એવો થેરાપિસ્ટ શોધવો મુશ્કેલ હતો, જે તેમને માત્ર એક પબ્લિક ફિગર તરીકે ન જુએ. તેમનો પહેલો થેરાપિસ્ટ અમેરિકા ખાતે હતો, એટલે સેશન રાતે એકથી બે વાગ્યા સુધી થતા.
કેટલાક દેશી થેરાપિસ્ટમાં રેડ ફ્લેગ્સ હોય છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી દે છે, કારણ કે તેઓ અમારી સંસ્કૃતિની નબળી નસોને સારી રીતે ઓળખે છે અને એ જ જગ્યાએ દબાણ કરે છે. આખું અનુભવ ખૂબ જ પીડાદાયક હતો.આગળ તેમણે જણાવ્યું કે એક સમય એવો પણ હતો જ્યારે તેઓ અત્યંત એકલી અનુભવી રહી હતી. મિત્રો પાસે સતત કહેતી હતી કે નવા નવા થેરાપિસ્ટ અજમાવી રહી છું, પરંતુ કંઈ કામ કરી રહ્યું નથી. તેમને એવું લાગવા લાગ્યું હતું કે તેઓ મદદથી બહાર છે. હાલાત ખૂબ જ ખરાબ થઈ ગયા હતા અને આત્મહત્યા અંગેના વિચારો ખૂબ વધી ગયા હતા. 2021ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની તેમને હવે કોઈ ખાસ યાદ નથી. બધું ધૂંધળું લાગે છે.
ફોનની ગેલેરી જોવાથી જ તેમને યાદ આવતું કે ત્યારે શું શું થયું હતું. ત્યારબાદ જ થેરાપીનો અસર થવા લાગ્યો.પાર્વતીએ આગળ જણાવ્યું કે હવે તેઓ બે પ્રકારની થેરાપી લઈ રહી છે. એક છે ઇએમડીઆર, જેણે તેમની જિંદગીમાં મોટો ફેરફાર લાવ્યો છે, કારણ કે હવે તેમની પાસે ટ્રોમા ઇન્ફોર્મ્ડ થેરાપિસ્ટ છે. ઇએમડીઆર દ્વારા તેઓ તેમની શક્તિ સાથે જોડાયેલી વિચારધારા અને શરીરમાં વસેલી શરમની લાગણીને બદલવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમની પાસે એક સેક્સ થેરાપિસ્ટ પણ છે. એટલે હાલ તેમનું જીવન કામ, મિત્રો, પરિવાર અને પોતાને ફરીથી સમજવાની અને ઓળખવાની પ્રક્રિયાથી ભરેલું છે.અભિનેત્રીએ કહ્યું કે લોકો કહે છે કે 30 પછી માણસ પોતાને વધુ નજીકથી સમજવા લાગે છે અને ત્યારે સંબંધોને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાય છે. જીવન વધુ સંતુલિત અને પૂર્ણ લાગવા લાગે છે. હાલમાં પાર્વતીનો આ ખુલાસો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેમની દુખદ યાત્રાની હકીકત જાણીને તેમની હિંમત વધારતા નજરે પડી રહ્યા છે.બ્યુરો રિપોર્ટ ઇ 24 ટુ