Cli

ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમારના મૃત્યુના કેસમાં દોષિત દાઉદ મર્ચન્ટનું જેલમાં અવસાન!

Uncategorized

ખરાબ કર્મોનું પરિણામ ખરાબ જ હોય છે. આજે આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. ટી-સીરીઝ કંપનીના માલિક ગુલશન કુમારના કેસમાં દોષિત મોહમ્મદ રઉફ દાઉદ મર્ચન્ટનું શનિવારે જેલમાં અવસાન થયું. 60 વર્ષનો મોહમ્મદ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની હરશૂલ જેલમાં બંધ હતો. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેને હૃદયઘાત આવ્યો હતો.કેસમાં દોષિત ઠર્યા બાદ વર્ષ 2002થી તે અહીં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે 8 જાન્યુઆરીની સવારે જેલની બેરેકમાં નમાજ પઢતી વખતે મર્ચન્ટને છાતીમાં ભારે દુખાવો થયો અને તે બેહોશ થઈ ગયો

. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં તેનું અવસાન થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગંભીર હૃદયઘાત જણાવવામાં આવ્યું છે.મુંબ્રામાં તેના પરિવારજનો એ જ સાંજે તેનો મૃતદેહ લઈ ગયા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુંબઈના અંધેરી વિસ્તારમાં જીતેશ્વર મહાદેવ મંદિરની બહાર 12 ઓગસ્ટ 1997ના રોજ ગુલશન કુમાર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આરોપ છે કે તે સમયે અબ્દુલ રઉફે ગુલશન કુમારને કહ્યું હતું કે બહુ પૂજા કરી લીધી હવે ઉપર જઈને કરજે.ગુલશન કુમારે પોતાનો બચાવ કરવા માટે નજીકના અનેક ઘરોમાં ભાગવાની કોશિશ કરી હતી.

પરંતુ કહેવાય છે કે જોરદાર અવાજ સાંભળીને લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. ગુલશન કુમારના ડ્રાઈવરે પણ પોતાના માલિકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં ડ્રાઈવરના બંને પગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. છતાં પણ ગુલશન કુમાર બચી શક્યા નહોતા.હકીકતમાં ડોન અબુ સલીમે ગુલશન કુમાર પાસેથી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. ગુલશન કુમારે આ રકમ આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આ પૈસાથી તેઓ વૈષ્ણો દેવીમાં ભંડારો કરશે. આ વાતથી નારાજ થયેલા અબુ સલીમે સુપારી આપીને દિવસદહાડે આ ઘટનાને અંજામ અપાવ્યો હતો.અબ્દુલ રઉફને સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, જેને બાદમાં હાઇકોર્ટે પણ યથાવત રાખી હતી. ત્યારબાદથી તે જેલમાં બંધ હતો અને હવે સજા ભોગવતી વખતે જેલમાં તેનું અવસાન થયું. બ્યુરો રિપોર્ટ, બોલીવુડ પર ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *