મારા પછી ઘણા ક્રિકેટર્સ આવ્યા છે. મને લાગે છે કે તે પણ એક ક્રિકેટર હતો. સૂર્યકુમાર યાદવ મને પહેલા ઘણી વાર મેસેજ કરતા હતા. પરંતુ હવે કદાચ અમારી વચ્ચે વધુ વાતચીત નથી થતી. અને મને કોઈ સાથે જોડાવું નથી અને કોઈ પણ પ્રકારના લિંકઅપ્સ મને પસંદ નથી. એટલે હવે કોઈ લિંકઅપ્સ નહીં અને ખરેખર તો બિલકુલ નહીં.
સૂર્યકુમાર યાદવને લઈને એક્ટ્રેસ ખુશી મુખર્જીએ ચોંકાવનારો નિવેદન આપ્યો છે. ખુશીએ દાવો કર્યો છે કે ટીમ ઇન્ડિયાના ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેમને પહેલા મેસેજ કરતા હતા. જોકે હવે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ચૂકી છે.
ખુશીનું કહેવું છે કે તેમનું નામ ઘણીવાર અલગ અલગ સેલિબ્રિટીઝ સાથે જોડવામાં આવે છે. પરંતુ હકીકતમાં કોઈ પબ્લિક રિલેશનશિપ જેવી વાત નથી. તેમણે એ પણ જણાવ્યું કે હવે સૂર્યકુમાર યાદવ સાથે તેમની કોઈ વાતચીત નથી.આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. જોકે સૂર્યકુમાર યાદવ તરફથી હજી સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ખુશી મુખર્જી કોલકાતાની રહેવાસી છે અને તેમણે ટીવી અને રિયાલિટી શોઝ દ્વારા સારી ઓળખ બનાવી છે. તેમણે તમિલ, તેલુગુ અને હિન્દી પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. પરંતુ સ્પ્લિટ્સવિલા ૧૦ અને લવ સ્કૂલ ૩ જેવા શોઝથી તેમને મોટી ઓળખ મળી.હાલમાં આખો મામલો એક્ટ્રેસના દાવા પર આધારિત છે અને સૂર્યકુમાર યાદવ તરફથી હજી સુધી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. હવે જોવાનું રહેશે કે આ નિવેદન પર આગળ કેવી પ્રતિક્રિયા સામે આવે છે.