ગુજરાતમાં પ્રેમ લગ્ન કે ભાગીને લગ્ન કરનારા યુગલો માટે મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર હવે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરી શકે તેવી સંભાવના છે. ખાસ કરીને જે યુવક યુવતીઓ ઘરેથી ભાગીને લગ્ન કરે છે તેમના રજિસ્ટ્રેશનના નિયમો કડક બનાવવામાં આવી શકે છે
અને હવે તલાટી પાસે સીધી સત્તા નહી રહે પરંતુ ક્લાસ ટુ અધિકારીની મંજૂરી અને માતા પિતાને જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવશે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર આવતી કાલે કેબિનેટની મીટિંગ મળવા જઈ રહી છે ત્યારે સંભાવના એ પૂરેપૂરી છે કેભાગેડું લગ્નના કિસ્સામાં નોંધણીને લઈને સરકાર ખૂબ મોટો નિર્ણય લઈ શકે છે.
ભાગેડું લગ્નની નોંધણીને ક્લાસટુ ઓફિસર મંજૂરી આપશે તલાટી ક્લાસટુ અધિકારીની મંજૂરી વિના ભાગેડું લગ્નને મંજૂર નહીં કરી શકે એટલું જ નહી ભાગીને લગ્ન કરવામાં માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે આ નોટિસ મળ્યાના 30 દિવસની અંદર યુવક યુવતીના વાલીએ પોતાનો જવાબ કે વાંધો રજૂ કરવાનો રહેશે.
આ નિયમનો મુખ્ય ઉદ્દેશ માતા-પિતાની જાણ બહાર થતા લગ્નોમાં પારદર્શિતા લાવવાનો છે અને આવતી કાલે કેબિનેટની બેઠકમાં મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે.નવા સુધારા બાદ તલાટી કમ મંત્રી હવે સીધે સીધી લગ્ન નોંધણી કરી શકશે નહી અત્યાર સુધીની પ્રક્રિયામાં તલાટી સ્તરેથી જ રજિસ્ટ્રેશન થઈ જતું હતું પરંતુ હવે તેમાં એક નવું સ્ટેપ ઉમેરવામાં આવ્યું છે.
તલાટીએ લગ્ન નોંધણીની અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરી તેના આખરી મંજૂરી માટે ક્લાસટુ ઓફિસરને મોકલવી પડશે જ્યાં સુધી આ ઉચ્ચ અધિકારી મંજૂરી ન આપે ત્યાં સુધી લગ્નનું રજિસ્ટ્રેશન માન્ય ગણાશે નહી પાટીદાર સમાજે સૌપ્રથમ ભાગેડવ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગણી કરી હતી અને હવે બ્રહ્મ સમાજે પણ આ માંગણીને ખુલ્લું સમર્થન આપ્યું છે.
બ્રહ્મ સમાજના આગેવાનોએ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી હતી કે ભાગેડું લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિને ફરજિયાત બનાવવામાં આવે અને તેને લઈને પાટીદાર સમાજના આગેવાન દિનેશ ભાંભણીયા દ્વારા થોડાક સમય અગાઉ મહેસાણા સહિત અનેક જગ્યાએ રેલી પણ કાઢવામાં આવી હતી અને આ પછી રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ પાટીદાર સમાજની આ માંગણીને તેમણે સમર્થન આપ્યું હતું. તો સરકાર લગ્ન નોંધણીમાં જે ફેરફાર કરવા જઈ રહી છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો