Cli

ગુજરાતમાં માવઠાની આગાહી, કયા જિલ્લામાં પડશે વરસાદ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ 2026 આવવાનું છે અને એની પહેલા બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા કે ડિસેમ્બરમાં ઠંડી પડશે ઠંડી પડશે બહુ જ ઠંડી પડવાની છે એવી આગાહીઓ કરવામાં આવી હતી એ બધાની વચ્ચે 2025 ના હવે બે દિવસ બાકી છે અને આ બે દિવસ વરસાદની આગાહી માવઠાની આગાહી કરવામાં આવી છે

સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પાકિસ્તાન રાજસ્થાન તરફથી ઉપરના પ્રદેશો જે છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે જેના કારણે ગુજરાતમાં માવઠું પડી શકે તેવી સંભાવના છે કયા કયા વિસ્તારોમાં માવઠું પડશે કયા વિસ્તારોમાં ખેડૂતોએ સાવચેત રહેવાનું છે એની વાત કરીએ આજે 30 તારીખ છેઅને 30 તારીખે તમે જુઓ કે અહીંયા જે રીતના હવામાન વિભાગ અને હવામાન નિશાંત આગાહી કરી રહ્યા છે એ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ અહીંયાથી પસાર થઈ રહ્યું છે

એના કારણે પાકિસ્તાનના અનેક ભાગોમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે ધીરે ધીરે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ અરબી સમુદ્ર તરફ ખેંચાતું આવશે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારોને કવર કરશે એના પછી ગુજરાતના ના કચ્છના ભાગ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ લઈને આવે તેવી સંભાવના છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દેખાતું હશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એટલે વાદળો ખૂબ ઘેરાતા હોય છે અને અસર ગુજરાતમાં પણ જોવા મળે છે વહેલી સવારથી તમે જોયું હશે કે વાદળો ઘેરાઈ રહ્યા છે. બહુ જ બધા વિસ્તારોમાં એટલે તમે જુઓ કે અહીંયા કરાચી સુધી 30 તારીખની રાત સુધીમાં એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને વરસાદની અસર દેખાઈ રહી છે. અને 31 તારીખે હવામાન વિભાગ અને હવામાન નિશાંતનું એવું માનવું છે કે કચ્છના અનેક ભાગોમાં વરસાદ પડી શકે માવઠું પડી શકે અને 31 તારીખે તમે જુઓ કે આખા કચ્છમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે

ઓખા દ્વારકા અને આ જેદરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડે 31 તારીખે એવી સંભાવના છે એટલે વર્ષનો છેલ્લો દિવસ એ માવઠા સાથે આવવાનો છે 31 તારીખે કચ્છ સિવાય દરિયાકાંઠા જામનગર દ્વારકા અને આ બાજુ વેરાવડ સુધી એની અસર તમને દેખાતી હશે એટલે ત્યાં પણ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારમાં અને કચ્છમાં 31 તારીખે વરસાદ પડશે પહેલી તારીખે પણ સ્થિતિ રહેવાની છે

પહેલી તારીખે પણ ગુજરાતના અનેક ભાગોમાં માવઠું પડવાનું છે બીજી ત્રીજી તારીખની આસપાસ એ સ્થિતિ જે છે એ નોર્મલ થઈ જતી દેખાશે 31 તારીખ મોડેરાત સુધીમાં સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં અને ઉત્તર ગુજરાતમાં પણ તમે જુઓ કે વરસાદ દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના ડીસામાં એની આસપાસ મહેસાણા પાલનપુરનો જે પટ્ટો છે આટલા વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે આ બાજુ રાજસ્થાનના અમુક ભાગોમાં પણ વરસાદ પડશે એટલે જોધપુરમાં વરસાદ પડવાની સંભાવના છે

ઉદયપુરમાં વરસાદ પડવાની સંભાવના છે એટલે 31 તારીખ અને પહેલી તારીખે ધીરે ધીરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તરફ જતું દેખાઈ રહ્યું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે 30 અને 31તારીખે કચ્છમાં વરસાદની સંભાવના છે આ બાજુ તમે જુઓ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ પહેલી તારીખે વરસાદ પડે એવું દેખાઈ રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે પહેલી તારીખે વાપીથી લઈને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે ભાવનગરમાં વરસાદ બતાવી રહ્યા છે. સુરતમાં છૂટો છવા વરસાદ પડે એવી સંભાવના છે.

આ બાજુ દાહોદમાં પણ ક્યાંક અમુક ગામડાઓમાં વરસાદ પડે એવી સંભાવના છે. સિસ્ટમ એટલી મજબૂત નથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ છે એટલે એ જેમ જ પસાર થઈ જશે એના પછી સ્થિતિ નોર્મલ થઈ જશે પણ એના પછી ઠંડી વધવાની પણ સંભાવના છે. બીજીત્રીજી તારીખની આસપાસ ક્યાંય તમને વરસાદ નહી દેખાતો હોય એટલે પહેલી તારીખ સુધી એ છૂટા છવાયા ઝાપટા અને માવઠું પડવાનું છે. એના પછી સ્થિતિ નોર્મલ થઈ જશે

એના પછી જાન્યુઆરીમાં ભારે ઠંડી પડે એવી આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરમાં પણ ખૂબ વધારે ઠંડીની આગાહી વચ્ચે થોડો સમય ઠંડી પડી થોડો સમય પાછું નોર્મલ ટેમ્પરેચર રહ્યું એટલે વરસાદ જાશે એના પછી ભેજવાળું વાતાવરણ હશે પવન ભારે ફૂકાય એવી સંભાવનાઓ છે એટલે અત્યારે માવઠું એ 31 પહેલી તારીખ સુધી 30 અને 31 ને પહેલી 30 તારીખે ગુજરાતને એટલી વધારે અસર નહીં કરે કચ્છના અમુક ભાગોમાંરાત સુધીમાં વરસાદ આજે પડી શકે છે બાકી 31 અને પહેલી તારીખે ગુજરાતના અનેક વિસ્તારો જે વિંડીમાં બતાવે છે

એના સિવાય ભાઈ પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ આ બધાએ આગાહી કરી છે એ પ્રમાણે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં માવઠું આવવાનું છે. બે દિવસ સુધી ખેડૂતોએ થોડુંક સાવચેત રહેવાનું છે કારણ કે જે શિયાળો પાક હોય એ શિયાળા પાકને વધારે નુકસાન ન થાય એની માટે જે તકેદારી રાખવાની હોય એ કરવાની છે નવું વર્ષ માવઠા સાથે આવવાનું છે એવી આગાહીઓ દેખાઈ પણ રહી છે ભીંડીમાં અને કરવામાં પણ આવી છે તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *