શું આખરે ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર સલમાન ખાનના લગ્ન થવા જઈ રહ્યા છે? શું આપણે આખરે ભાઈજાનને ઘોડીએ ચઢતા જોવા જઈ રહ્યા છીએ? શું સલમાનને તેની ડ્રીમ ગર્લ મળી ગઈ છે?ખબર તો એવી જ છે. સલમાન ખાનનું નામ જોડાઈ રહ્યું છે
બોલિવૂડની લેજેન્ડરી અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે. એક તસવીર વાયરલ થયા બાદ ફેન્સમાં ઉત્સાહ છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો સલમાન અને કરિશ્માને સાથે જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ઘણા લોકો તો તેમને લગ્ન કરતા જોવા પણ ઇચ્છે છે.હાલમાં જ સલમાન ખાને પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો અને એ જ સમયે તેમની અને કરિશ્માની આ તસવીર સામે આવી હતી.
તસવીરમાં કરિશ્મા સલમાનનો હાથ પકડીને ઉભી જોવા મળે છે.સલમાન તો દેશના સૌથી એલિજિબલ બેચલર્સમાંના એક છે જ, જ્યારે કરિશ્મા કપૂરે વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઘણા લોકોને ચોંકાવનારા લાગ્યા હતા, કારણ કે સામાન્ય રીતે લોકો માને છે કે મોટી અભિનેત્રીઓ ઇન્ડસ્ટ્રીની અંદર જ લગ્ન કરે છે. પરંતુ કરિશ્માએ અલગ રસ્તો પસંદ કર્યો હતો. દુર્ભાગ્યે, આ લગ્ન લાંબા સમય સુધી સુખદ રહ્યા નહીં.
13 વર્ષ બાદ 2016માં કરિશ્માએ ડિવોર્સ માટે અરજી કરી હતી અને તેમણે પોતાના પૂર્વ પતિ પર ઘરેલુ હિંસાના આરોપ પણ લગાવ્યા હતા. સંજય કપૂરનું ગયા વર્ષે અવસાન થયું હતું.હવે ફરીથી સલમાન અને કરિશ્માના લગ્નની ચર્ચા ચાલી રહી છે, પરંતુ સાચું કહીએ તો આ માત્ર અફવા છે. તેમાં કોઈ ખાસ સત્ય નથી. પરંતુ સલમાન અને કરિશ્માની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ખરેખર લાજવાબ રહી છે. ‘બીવી નં. 1’, ‘દુલ્હન હમ લે જાયેંગે’ અને ‘ચલ મેરે ભાઈ’ જેવી ફિલ્મોમાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
આજેય લોકો તેમની કેમિસ્ટ્રીને યાદ કરે છે અને કદાચ એ કારણે જ એક તસવીર સામે આવતા જ લોકો બંનેને આખી જિંદગી સાથે જોવા માગે છે.સેલિબ્રિટીઓની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. કોણ કોને ડેટ કરે છે, કોણ કોને છુપાવે છે – બધું જ ચર્ચાનો વિષય બને છે. અને વાત જો સુપરસ્ટાર સલમાન ખાનની હોય તો તેઓ ક્યારેય ટ્રેન્ડ બહાર જતા જ નથી, કારણ કે સાચું કહીએ તો ટ્રેન્ડ તેઓ પોતે જ બનાવે છે.