લાગે છે કે ધુરંધર ફિલ્મની સફળતાનો નશો અક્ષય ખન્નાના માથા પર ચઢી ગયો છે. હવે તેઓ સીધા મોઢે વાત કરવાનું અને લોકોના ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું છે. એટલું જ નહીં, હવે તેઓ પ્રોડ્યુસર પાસેથી મનગમતી ફી માગી રહ્યા છે અને પૈસા ન મળે તો કમિટમેન્ટ તોડવાની વાત કરે છે.
આ ચોંકાવનારા આરોપ અક્ષય ખન્ના પર તેમની જ ફ્રેન્ચાઇઝી ફિલ્મ દૃશ્યમના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે લગાવ્યા છે. મંગતે અક્ષયને લીગલ નોટિસ પણ મોકલી છે. ઘણી વખત સફળતા માણસનું દિમાગ ફેરવી દે છે અને મંગતને પણ અક્ષય વિશે એવું જ લાગી રહ્યું છે.હકીકતમાં દૃશ્યમ 3 ધુરંધરની શૂટિંગ દરમિયાન જ ફાઈનલ થઈ ગઈ હતી. અક્ષયની ફી અને તેમનો લુક બંને ફાઈનલ નક્કી કરી દેવામાં આવ્યા હતા.
પરંતુ ધુરંધરની રિલીઝ પછી ચારેય તરફ અક્ષય ખન્નાની ચર્ચા થવા લાગી અને ખાસ કરીને તેમના લુકની બહુ ચર્ચા થઈ. અત્યાર સુધી અક્ષય દૃશ્યમમાં એક ટકલા પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા હતા. પરંતુ હવે પ્રોડ્યુસરનો દાવો છે કે અક્ષયે ફિલ્મમાં વિગ પહેરવાની જિદ કરી છે. અક્ષયે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હવે ટકલા પોલીસ ઓફિસરનો રોલ નહીં કરે.પ્રોડ્યુસર કુમાર મંગતે જણાવ્યું છે કે ધુરંધરની રિલીઝના દિવસે જ અક્ષયે તેમને મેસેજ કરીને દૃશ્યમ 3માંથી બહાર થવાની વાત કહી હતી. આ માટે કોઈ કારણ પણ આપ્યું નહોતું. જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેમણે ફોન ઉઠાવ્યો નહીં.
કુમાર મંગત પાઠકે અક્ષય પર તંજ કરતાં કહ્યું કે આસપાસના ચમચાઓએ તેમનું દિમાગ ભરી દીધું હશે. ધુરંધર હિટ થઈ એટલે લાગ્યું કે ફિલ્મ મારી કારણે ચાલી, પરંતુ ફિલ્મ હિટ થવામાં સૌનો ફાળો હોય છે.મંગતે વધુમાં કહ્યું કે સેકશન 375 પછી અક્ષયને દૃશ્યમ 2 તેમણે જ અપાવી હતી. બંને સારા મિત્રો હતા.
અક્ષય દર મહિને ઓફિસ આવતો હતો. પરંતુ અચાનક સફળતા માથે ચઢી ગઈ. તેના કારણે પ્રોડક્શનને ભારે નુકસાન થયું. 16 ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂકી હતી, પરંતુ હવે સેટ તોડવો પડ્યો. કુમાર મંગતે અક્ષયને લીગલ નોટિસ મોકલી છે અને વળતર પણ માગ્યું છે.અક્ષય ખન્ના અભિનિત ધુરંધર હાલમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. ફિલ્મે 21 દિવસમાં 1000 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું છે. બ્યુરો રિપોર્ટ.