બચપણમાં સલમાન ખાનને કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. સલમા ખાને પોતાના લાડલાને કૂવામાં ધક્કો આપ્યો હતો. બચપણનો આ કિસ્સો સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. ભાઈજાનના 60મા જન્મદિવસે તેમના જૂના કિસ્સાઓ ફરીથી વાયરલ થયા છે. કૂવામાં ફેંકવાની ઘટનાથી લઈને મહિલાઓને માર મારવાના આરોપો સુધીના દાવાઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
હા, 27 ડિસેમ્બરે બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાન 60 વર્ષના થયા છે. પોતાના 60મા જન્મદિવસે સલમાનને પરિવાર, મિત્રો અને ફેન્સ તરફથી ખૂબ જ પ્રેમ અને શુભેચ્છાઓ મળી રહી છે. ભાઈજાન ધૂમધામથી જન્મદિવસ ઉજવી રહ્યા છે અને સાથે સાથે ચર્ચામાં પણ છે. પરંતુ આ ખાસ દિવસે તેમની જિંદગીના કેટલાક જૂના કિસ્સાઓ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે.
તો ચાલો જાણીએ કે કેવી રીતે સલમાન ખાનને બાળપણમાં તેમની મોટી અમ્મીએ કૂવામાં ફેંકી દીધા હતા. હકીકતમાં સલમાન ખાનને નાનપણથી જ પાણી અને તરવાનું ખૂબ ડર લાગતો હતો. આ ડર દૂર કરવા માટે તેમની માતા સલમા ખાને એક કડક રીત અપનાવી હતી અને સલમાનને કૂવામાં ધક્કો આપી દીધો હતો. કહેવાય છે કે તેમની મોટી અમ્મીએ સલમાનના હાથ પગ બાંધીને તેમને કૂવામાં ઉતાર્યા હતા જેથી તેમનો પાણીનો ડર નીકળી જાય.
ત્યારબાદ સલમાન પોતે જ કૂવામાં ઉતરીને તરવાનું શીખી ગયા હતા.આ સિવાય 60 વર્ષના થયેલા સલમાન ખાનને લઈને શક્તિ કપૂરનો એક જૂનો ચોંકાવનારો દાવો પણ ફરી ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2005માં શક્તિ કપૂર સામે સ્ટિંગ ઓપરેશન થયું હતું, જેમાં તેઓ ફિલ્મોમાં કામ અપાવવાના બહાને યૌન શોષણની માંગ કરતા હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે ભારે હંગામો થયો હતો અને તે સમયે સલમાન ખાન અને શક્તિ કપૂર વચ્ચે સંબંધો ખરાબ થયા હતા. એટલું જ નહીં, શક્તિ કપૂરે સલમાન ખાન પર મહિલાઓને માર મારવાના આરોપ પણ લગાવ્યા હતા, જેના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો.
જોકે સમય જતા આ બધા દાવાઓ શાંત પડ્યા અને બંને વચ્ચેના સંબંધો પણ સુધરી ગયા.જો વાત કરીએ સલમાન ખાનના જન્મદિવસની તો 26 ડિસેમ્બરની રાતે બાર વાગ્યે જ તેમણે પોતાનો 60મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં પરિવાર અને મિત્રો સાથે તેમણે ગ્રાન્ડ પાર્ટી રાખી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.