માનવતા, સેવા અને સંવેદનાની જીવંત કથાસાંજનો સમય હતો. એક મંદિર પાસે એક માણસ અજીબ હાલતમાં જોવા મળ્યો. તે સતત કંઈક બોલતો હતો, સ્પષ્ટ બોલી શકતો ન હતો. શરીર પર ગંદકી, કપડાં ફાટેલા, હાથ પર ઘા, ઘણા દિવસોથી નહાયો નહોતો. લોકો તેને જોઈને ડરતા હતા, દૂર હટી જતા હતા.પરંતુ અમને લાગ્યું કે આ માણસ પાગલ નથી, માત્ર પરિસ્થિતિનો ભોગ છે.એ કહેતો હતો કે ભગવાન શિવ મહાન છે, ભગવાન કોઈનો અપમાન નથી કરતા. વચ્ચે વચ્ચે સરકાર, નેતાઓ, પરિવાર, ભગવાન, ધર્મ – બધું ગૂંચવીને બોલતો હતો.
બોલવામાં સમજ ન પડે તેમ હતું, પણ અંદરનો દુઃખ સ્પષ્ટ દેખાતો હતો.જ્યારે અમે તેને શાંતિથી બેસાડ્યો, ત્યારે તેણે પોતાનું નામ શૈલેષ પટેલ કહ્યું. તે કહેતો હતો કે તે એકલો છે, પરિવાર નથી, કોઈ સંભાળનાર નથી. લાંબા સમયથી રસ્તા પર જ રહે છે. હાથમાં ગંભીર ઈજા હતી, શરીર આખું ગંદું હતું, નખ મોટા થઈ ગયા હતા, વાળ ગૂંચવાયેલા હતા.લોકો તેને જોઈને પાગલ કહી દેતા
, પરંતુ હકીકતમાં તે માણસ પીડિત હતો.અમે તેને ધીમે ધીમે સમજાવ્યું, પાણી પીવડાવ્યું, શાંતિ આપી. પછી ન્હાવા લઈ ગયા. વાળ કાપ્યા, દાઢી કરી, સાફ કપડાં પહેરાવ્યા. થોડી જ વારમાં તેનો ચહેરો બદલાઈ ગયો. આંખોમાં ચમક આવી. ચીસો બંધ થઈ ગઈ. માણસ શાંત બની ગયો.
આ જોઈને એક વાત સ્પષ્ટ થઈ ગઈ –માણસ પાગલ નથી બનતો, પરિસ્થિતિ તેને એવું બનાવી દે છે.થોડી સેવા, થોડું પ્રેમ અને થોડી સમજ માણસને ફરી જીવંત બનાવી શકે છે.અમે જોયું કે ઘણા લોકો કહે છે કે તેઓ મદદ કરવા માંગે છે, પણ ડરે છે. પણ જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખો તો ડરવાની જરૂર નથી.
સેવા કરવી એ પણ ભક્તિ જ છે.આ માણસને આજે ન્હલાવીને, કપડાં પહેરાવીને, ખાવાનું આપીને અમે એટલું જ કર્યું કે તેને ફરી એક માણસ તરીકે જીવવાનો આત્મવિશ્વાસ આપ્યો.આવી સ્થિતિમાં કોઈને પણ જોઈને ભાગી ન જવું જોઈએ. જો શક્ય હોય તો થોડું પાણી આપો, વાત કરો, અથવા કોઈ સેવા સંસ્થાને જાણ કરો. દરેક વ્યક્તિ પાસે બધું કરવાનું સાધન નથી, પરંતુ થોડી માનવતા તો દરેક પાસે હોય છે.
આ વિડિયો બનાવવાનો હેતુ પણ એ જ છે –લોકોને બતાવવું કે સેવા કેવી રીતે કરી શકાય.મોટી સંસ્થા હોવી જરૂરી નથી, મોટું દિલ હોવું જરૂરી છે.જો તમે રસ્તામાં કોઈને આવી હાલતમાં જુઓ તો ડરશો નહીં. ભગવાન તમારા સાથે છે. તમારી નાની મદદ પણ કોઈનું જીવન બદલી શકે છે.આ વિડિયો જો તમને સ્પર્શે તો કૃપા કરીને શેર કરો, જેથી બીજાને પણ પ્રેરણા મળે.કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરો.સારા કામ માટે પ્રોત્સાહન આપો.