સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી રહ્યા હતા એમાં એક વિડીયો સામે આવ્યો વિડીયો જોઈ રહ્યા હતા તો એમાં એક મહિલા જે છે લંડનની ગલીઓ બતાવી રહ્યા હતા લોકો લંડન જોઈ અને આમ તો ખુશ થાય કે કેટલું સુંદર છે ગલીઓ કેવી સરસ મજાની છે પણ એ જોઈને અમે ચોંકી ગયા કેમ ચોકી ગયા કારણ કે એ બેન જે હતા એ લંડનના વીડિયોમાં બતાવી રહ્યા હતા કે કેવી રીતના પાનની પિચકારી કરી અને લંડનની ગલીઓ લોકોએ ગંદી કરી દીધી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ થોડા સમય પહેલા જ લંડનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો
એ વીડિયોમાં જોઈ શકાતું હતું કે એક યુઝર જે છે એ યુઝર એકવિડીયો મૂકે છે અને એમાં લંડનની ગલીઓના એ ફોટોઝ અને વિડિયોઝ બતાવે છે કે એ જોઈને આપણને એવું લાગે કે અમદાવાદ કે સુરત તો નથી ને કારણ કે એમાં લંડનના રસ્તા પર પાનની પિચકારીઓથી એ જે દિવાલો લાલ કરેલી હતી એ જોઈને આપણને શરમ આવી જાય બાદમાં વધુ એક વિડીયો અત્યારે આવ્યો છે જેમાં એ મહિલા જે છે
જેમણે વિડીયો મૂક્યો છે એ પોતે પત્ર પત્રકાર છે અને એ લંડનની ગલીઓ બતાવીને એવું કહી રહ્યા છે કે હું 30 મિનિટથી અહીંયા ફરી રહી છું આ વિસ્તારમાં અને 15 થી વધારે એવા સ્પોટ મને મળ્યા છે કે જેમાં આવી રીતના પાનની પિચકારીઓથી લોકોએ એદિવાલો અને એ જે જગ્યા છે રંગી નાખી છે. છેલ્લા કેટલાય સમયથી ત્યાના લોકો અને તંત્ર બંનેવા વસ્તુથી ત્રસ્ત છે.
સોશિયલ મીડિયા પર બહુ જ બધી લડાઈ થઈ કે આપણને કેવી રીતના ખબર કે ભારતીયો જશે કારણ કે ત્યાં પાકિસ્તાનના લોકો પણ રહે છે ઘણા બધા બાંગ્લાદેશના લોકો પણ રહે છે તો ભારતીઓએ જ આવું કર્યું હશે એવું કેવી રીતના લાગે એ લડાઈ પર બધા પહોંચ્યા પણ કોઈએ એ લડાઈ કે એ વિષય પર ચર્ચા કરવાનું ન વિચાર્યું કે આ લંડન છે અને એ આટલું ગંદું કેમ થઈ રહ્યું છે ત્યાં ખાવાવાળા કા તો ભારતીય હશે કાં તો પાકિસ્તાનના હશે કાં તો બાંગ્લાદેશનાહશે એવું માની લઈએ સંભવિત રીતના તો પણ ત્યાંના રહેતા લોકો જ એવું કહી રહ્યા છે કે થૂંકવાવાળા મોટાભાગે ભારતીઓ છે થોડા સમય પહેલા દિવ્યભાસ્કરે આના ઉપર એક રિપોર્ટ બનાવ્યો હતો
જે તે સમયે વિડીયો વાયરલ થયો ત્યારે અને એમાં લંડનના જે ક્વિન્સબરી વોર્ડ છે એના કાઉન્સિલર જયંતીભાઈ પટેલ સાથે એમણે વાત કરી હતી. તો જયંતીભાઈ પટેલ સાથે એમણે જ્યારે વાત કરી તો જયંતીભાઈએ ખૂબ દુઃખ સાથે એવું કહ્યું કે પાનની પિચકારી મારી અને રોડ ગંદા કરવાની સમસ્યા છેલ્લા પાંચેક વર્ષથી વધી છે. વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ભરી અને અહીંયા ભણવા માટે આવે છે એ બરાબર છે પણઅમુક લોકો 20 25 લાખ રૂપિયા આપી અને પછી ઇંગ્લેન્ડ તો આવી જાય છે
પણ એ ગુજરાત અને ભારતમાં જે કરતા હોય છે એ ભૂલ્યા વગર આવી જાય છે. એ અહીંયા આવીને પણ પાનની પિચકારીઓ જ કરતા હોય છે મોટાભાગે એ ડિલિવરી મેન કે પછી પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય અને પછી ચાલુ ગાડીએ જેમ ભારતમાં થૂકી લઈ છે એવી રીતના લંડનની ગલીઓમાં પણ થૂકી લઈ છે. એના પછી એમણે બહુ દુઃખ સાથે એવું પણ કહ્યું કે પહેલા તો એવું થતું હતું કે અહીંયાના જે રહેવાસીઓ હતા ઇંગ્લેન્ડના જે લોકો હતા એ લોકો કમ્પ્લેન કરતા હતા.
એમના વિસ્તારમાં મોટાભાગે ગુજરાતી રોહિંગા અને મુસ્લિમરહેતા હોય તો એ લોકો કમ્પ્લેન કરતા હતા કે આવી રીતના થૂકી અને પછી ગંદું કરવામાં આવે છે પણ એના પછી કઈ સાફ સફાઈને એ બધામાં પૈસા ખર્ચા પછી પણ સુધાર ન આવ્યો એટલે સાફ સફાઈમાં લાખો રૂપિયા ખર્ચા પછી પણ એ પિચકારીના કલર તો એમના એમ જ રહે છે અને પછી ત્યાંના લોકો સ્થાનિક લોકોએ પણ કંટાડીને કમ્પ્લેનો કરવાનું પણ બંધ કરી દીધું એટલે એ લોકોને પણ એવું લાગી ગયું કે આ લોકો નહીં સુધરે એટલે એ લોકોએ કમ્પ્લેન કરવાનું જ બંધ કરી દીધું આપણે વિચાર્યું કે આ કેટલી ભયાનક સ્થિતિ છે એટલે આપણને એવું લાગે કે વિદેશ જઈએ છીએ તો લોકો આપણનેજજ કરે છે લંડન જાય તો લોકો ભારતીયને જજ કરે છે
પણ એ જજ કરવા પાછળના આટલા બધા કારણો છે એમના મગજમાં ભારતીય એટલે ગંદા એવી સ્થિતિ મગજમાં જ્યારે ભરાઈ ગઈ હોય એવું એમણે જોઈ લીધું હોય પછી આપણને જજ ના કરે તો શું કરે અત્યારે ત્યાની જે સ્થિતિ છે સ્થાનિક લોકો લીટરલી એવું વિચારી રહ્યા છે કે અહીંયા આવીને હવે ઇંગ્લેન્ડ ગંદું કરે છે અત્યાર સુધી ભારત ગંદું કરતા હતા એટલે આ પ્રશ્ન બહુ જ મોટો છે સ્થાનિક લોકો આપણે આપણને પણ એવું લાગે કે અહીંયા જે શરણાથી આવ્યા આવ્યા છે કે અહીંયા કોઈ બીજા રાજ્યમાંથી પણ જો આવ્યા છે
તો એ આ આ વસ્તુખરાબ કરી રહ્યા છે એનો આપણો ઓપિનિયન હોય તો ભારતથી ગયેલા લોકો ગુજરાતથી ગયેલા લોકો એના માટે પણ ત્યાના લોકોના ઓપિનિયન હોય જ છે અને કેટલી ખરાબ સ્થિતિ છે કે પાન મસાલા ખાય અને ત્યાં ગલીઓમાં જેમ મરજી પડે એમ થૂકે છે ત્યાં બહુ જ વધારે ફાઈન છે એટલે એવું નથી કે ત્યાની સરકાર કે તંત્ર આના ઉપર ધ્યાન નથી આપતી અને મરજી પડે એવું બધા જ કરે છે ત્યાં પણ બહુ જ વધારે ફાઈન છે થૂકવા પર ફાઈન છે છતાં પણ આ થઈ રહ્યું છે એટલે કાં તો આપણે ત્યાં જતા તા પહેલા આપણે સુધરીને જવું પડશે
અને કા તો આપણે આપણી મેન્ટાલિટી બદલવી જ પડશે કારણ કે આપણે પછીએવું રોતા રહીએ કે આપણે એવું કહેતા રહીએ કે આપણા માટે આવી ધારણાઓ બેઠેલી છે લોકોમાં તો એ ધારણા પાછળના બધા કારણો પણ છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો