Cli

સુરતમાં ગર્ભવતી મહિલાને લૂંટી લૂંટારુ ગર્લફ્રેન્ડ સાથે મનાલી ભાગી ગયો!

Uncategorized

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં માનવતાને શરમાવે એવો ચોંકાવનારો ગુનો સામે આવ્યો છે જેમાં સાત માસની ગર્ભવતી મહિલાની આંખમાં મરચાનો ભૂકો નાખી ઘરમાંથી સોનાના દાગીના જે છે તે લૂટ કરી હતી જે આરોપી જતિનસિંહ ચૌધરીને અંતે પોલીસે ઝડપી લીધો છે. આરોપી જે છે તે ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાની ગર્લફ્રેન્ડ સાથે હિમાચલ પ્રદેશ હિલ સ્ટેશન મનાલી ભાગે ગયો હતો. જ્યાં રંગ રેલીઓ મનાવી રહ્યો હતો. ઘટનાની વિગત મુજબ હજીરા સ્થિત કંપનીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરની પત્ની અને 31 વર્ષીય ગર્ભવતી મહિલા નીલુ ઘરે એકલી પૂજાપાઠ કરી રહેતી

તે સમયે આરોપી બેડ જોવાની બહાને ઘરમાં ઘૂસીગયો હતો અને જો એકલી મહિલાને જોઈ તેના પર તેની આંખમાં મરચાનો ભૂખો નાખી કબાટમાંથી 2.28 લાખના સોનાના દાગીના લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ ઈચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી પલાયાન કરાવ્યું હતું. ગત તારીખ 16 ડિસેમ્બર 2025 ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને માર મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો. આ બનાવની વિગત એવી છે

કે અતરેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગતરેસીિડેન્સીમાં રહેનાર 501 માં રહેનાર જતિનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડીંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની મૂકી નાખી તેમને પાડી દીધેલા હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવર થી ઈજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા ને અને તેમણે ફરિયાદ નોંધાવી હતી

તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણાગાયબ છે આથી ઘરણાના લૂટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર શ્રી કેન ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી ભરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ

એ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતિનસિંહ નતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખા વાળીટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ

જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહધારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનોમેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો. પરંતુ પોલીસે પોતાના સર્વિલન્સ અને ટેકનિકલ સર્વિલન્સ ટીમથી તેને શોધી કાઢ્યું ત્યારબાદ ટ્રાન્સફર વોરન્ટ મેળવી આરોપીને સુરત લાવવામાં આવ્યું હતું. જેમાં ગર્ભવતી મહિલા સાથે થયેલા આ અમાનવીય ગુનાને સમગ્ર વિસ્તારમાં ભાળે રોષ ફેલાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *