સ્ટાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને સારા સમાચાર મળ્યા છે. લાંબા સમયથી ટીમમાં પરત ફરવાનો પ્રયાસ કરી રહેલા ઠાકુરે એક બાળકનું સ્વાગત કર્યું છે. તે એક મોટી ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલ બન્યો છે. શાર્દુલની પત્ની મિતાલી પાર પર આજે એક પુત્રને જન્મ
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હાલમાં 2025-26 વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. આ મોટી ટુર્નામેન્ટ પહેલા શાર્દુલ ઠાકુરે એક પુત્રનું સ્વાગત કર્યું છે. વિજય હજારે ટ્રોફી શરૂ થાય તે પહેલાં ઠાકુર પિતા બન્યો હતો. તેને સોશિયલ મીડિયા પર પોતાના પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા છે.
સ્ટાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકર એક પુત્રના માતા-પિતા બન્યા છે. તેને સોશિયલ મીડિયા પર પોતાના સમાચાર શેર કરતા કહ્યું કે “માતા-પિતાના હૃદયમાં છુપાયેલું, મૌન, વિશ્વાસ અને અનંત પ્રેમથી સુરક્ષિત.
અમારું રહસ્ય આખરે ખુલ્લું પડી ગયું છે. સ્વાગત છે દીકરા, તે સ્વપ્ન જે અમે નવ મહિના સુધી શાંતિથી રાખ્યું હતું.”શાર્દુલ ઠાકુર અને મિતાલીના લગ્ન 27 ફેબ્રુઆરી 2023 ના રોજ થયા હતા. લગ્ન પહેલા તેઓ ડેટ કરતા હતા. રૂપો ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ કરતા જોવા મળે છે. મિતાલીએ શાર્દુલના મુશ્કેલ સમયમા તને સાથ આપ્યો હતો.