19 ડિસેમ્બરે બની શકે કે ભારતના પ્રધાનમંત્રી પણ બદલાઈ જાય તેવા સંસે આશંકા વચ્ચે અમેરિકાની સંસદમાં જેફ્રી એસ્ટીન ફાઈલના 68 ફોટોગ્રાફ જાહેર થઈ ગયા છે. આ તસવીરોમાં એક ચહેરો કોમન છે જેફ્રી એપસ્ટિન પરંતુ તસવીરો સાથે બદલાતા ચહેરામાં વિશ્વના શક્તિશાળી લોકો દેખાઈ રહ્યા છે. આ તસવીરો જાહેર કરતા અમેરિકામાં ડેમોક્રેટસે સ્પષ્ટ કર્યું છે કે આ તસવીરો જાહેર કરવાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિને દોષિત સાબિત કરવાનો નથી
પરંતુ એસ્ટીનના સંપર્કો કેટલા શક્તિશાળી લોકો સુધી હતા એ દુનિયાને બતાવવાનો છે આગળ વધતા પહેલા કહી દવ કે અહેવાલમાં આપણે જાણીશું કોણ હતોજેફરી એબસ્ટીન જેની ફાઈલ શું છે અને કેવી રીતે અમેરિકાનો ધનાઢ માણસ સગીર બાળકીઓના સેક્સ રેકેટનો દોષિત બની ગયો અને દુનિયાના પાવરફુલ લોકો આજે પણ તેની ફાઈલના નામ માત્ર થી ભયભીત થઈ જાય છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન અમેરિકાના ચકચારી કેસ જેફરી એપસ્ટીન ફાઈલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. સેંકડો મહિલાઓ અને સગીર બાળકીઓના દેહ વ્યાપારના આરોપ અને વિશ્વમાં પ્રતિષ્ઠિત લોકો સાથે એપસ્ટીનના સંબંધો કેટલાયને ડરાવી રહ્યા છે.
તેને સમજતા પહેલા સમજી લઈએ કે આ જેફરી એપસ્ટીન હતોકોણ તો અમેરિકાના ન્યુયોર્કનો એક અતિ ધનાઢ ફાયનાન્સર જેની ઉઠક બેઠક અમેરિકા સહિતના મોટા ગજાના નેતાઓ સેલિબ્રિટીઓ ઉદ્યોગપતિઓ સાથે હતી પરંતુ આજ એપસ્ટીન પર નાબાલિક બાળકીઓના યોન શોષણ અને સેક્સ ટ્રાફિકિંગના ગંભીર આરોપ લાગ્યા હતા આ મામલામાં જેલમાં બંધ એપસ્ટીનનું વર્ષ 2019 માં મોત થયું હતું અને તે મોતને ને આત્મહત્યા જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આજ સુધી લોકો વિચારી રહ્યા છે કે ખરેખર એ આત્મહત્યા હતી કે મોટા ગજાના લોકો દ્વારા પોતાનું પાપ છુપાવવા કરાવાયેલું ષડયંત્ર હતું
એ જવાબ તો હજુ સુધી નથી મળ્યો ત્યારે હવે એપસ્ટીસફાઈલની વધુ 68 તસ્વીરો સામે આવી છે જેમાં એપસ્ટીન સાથે માઈક્રોસોફ્ટના કોફાઉન્ડર બિલ ગેટ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફિલ્મ મેકર વુડયલન અને ન્યુયોર્ક ટાઈમ્સના કોલમિસ્ટ ડેવિડ બ્રુક્સ જેવા જાણીતા ચહેરાઓ દેખાઈ રહ્યા છે જો કે અહિયા ખૂબ સ્પષ્ટ રીતે કહેવું જરૂરી છે કે ફોટોમાં સાથે દેખાવવું એટલે ગુનામાં સામેલ હોવાનો પુરાવો નથી અને ખુદ અમેરિકન સરકાર કે વિપક્ષ પણ એ વાતને સ્વીકારે છે ત્યાં સુધી કે ખુદ ડેમોક્રેટ સાંસદોએ પણ આ વાત પર ભાર મૂક્યો છે કે આ તસવીરોનો અર્થ આરોપ સાબિત થયો તેવો હરગીજ નથી થતો
પરંતુ આતસ્વીરોમાં ડેવિડ બ્રુક્સના નામની પણ ભારે ચર્ચા ચાલી રહી છે કહેવાય છે કે આ તસ્વીરો વર્ષ 2011 ના સમયની છે અને તેઓ એક ડિનર પાર્ટીમાં એપસ્ટીનને મળી ગયા હતા પણ તે પ્રથમ અને તેમની આખરી મુલાકાત હતી. છતાં પણ તસ્વીરો પરથી લોકો સમજી શકે છે કે આ એપસ્ટીન કેટલા શક્તિશાળી લોકો સાથે સંપર્ક ધરાવતો હતો અથવા પહોંચી શકતો હતો તે કેમ અને શા માટે આવું થતું હતું એ તો આજે પણ એક કોયડો છે આ તસ્વીરોમાં બીજી સૌથી ચોકનાવનારી બાબત માત્ર પાવરફુલ ચહેરાઓ નથી પરંતુ કેટલાક સંકેતો છે કારણ કે એક ચેટનો સ્ક્રીનશોટ સામે આવ્યો છે જેમાં એક મહિલાવિશે બાયોડેટા શેર કરવામાં આવ્યો અને લખ્યું છે કે દરેક છોકરી માટે 1000 ડોલરની માંગણી છે આ ઉપરાંત એક તસ્વીરમાં બિસ્તર પર લોલિતા નામનું એક પુસ્તક દેખાય છે
આ લોલિતા પુસ્તક પણ એક વિવાદિત નવલ કથા છે જેમાં નાબાલિક છોકરીના યોન શોષણની કહાની છે બીબીસીના રિપોર્ટ મુજબ કેટલીક તસ્વીરોમાં મહિલાના શરીર પર હાથથી લખાયેલા સંદેશા પણ જોવા મળે છે જે લોલિતા નવલ કથામાંથી લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે સવાલ અહીંથી વધુ ગંભીર બને છે શું એફસ્ટીન આ ગંભીર કાંડમાં ખરેખર એકલો સામેલ હતો ઇન્ડિયન એક્સપ્રેસ અને અમેરિકન ન્યાય વિભાગની એક રિપોર્ટ મુજબ એપસ્ટીન વર્ષોસુધી એક આખું રેકેટ ચલાવતો હતો તે નાબાલિક છોકરીઓને ઘરે બોલાવતો તેનું યોન શોષણ કરતો અને આ બધું પાવર અને પૈસાની છત્રછાયા હેઠળ થતું હતું. આ રેકેટમાં તેની સાથીદાર ગિસલેન મેક્સવેલ પણ સામેલ હતી જે હાલમાં અમેરિકાની જેલમાં સજા ભોગવી રહી છે આ કેસની શરૂઆત વર્ષ 2005 માં થઈ હતી જ્યારે ફ્લોરિડામાં એક 14 વર્ષની બાળકીને માતાએ એપસ્ટિન સામે ફરિયાદ નોંધાવી હતી આરોપ હતો કે મસાજના બહાને આ બાળકીને બોલાવીને સેક્સઅલ ફેવર માંગવામાં આવી હતી આ ફરિયાદ સામે આવતા જ ખબર પડી કે આ કેસ કે આ કિસ્સો માત્ર એકલો નથી પરંતુ અનેક નાવાલી છોકરીઓઆ પ્રકારે શોષણનો ભોગ બની હતી.
છતાં વર્ષ 2008 માં એપ્સીિનને માત્ર 13 મહિનાની સજા ફટકારવામાં આવી અને વર્ષ 2009 માં તે જેલમાંથી બહાર આવી પણ ગયો કારણ એક જ કહેવાય છે કે તે અત્યંત પાવરફુલ માણસ હતો. વર્ષ 2017 માં અમેરિકા સહિત દુનિયાભરમાં મી ટુ મુવમેન્ટ શરૂ થયું મહિલાઓએ ખુલ્લે આમ બોલવાનું શરૂ કર્યું ત્યારબાદ એક મહિલાએ દાવો કર્યો કે એફસ્ટીને ત્રણ વર્ષ સુધી તેનું યોન શોષણ કર્યું હતું આ પછી આશરે 80 જેટલી મહિલાઓ એફટીન સામે ફરિયાદ નોંધાવી વર્ષ 2019 માં તેને ફરીથી સે ટ્રાફિકિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી પરંતુ ઓગસ્ટ 2019 માં જેલમાંસ્ટીનનીમોત થઈ ગયું હવે સસ્પેન્સ અહીંથી શરૂ થાય છે કમિટી પાસે એપસ્ટીન સાથે જોડાયેલા લગભગ 95000 તસ્વીરોના પુરાવા અને કાગળિયાઓ છે હાલ દુનિયા સામે માત્ર 68 તસ્વીરો મૂકવામાં આવી છે
અને આજે છે 19 ડિસેમ્બર આ એજી તારીખને લઈ ભારતમાં પણ એક સમયે ચોંકાવનારી વાત કરવામાં આવી હતી કે સ્ટીન ફાઈલ્સને કારણે મોટા રાજકીય ભૂકંપ આવી શકે છે ત્યાં સુધી કે ભારતના પ્રધાનમંત્રી બદલાય તેવી સંભાવના પણ એક દિગ્ગજ નેતા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આજે 19 ડિસેમ્બર આવી ગઈ છે વધુ તસ્વીરો પણ બહાર આવી છે અને ભારતના રાજકારણને કોઈ સદનસીબે હજુ સુધી અસર નથી પહોંચી પરંતુ સવાલ છે કેશું આખું સત્ય ક્યારેય સામે આવશે ખરું કે ફરી એકવાર શક્તિશાળી લોકો વચ્ચે સત્ય દબાઈ જશે આ ફાઈલ્સ કેટલાય દેશો અને કેટલાય વૈશ્વિક પાવર સેન્ટરોને હલાવી શકે છે એ જવાબ હજુ સુધી આવવાનો બાકી છે જો આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર આપને પસંદ છે તો સ્વામાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર