ઇસ્લામાબાદ હાઇ કોર્ટે આદેશ આપ્યો હતો કે ઇમરાન ખાનને અઠવાડિયામાં બે વાર તેમના પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ પાકિસ્તાન તહરીક ઇન્સાફનો આરોપ છે કે આ આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી.આ મુદ્દે ઇમરાન ખાનની બહેનો અને પીટીીઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં રાવલપિંડી નજીક આવેલી અદિયાલા જેલ બહાર એકત્ર થયા હતા. રાત્રિ દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ.
પ્રદર્શનકારો પર વોટર કેનન દ્વારા પાણીની બૌછાર કરવામાં આવી. પીટીીઆઈનો ગંભીર આરોપ છે કે આ પાણીમાં કેમિકલ મિશ્રિત હતું.કાર્યકરો અને હાજર લોકોએ જણાવ્યું કે પાણી પડતાં જ લોકોને ખાંસી આવવા લાગી, આંખોમાં જળન થવા લાગી અને કેટલાકના શરીરમાં સળવળ અને બળતરા અનુભવાઈ. મહિલાઓ, વડીલો અને સામાન્ય નાગરિકો પણ આ કાર્યવાહીથી અસરગ્રસ્ત થયા હોવાનો આરોપ છે.
ઘટનાસ્થળે હાજર કેટલાક પત્રકારોને પણ રિપોર્ટિંગ દરમિયાન ખાંસી થતી જોવા મળી.ઇમરાન ખાનની બહેનો ખુદ જેલ બહાર હાજર રહી અને સરકાર તથા સેનાની સામે ગંભીર આરોપો લગાવ્યા. તેમનું કહેવું છે કે અદાલતના આદેશ છતાં પરિવારને મંગળવાર અને ગુરુવારે મળવાની મંજૂરી આપવામાં આવી નથી અને
વિરોધને દબાવવા માટે જાણબૂઝીને આવી કાર્યવાહી કરવામાં આવી છે.પીટીીઆઈના નેતાઓનો દાવો છે કે પોલીસે વોટર કેનન દ્વારા કેમિકલયુક્ત અથવા ઝેરી પાણીનો ઉપયોગ કર્યો, જે માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આ ઘટનાના કારણે અદિયાલા જેલ બહાર ભારે હંગામો થયો અને પરિસ્થિતિ વધુ ઉગ્ર બની.પીટીીઆઈનું કહેવું છે કે જો અદાલતના આદેશોનું પાલન નહીં થાય તો સરકાર અને સેનાની સામેના વિરોધ પ્રદર્શન આવતા દિવસોમાં વધુ તેજ બની શકે છે.