ગુજરાત કોંગ્રેસના મહિલા નેતા સામે રાજકોટના આટકોટમાં ફરિયાદ નોંધાય છે. કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીર નેતાગીરી કરવા માટે રાજકોટના આટકોટમાં પહોંચ્યા હતા પીડિત પરિવારની મુલાકાત લેવા માટે પણ આ મહિલા નેતાએ પીડિત પરિવારની મુલાકાત કર્યા બાદ એક એવી ભૂલ કરી કે આટકોટ પોલીસે પોતે ફરિયાદી બનીને પ્રગતિ આહિર સામે ગુનો દાખલ કર્યો છે. શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ
રાજકોટ જિલ્લાના આટકોટનજીક આવેલા એક ગામમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી અત્યંત ક્રૂર ઘટના સામે આવી હતી ખેત મજૂરની વાડીમાં રમતી છ વર્ષની માસૂમ બાળકીને નજીકની જાળીમાં ખેંચી જઈને ત્રણ સંતાનના પિતાએ આ નરાધમે બાળકીને પીખી નાખી હતી
એટલું જ નહીં દુષ્કર્મ કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી અને બાળકી દર્દથી કણસી રહી હતી અને આ ઘટના જોઈને નરાધમ છે ત્યાંથી ભાગી જાય છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રામસિંહ તેરસિંહ નામનો જે આરોપી હતો તેની ધરપકડ કરે છે તેમજ 15 ડિસેમ્બર સાંજનાપ વાગ્યા સુધી પોલીસના તેરિમાન્ડ ઉપર છે.
પોલીસના રિમાન્ડ દરમિયાન જ્યારે પોલીસે રામસિંહને ઘટનાસ્થળે લઈ ગયા હતા ત્યારે આરોપીએ પોલીસ પર ધાર્યા જેવા હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક પોલીસ કર્મે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે પોલીસે સ્વબચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી. જો કે 13 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહીર છે તેમની સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભોગ બનનાર બાળકી તેમજ તેમના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી.
પ્રગતિ આહીરનાફેબક પેજ ઉપર બાળકી તેમજ બાળકીના પરિવારજનોની ઓળખ થાય તેમજ તેમનારહેણાક મકાણોની ઓળખ છતી થાય તેવા ફોટો અને વિડીયો છે તે સોશિયલ મીડિયાના જાહેર પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય મેટળિયા દ્વારા પ્રગતિ આહીર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 72 તેમજ પોક્સોની કલમ 23 234 તેમજ ધ જુએનાઈલ જસ્ટિસ એક્ટ 743 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં સંજય મહેટાળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે
કે 13 ડિસેમ્બરના રોજ પ્રગતિ આહિર નામનાફેબુક એકાઉન્ટમાં ભોગ બનનાર બાળકીના પિતા તેમજ તેના પરિવારજનોની ઓળખ છતી થાય તેવા ફોટોવિડીયો તેમજ લેખિત પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી અને પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા મહિલા સુરક્ષિત હોવાના ખોખલા અને પોકડ દાવા વચ્ચે છ વર્ષના નાના ફૂલ જેવી કોમળ દીકરી પીખાઈ રહી છે દીકરી અને તેના એના પરિવારને મળીને કાળજુ કંપી ઉઠે એવા દ્રશ્ય નજરે જોયા છે.
આવા નરા ધર્મોને જાહેરમાં ફાંસીની સજા આપીને દાખલો બેસાડવો જોઈએ કે ફરીથી આવી કોઈ કોમળ ફૂલ જેવી બાળકી છે તે પીખાઈ ના જાય. આ પોસ્ટ પ્રગતિ આહીરે મૂકી હતી જેના આધારે આટકોટ પોલીસે ફરિયાદ દાખલ કરી છે કારણ કે દુષ્કર્મનાકેસમાં પીડિતા પીડિતાના માતાપિતા કે પીડિતાના રહેણાકની આવી વિગતો જેનાથી પીડિતાની ઓળખ થતી થાય તે ગુનો બને છે અને આજ મામલે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિર સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો