આજના સમયમાં અનેક લગ્નની કંકોત્રીઓ વાયરલ થઈ રહી છે, ત્યારે વધુ એક કંકોત્રી વાયરલ થઈ છે. આ કંકોત્રીમાં એવું લખાણ લખવામા આવ્યું છે કે, તમે જાણીને આશ્ચય પામી જશો. આ કંકોત્રી બિહારના ગયાના ગેવાલબીઘામાં રહેતા ભોલા યાદવની પુત્રી આયુષીના લગ્નની છે.
તમને જણાવી દઈએ કે, આ લગ્ન 16 ફેબ્રુઆરી, 2022 ના રોજ થયા હતા. યાદવે આ લગ્નમાં લોકોને આમંત્રણ આપવા માટે આમંત્રણ કાર્ડમાં લગ્નમાં હાજર રહેલા મહેમાનો માટે ચાર સૂચનાઓ પણ આપી છે.
શું તમે ક્યારેય એવા લગ્ન જોયા છે, જેમાં કોઈએ દારૂ પીધો ન હોય કે આનંદમાં ગોળીબાર ન થયો હોય કે બધા લોકોએ માસ્ક પહેર્યા હોય અને લગ્ન એકદમ દહેજ મુક્ત હોય? આવા અનોખા લગ્ન બિહારના ગયામાં 16 ફેબ્રુઆરીએ યોજાયા હતા. આ પરિવારે મહેમાનોને મોકલવામાં આવેલ આમંત્રણ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, “પીવા પર સખત પ્રતિબંધ છે.”
શસ્ત્રો લાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પરિવારે લગ્નની કંકોત્રીમાં ચાર શરતો લખી હતી, જેમાં લખ્યું હતું કે, આમાંની પહેલી શરત એ હતી એ છે કે દારૂ પીધા પછી આવવાની સખત મનાઈ છે. બીજી સલાહ એ છે કે માસ્ક પહેરીને જ પંડાલની અંદર આવો. ત્રીજી સલાહ છે – શસ્ત્રો લાવવાની મનાઈ છે. ચોથું છે – દહેજ મુક્ત લગ્નમાં દરેકનું સ્વાગત છે.
જેને પણ આ આમંત્રણ પત્ર મળે છે તે તેની ચર્ચા કરવા લાગે છે. યુવા જનતા દળના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને હાલમાં સામાજિક કાર્યકર તરીકે આ વિસ્તારમાં સક્રિય, ભોલા યાદવે કહ્યું, “અમારું ઘર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવે છે. અહીં લોકો ઘણીવાર નશામાં ધૂત પડીને પડતા જોવા મળ્યા છે. દારૂના કારણે અનેક લોકોના પરિવાર બરબાદ થઈ ગયા.
બિહારમાં સરકારે દારૂબંધી લાગુ કરી છે, પરંતુ તેનું સંપૂર્ણ પાલન ત્યારે જ થઈ શકશે જ્યારે લોકો પોતે જાગૃત હશે. અમે આ દિશામાં એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. આયુષી તેની પ્રથમ પુત્રી છે, તે તેના લગ્નને આ દુષ્ટતાથી દૂર રાખવા માંગે છે.