આજે સવારે અંદાજે 8:30 વાગ્યે દાંતા તાલુકાના અંબાજી પાળલિયા ગામમાં સર્વે નંબર 9ની ફોરેસ્ટ જમીન પર નર્સરી અને પ્લાન્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગની ટીમો સ્થળ પર હાજર હતી
અને સુરક્ષાના યોગ્ય બંદોબસ્ત સાથે કામ ચાલી રહ્યું હતું.દોપહેરે અંદાજે 2:30 થી 3:00 વાગ્યાની વચ્ચે અંદાજિત 500થી વધુ લોકો ટોળાંમાં ત્યાં પહોંચી ગયા અને સરકારી ટીમો પર હુમલો કર્યો. આ હુમલામાં પથ્થરો, ગોફણ, તીર-કામઠા જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હુમલો પૂર્વ આયોજનબદ્ધ અને સંકલિત લાગતો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.આ ઘટનામાં કુલ 47 જેટલા પોલીસ, રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમાંના 11 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા છે,
જ્યારે બાકીના ઇજાગ્રસ્તો અંબાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની તબીબી સ્થિતિ હાલમાં સ્થિર હોવાનું જણાવાયું છે.પોલીસ દ્વારા આ મામલે એફઆઈઆર નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.