Cli

પૂર દુર્ઘટનામાં ‘મૃત’ જાહેર થયેલી વ્યક્તિ વર્ષો પછી ‘જીવતી’ કેવી રીતે મળી ?

Uncategorized

આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે સત્ય કલ્પના કરતાં પણ વધુ હેરાન કરનારું હોય છે. પરંતુ જ્યાં સુધી તમે તેનો અનુભવ નથી કરતાં, ત્યાં સુધી તે એક કહેવત જેવું જ લાગે છે.શિવમ અને તેમના પરિવાર સાથે જે બન્યું એ તેના કરતાં પણ ઘણો અનોખો આ કિસ્સો છે.

આ પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જેનું ‘શ્રાદ્ધ’ તેમણે પોતાના હાથે કર્યું હતું, એ વ્યક્તિ કેટલાંક વર્ષો પછી પાછી ફરશે.પુણેના ક્ષેત્રીય માનસિક ચિકિત્સાલયના કર્મચારીઓ અને પોલીસકર્મીઓના સહયોગથી કંઈક આવું જ થયું છે.વર્ષ 2013માં કેદારનાથમાં આવેલા પૂરમાં એક વ્યક્તિના પાણીમાં વહી જવા અંગેના સમાચાર આવ્યા હતા અને તે વ્યક્તિને ‘મૃત’ જાહેર કરી દેવામાં આવી હતી. તેમના પરિવારે તેમના ‘પ્રતીકાત્મક અંતિમસંસ્કાર’ કર્યા અને ‘શ્રાદ્ધ’ પણ કર્યું હતું. પરંતુ હવે મૃત જાહેર કરાયેલી આ વ્યક્તિ મહારાષ્ટ્રમાંથી ‘જીવિત’ મળી આવી છે.

વર્ષ 2021માં છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વૈજપુર તાલુકામાં એક મંદિરમાં ચોરી કરી રહેલા કેટલાક લોકો પકડાઈ ગયા હતા. ચોરોએ ગામલોકોને કહ્યું કે મંદિરમાં ચોરી અહીં રહેતી વ્યક્તિએ જ કરી છે.આ મંદિરમાં એક આધેડ ઉંમરની વ્યક્તિ રહેતી હતી. તેમને ચોરીના આરોપમાં પકડવામાં આવ્યા હતા.

શિવમ તેના પરિવાર કે જૂની યાદો વિશે વધુ બોલી શકતા નથી એ સમજીને રોહિણીએ શિવમને તેની શાળા વિશે પૂછ્યું.જ્યારે શાળાનો વિષય આવ્યો, ત્યારે તેમણે રૂરકીની એક શાળાનો ઉલ્લેખ કર્યો. (શિવમની ઓળખ બચાવવા માટે શાળાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.)રોહિણીએ બીબીસીને કહ્યું, “જ્યારે મેં શાળાનું નામ સાંભળ્યું, ત્યારે મને શરૂઆતમાં ખબર પણ નહોતી કે તે કયા શહેરમાં છે.

પરંતુ પછી વાતચીતમાં હરિદ્વારનો ઉલ્લેખ થયો અને મેં ગુગલ પર શોધવાનું શરૂ કર્યું કે શું હરિદ્વાર અને તેની આસપાસ આ નામની કોઈ શાળા છે.”રોહિણી કહે છે, “મને શિવમે આપેલા નામવાળી એક શાળા મળી. મેં શિવમને શાળાનો ફોટો બતાવ્યો અને તેણે તરત જ તેને ઓળખી લીધો. તેની આંખો ચમકી ગઈ.”ત્યારબાદ રોહિણીએ રૂરકી અને હરિદ્વાર પોલીસનો સંપર્ક કર્યો.

જ્યારે ઉત્તરાખંડ પોલીસે તપાસ કરી, ત્યારે તેમને સમાન વિગતો ધરાવતા એક માણસનો રેકૉર્ડ મળ્યો.પરંતુ પોલીસ રેકૉર્ડમાં નોંધાયેલું હતું કે તેઓ (શિવમ) 2013 માં કેદારનાથમાં આવેલા પૂરમાં વહી ગયા હતા.રોહિણી જણાવે છે કે, “પોલીસે પહેલા શિવમના પરિવારનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું કોઈ ગુમ છે. ત્યારબાદ પરિવારે તેમને કહ્યું કે તેમનો ભાઈ કેદારનાથ પૂરમાં વહી ગયો છે. જ્યારે તેનો મૃતદેહ મળ્યો નહીં, ત્યારે તેમણે ‘પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર’ કર્યા. જ્યારે પોલીસે તેને શિવમનો ફોટો બતાવ્યો, ત્યારે ભાઈએ શિવમને ઓળખી લીધો.”

રોહિણી ભોંસલેએ કહ્યું કે શિવમના ભાઈ સરકારી નોકરીમાં છે અને તેમણે આ ઘટના અંગે મીડિયા સમક્ષ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.રોહિણીએ કહ્યું કે પરિવાર હાલમાં ખુશ છે, પરંતુ તેમણે વિનંતી પણ કરી છે કે તેમની ગોપનીયતાનો આદર કરવામાં આવે. તેથી બીબીસીએ તેમના પરિવાર પાસેથી કોઈ પ્રતિક્રિયા માગી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *