આંગણવાડી અને આશા વર્કર બહેનો લાંબા સમયથી તેમની પડતર માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષના નેતાઓએ પણ તેમનો અવાજ ઉઠાવ્યો પણ આ અવાજ સરકાર સુધી પહોંચ્યો નહીં. આખરે આ મામલો હાઈકોર્ટમાં પહોંચે છે કોર્ટ સુકાદો આપે છે છતા લઘુત્તમ વેતન નથી મળી રહ્યું
અને હવે ફરી એકવાર આશાવર્કર અને આંગણવાડીની બહેનોએ આ આંદોલન શરૂ કર્યું છે. શું છે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર ઉતર્યા હતા
નામદાર હાઈકોર્ટના ના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં ન આવતું હોવાનું આંગણવાડી અને આશાવર્કર બહેનોએ કહ્યું હતું અને આ મામલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા લાંબા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આ સાવરકર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
તેમજ હજુ પણ જો સરકાર માંગણીઓનેનહીં સ્વીકારે તો આ બહેનો છે સરકારની ખુરશી હલાવી દેશે તેવી ચીમકી પણ ઉચારી છે. રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો અમદાવાદ આવ્યા હતા અને બે દિવસના પ્રતીક ઉપવાસ કરવાની મંજૂરી માંગી હતી પરંતુ માત્ર એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસવાની મંજૂરી મળી હતી જેથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો છે તેમણે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા
અને એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેસીને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારમાં આવે તે પ્રકારની ની માંગ કરવામાં આવી હતી.પહેલા તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે આશા વર્કર બહેનો અને આંગણવાડીના બહેનો તેમને સાંભળીએ અમારી મુખ્ય માંગણી તો 18 જેટલી છે પણ હાલ જોવા જઈએ ને તો જે બહેનો ગળે આવી ગયેલી છે
એ પ્રશ્ન અમારો છે એક તો મોબાઈલનો કે સરકાર બધુ ડિજિટલ કામગીરી ઓનલાઇન મોબાઈલથી કરાવવામાં આવે છે. બાળકોથી કેન્દ્રથી માંડીને બાળકોના વજન ઊંચાઈ નાખો બાળકોના પોષણ આહાર નાખો બાળકોના ફોટા નાખો પ્રવૃત્તિના ફોટા નાખો મંગળદિનના ફોટા નાખો સેશનના ફોટા નાખો આ તમામ ફોટા પ્રવૃત્તિઓ ઓનલાઇનમાં જાય છે. સરકારે મોબાઈલ આપ્યા નથી 2019 માં મોબાઈલ આપેલા એઅત્યારે બગડેલી હાલતમાં પડેલા છે.
બહેનો અત્યારે પોતાના પર્સનલ મોબાઈલથી કામગીરી કરે છે અને એમાં પણ આટલી બધી એપ્લિકેશનો સરકારે લાવીને મૂકેલી છે એટલે બહેનોનાથી એ કામગીરી એટલી બધી પૂરી જ નથી થઈ શકતી. મોબાઈલો પણ હેંગ થઈ ગયા છે સરકાર પાસે ગ્રાન્ટ આવીને પડેલી છે આજે 2023 માં ગ્રાન્ટ 22 માં ગ્રાન્ટ આવેલી અહીયા અત્યારે સરકાર પાસે છે
પણ તેમ છતા સરકારને મોબાઈલ ખરીદી આપવાનો ટાઈમ નથી મળતો બેનોને એટલે મહેરબાની કરીને સરકાર પહેલા તો મોબાઈલ આપે તો બેનો વ્યવસ્થિત કામ કરે બીજી અમારી માંગણી છે કે ગુજરાત હાઈકોર્ટે જે હુકમ કર્યો છે 24800 વર્કરને અને 20300હેલ્પરને જે વેતન ચૂકવણું કરવું જોઈએ એનો અમલ સરકાર કરતી જ નથી અને કયા કારણથી નથી કરતી એ તો સરકારને જ ખબર હોવી જોઈએ પણ અમારી માંગણી છે
કે જે બેનો કામગીરી કરે છે આજે તમે જે સરકારી કર્મચારી જે કામ નહીં કરતો હોય એ તમામ કામગીરી આંગણવાડી વર્કર બેનો કરે છે. આ બાળકોના પોષણથી માંડીને આરોગ્યથી માંડીને લાભાર્થીના આરોગ્યની ચિંતા કરતી હોય તો આંગણવાડી વર્કર હેલ્પર છે. બીજી બાજુ જે બેરોની કામગીરી છે રાષ્ટ્રીય કામગીરી એ પણ આંગણવાડી વર્કર હેલ્પરો કરે છે.
બીજી બાજુ જે સરકારના જે કઈ મેળા હોય ગરીબ કલ્યાણ મેળા હોય કૃષિ મેળા હોય કે ગમે તેપ્રોગ્રામ હોય તેની અંદર પણ આ બહેનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો અમારી માંગણી છે કે તમે આટલો બધો ઉપયોગ બહેનોનો કરો છો. બહેનો થકી જ તમારી સરકાર ચાલતી હોય એવું જ લાગે છે તમામ અધિકારીઓ બહેનોની કામગીરીના કારણે વાહવાહ લેતી હોય છે
અને જ્યારે બહેનોને આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે સરકાર પીછે હટ કરે છે આજે અમે આવેદન પત્રો આપીને થાક્યા છીએ ત્યારે અમારે રોડ ઉપર આવવું પડ્યું છે એટલે આજે મહિલા સશક્તિકરણના નારા લગાવતી સરકાર છે એમને અમે બતાવવા માંગીએ છીએ કે મહિલાઓનું સશક્તિકરણ નહી પણ શોષણ થઈ રહ્યું છે અને એટલા માટે બેનો રોડ ઉપર આવે છે એટલે આજેબહેનો આજે રોડ ઉપર આવી છે એ આવતી થી કાલે ગાંધીનગરમાં તમારી કચેરી સામે પણ આવી શકે છે આગામી ચૂંટણી પણ આવે છે એટલે સરકારને અમે કહેવા માંગીએ છીએ તમારા અમારા જે પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે ઉકેલે સરકાર એટલી બધી મગરૂમ સરકાર છે
કે આ બહેનોના આટલા આવેદન પત્રો આપ્યા આટલા પ્રોગ્રામો કર્યા છે ગયા નવેમ્બર મહિનામાંનવ તારીખે અમે અમદાવાદની અંદર પરમિશન નહોતી આપવામાં આવી તેમ છતાં પણ 20,000 બહેનો અહિયા ભેગી થઈ તી અને ધરણા કર્યા હતા આખા દિવસના તેમ છતાં પણ મુખ્યમંત્રી અમારી સાથે બેઠક કરવા પણ તૈયાર નથી. મહિલા બાળ વિકાસ મંત્રી પણબેઠક કરવા માટે તૈયાર નથી એટલે સરકારનો ઈરાદો શું છે સરકાર જાણે પણ અમે જે બહેનો કંટાળી ગઈ છે એ હવે ગળે આવી ગયલી છે અને હવે અપઘાત કરવાની કોશિશ કરી રહેલી છે ત્યાં સુધીની હદ આવી ગઈ છે. એટલે સરકાર અમારું નિરાકરણ લાવે અમારા પ્રશ્નો ઉકેલે અને જે હાઈકોર્ટે હુકમ કર્યો છે
એનો વહેલામાં વહેલી તકે છ મહિનાની મુદત આપેલી છે છ મહિના પૂરા થવા આવ્યા છે એટલે સરકાર એનો વહેલામાં વહેલી તકે એનો અમલ કરે. આવતી કાલે ગાંધીનગર જવાની વાત છે તો ત્યાં કોઈ આક્રમક તમે કોઈ કાર્યક્રમ આપવાના હોય સચિવાલય સુધી પહોંચવાનો કોઈ પ્રયાસ હોયઅત્યારે તો એવો અમારો કોઈ ઇરાદો નથી કારણ કે અમે બે દિવસનો આ પ્રોગ્રામ નક્કી કરેલો હતો પણ અમને પરમિશન જ આપવામાં ના આવી આજે અમદાવાદની અંદર અહીંયા બે ચાર કલાકના ધરણા કરવાની અમને પરમિશન આપવામાં આવી સરકાર એમ કહે છે કે બહેનોને ચુલા મૂકેને આંખો ના દુખે એટલા માટે ગેસ આપવામાં આવે છે.
બહેનોની ચિંતા કરે છે તો આ બહેનો નથી આ શુભ ભાઈઓ છે આ જ બહેનો આજે તડકામાં અહિયા બેસી રહી છે મંડપ બાંધવાની પણ છૂટ આપવામાં નથી આવી એવી જ રીતે આવતી કાલે આટલી બધી રિક્વેસ્ટ કરી છે ત્યારે આવતી કાલે ગાંધીનગરમાં પણ એ જ પોઝીશન છે કે બેસવામાટે ધરણા માટેની પરમિશન આપવામાં આવી છે એ પણ મંડપ સિવાયની એટલે બહેનો ખુલ્લામાં તડકામાં બેસવાની છે પણ કાલનો દિવસ અમે આ રીતે પ્રોગ્રામ કરી લેશું પણ આગામી સમયમાં અમે સરકારને બતાવી દેશું કે હવે આ બહેનો એટલી બધી કંટાયલી છે અને પરમિશન તો આપવામાં આવતી જ નથી તો હવે અમે પરમિશનની રાહ જોવામા જોવાના જ નથી અમે અમારા જે પ્રોગ્રામો છે અમે હવે કરે જ રાખીશું જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાયને ત્યાં સુધી અમે આ રીતે લડતા જ રહેવાના છીએ આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળકદીઠ શાકભાજીના 10 પૈસાઅને તુવેર દાળના 60 પૈસા ફ્રુટના બાળક દીઠ ત રૂપિયા આપવામાં આવે છે
હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકાય તેમજ આશા વર્કર બહેનોને અને આંગણવાડી વર્કર બહેનોને ઓનલાઇન કામગીરી સોંપવામાં આવી છે અને દરેક કામગીરી ઓનલાઇન કરવાની હોવાથી મોબાઈલ આપવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી રહ્યા છે અને મોબાઈલ આપવામાં ન આવતા ડિજિટલ કામગીરી કરવામાં બહેનોને તકલીફ પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જેથી વહેલી તકે ડિજિટલ કામગીરી કરવા માટે બહેનોને મોબાઈલ આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી હતી આમ ફરી એકવાર આશાવર્કરઅને આંગણવાડીની જે બહેનો છે તેમણે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાની માંગણીઓ છે તે સરકાર સમક્ષ મૂકી રહ્યા છે આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત]