ક્રિકેટર વોશિંગ્ટન સુંદર પોતાની ઓલરાઉન્ડર પ્રતિભાથી ફેન્સનું દિલ જીતતા રહે છે. હવે તેઓ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. દુબઈના એક કેફેમાં વોશિંગ્ટન સુંદર એક મિસ્ટ્રી ગર્લફ્રેન્ડ સાથે કૉફી પીતા જોવા મળ્યા છે અને તેમનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ વચ્ચે ચર્ચા છે કે આખરે આ યુવતી છે કોણ?
શું બંને ફક્ત મિત્રો છે કે પછી કંઈક વધારે? ચાલો, જાણીએ વિગતવાર.આ વાયરલ વિડિયો માર્ચ 2025નો છે, જે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારત–ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલથી થોડા દિવસો પહેલા દુબઈના એક પોશ કેફેનો છે. અહીં વોશિંગ્ટન સુંદર અને સાહિબા બાલી સાથે જોવા મળ્યા હતા. એક ફેને બંનેને કેમેરામાં કેદ કર્યા હતા, જેમાં બંને હસતા-બોલતા કૉફીનો આનંદ લઈ રહ્યા હતા.
વોશિંગ્ટન કેઝ્યુઅલ ટી-શર્ટમાં હતા અને સાહિબા સ્ટાઇલિશ ટોપમાં દેખાઈ હતી.રિપોર્ટ્સ મુજબ વોશિંગ્ટન સુંદર હંમેશાં પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ પ્રાઈવેટ રાખે છે. તેથી જ આ વિડિયો વાયરલ થયા બાદ પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.હવે થોડું જાણીએ સાહિબા બાલી વિશે —સાહિબા બાલી એક મલ્ટીટેલેન્ટેડ આર્ટિસ્ટ છે:
એક્ટ્રેસ, હોસ્ટ, ડિજિટલ ક્રિએટર અને માર્કેટિંગ પ્રોફેશનલ.5 ડિસેમ્બર 1994ના રોજ કાશ્મીરી પરિવારમાં જન્મેલી સાહિબા શરૂઆતથી જ અભ્યાસ અને ક્રિએટિવિટી બંનેમાં રસ ધરાવતી હતી. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સનો અભ્યાસ કરતી વખતે તેઓ થિયેટર અને સ્ટ્રીટ પ્લે સાથે જોડાઈ. ત્યારબાદ બિઝનેસ સ્કૂલમાં માર્કેટિં, જેને કારણે તેમના કરિયરને સર્જનાત્મક કોર્પોરેટ દિશા મળી.તેમને કેમેરા સામે અભિનય કરવાનો શોખ હતો,
તેથી ફરીથી તે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ. તેઓ ફિલ્મો અને OTTમાં નज़र આવી ચૂક્યા છે. સાથે જ તેઓ અનેક બ્રાન્ડ અને સ્ટાર્ટઅપ્સ માટે કન્ટેન્ટ સ્ટ્રેટેજીનું કામ પણ કરે છે.2024માં IPL બ્રોડકાસ્ટ ટીમ સાથે જોડાયા પછી તેમની લોકપ્રિયતા વધુ વધી. લાઈવ કવરેજ, ખેલાડીઓ સાથેના ખાસ ઇન્ટરવ્યૂ અને ડિજિટલ કન્ટેન્ટમાં તેમની મજબૂત હાજરીએ તેમને ક્રિકેટપ્રેમી દર્શકોમાં ખૂબ લોકપ્રિય બનાવ્યા.હાલ તો બંને રિલેશનશિપમાં છે તે બાબત કોઈએ કન્ફર્મ કરી નથી. પરંતુ ચર્ચા ગરમ છે.આજ માટે બસ એટલું જ. આવી વધુ રસપ્રદ સ્ટોરીઝ માટે જોડાયેલા રહો. નજીકના સમયમાં ફરી મળશે.