હાલમાં ડૉક્ટર ગણેશ બરૈયા ખૂબ ચર્ચામાં છે. ડૉક્ટર ગણેશ એક મેડિકલ ઓફિસર છે, જેઓની ઉંચાઈ માત્ર 3 ફૂટ છે, જે દુનિયામાં સૌથી ઓછી ગણવામાં આવે છે. હવે તેમણે દુનિયાનાં સૌથી ઓછી ઉંમરના ડૉક્ટર તરીકે પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના ભાવનગરના રહેવાસી ડૉ. ગણેશ બરૈયાની ઉંમર 25 વર્ષ છે
અને તેમનું વજન માત્ર 20 કિલો છે.ઉંચાઈ ઓછી હોવાને કારણે તેમને મેડિકલ કોર્સમાં પ્રવેશ લેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને આ માટે તેમણે કાયદેસરની લડત પણ લડી હતી. સામાન્ય રીતે લોકો ઓછી હાઇટને કારણે પરેશાન રહેતા હોય છે.
આવા સમયે લોકોના મનમાં સવાલ ઉદ્ભવે છે કે હાઇટ ઓછી રહેવાના કારણો શું હોઈ શકે?એક્સપર્ટ્સ જણાવે છે કે હાઇટ ઓછી રહેવાની સમસ્યા મુખ્યત્વે ડ્વાર્ફિઝમ નામના ડીએનએ સંબંધિત રોગના કારણે થાય છે. ડીએનએમાં આવેલા ફેરફારો અથવા મુશ્કેલીઓના કારણે હાડકાંની વૃદ્ધિ પ્રભાવિત થાય છે, જેના કારણે વ્યક્તિની ઉંચાઈ નથી વધી શકતી. માતા–પિતાના જીન્સમાં આવેલા બદલાવ પણ બાળકોની વૃદ્ધિને અસર કરે છે,
જેના કારણે બાળકોની ઉંચાઈ એક સમયે જઈને અટકી જાય છે.તે સિવાય હાઇટ ન વધવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે:1. હોર્મોનની કમી:જો બાળપણથી શરીરમાં થાઈરોઈડ જેવા હોર્મોનની કમી હોય તો હાઇટ વધવાનું બંધ થઈ જાય છે.2. હાડકાંની સમસ્યાઓ:હાડકાંની વૃદ્ધિ ન થવી અથવા હાડકાં સંબંધિત રોગો હોવાનું પણ હાઇટ વધવામાં અવરોધ સર્જે છે.
3. પોષણની કમી:બાળકોના શરીરમાં પોષક તત્ત્વોની કમી હોવાથી પણ હાઇટ ન વધવાની સમસ્યા જોવા મળે છે. યોગ્ય આહાર દ્વારા કંઈક હદ સુધી આ સુધારી શકાય છે.તો મિત્રો, ડ્વાર્ફિઝમ એક જીનેટિક ડિસઓર્ડર છે, જેમાં હાડકાંની લંબાઈ મર્યાદિત હોવાથી વ્યક્તિની ઉંચાઈ વધતી નથી. હાઇટ ન વધવાનો આ મુખ્ય કારણોમાંનો એક છે.ફિલ્હાલ આ વીડિયોમાં એટલું જ. તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂરથી લખજો.