Cli

અભિતાભ બચ્ચન સાથેના લગ્ન વિશે જયા બચ્ચનનો મોટો ખુલાસો

Uncategorized

બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયાબચ્ચનના લગ્નને 52 વર્ષ થઈ ગયા છે. આજે પણ આ કપલની બોન્ડિંગ અને રિલેશન લોકો માટે એક મિસાલ છે. બંને પોતાનું પર્સનલ જીવન ગ્લેમર અને પબ્લિકની નજરોથી દૂર જ રાખવાનું પસંદ કરે છે.

તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા V A Women Event દરમિયાન

જયાબચ્ચને એક પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો. અહીં તેમણે પહેલીવાર અમિતાભ બચ્ચన్ સાથેના પોતાના સંબંધને લઈને ખુલ્લેઆમ વાત કરી.બાતચીત દરમ્યાન જયાએ કહ્યું કે અમિતાભ બચ્ચનની અનુશાસિત જીવનશૈલી તેમને સૌથી વધુ ગમે છે. તેઓ પોતે પણ અનુશાસનને ખુબ મહત્વ આપે છે

અને ખૂબ જ સ્ટ્રિક્ટ માતા છે.અમિતાભ વિશે વાત કરતાં જયાએ કહ્યું કે,“તે બોલતા નથી, મારી જેવી પોતાની રાય ખુલ્લે મૂકતા નથી. પોતાની વાત હૃદયમાં જ રાખે છે. પરંતુ ક્યારે અને કેવી રીતે પોતાની વાત કહેવી તે તેમને સારી રીતે ખબર છે, અને એ મને ખાસ આવડતું નથી. કદાચ એ જ ફરક છે.”આગળ તેઓએ જણાવ્યું કે બંનેની પર્સનાલિટી એકબીજા કરતા ખુબ જ જુદી છે અને કદાચ એ જ કારણસર તેમણે અમિતાભ સાથે લગ્ન કર્યા.જયાએ હસતાં કહ્યું કે,

“શું તમે કલ્પના કરી શકો કે જો મેં મારા જેવી પર્સનાલિટી ધરાવતા માણસ સાથે લગ્ન કર્યા હોત તો? તે વૃંદાવનમાં હોત અને હું ક્યાંક બીજા સ્થળે!”જ્યારે જયાબચ્ચનને પૂછવામાં આવ્યું કે શાદી વિશે અમિતાભની પણ એ જ વિચારધારા છે? તો તેમણે મજાકમાં જવાબ આપ્યો:“મેં તેમને પૂછ્યું નથી.

કદાચ તેઓ કહે કે એ તેમની જીવનની સૌથી મોટી ભૂલ હતી… પરંતુ હું એ સાંભળવા ઈચ્છતી નથી.”જયાએ સ્વીકાર્યું કે આજે ભલે બંનેના વિચારો અલગ હોય, પણ અમિતાભને તેમણે પહેલી નજરમાં જ પ્રેમ કર્યો હતો.પહેલી નજરના પ્રેમ વિશે પૂછાતા તેઓ સ્મિત કરતાં કહે છે કે,“એ એક અત્યંત ખાસ અને વર્ણન ન કરી શકાય એવો અનુભવ હતો.”હાલ આ મામલે તમારું શું કહેવું છે?નીચે કોમેન્ટમાં તમારી રાય જરૂરથી લખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *