આજે થશે ધર્મેન્દ્રની શોક સભા. ગમ નહીં પરંતુ ધર્મેન્દ્રની યાદમાં પરિવાર ઉજવણી કરશે. સની–બોબીએ મીડિયા કેમેરા પર લગાવ્યો પ્રતિબંધ. સોતેલી માતા હેમા અને બહેન ઇશા–અહાનાના આગમન પર સસ્પેન્સ યથાવત.દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનને આજે ત્રણ દિવસ થઈ ગયા છે. તેઓ પોતાના પાછળ જે ખાલીપણું છોડી ગયા છે તે પૂરી પાડવું ખૂબ મુશ્કેલ છે.
દેઓલ પરિવારના સભ્યો આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ વચ્ચે માહિતી મળી છે કે આજે દેવોલ પરિવારે ધર્મેન્દ્રની યાદમાં એક શોક સભાનું આયોજન કર્યું છે. જ્યાં તેમના અવસાનનો શોક નહીં પણ 89 વર્ષના સુંદર જીવનનો જશ્ન મનાવવામાં આવશે.ધર્મેન્દ્રની પ્રેયર મીટનું એક આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેના દ્વારા આ કાર્યક્રમની મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.
સામાન્ય રીતે આવા કાર્યક્રમને પ્રાર્થના સભા કહેવામાં આવે છે, પરંતુ દેઓલ પરિવારે આ ઇવેન્ટને હૃદયસ્પર્શી શીર્ષક આપ્યું છે. કાર્ડ ઉપર “સેલિબ્રેશન ઓફ લાઇફ” એટલે કે “જીવનનો ઉત્સવ” લખેલું છે, જેમાંથી સ્પષ્ટ થાય છે કે ધર્મેન્દ્રના પરિવારજનો તેમને દુઃખથી નહીં પરંતુ એક ઉજવણીની રીતે યાદ કરવા માંગે છે. જેમાં તેમણે પોતાના તમામ નજીકના લોકો અને ધર્મેન્દ્રજીના ચાહકોને આમંત્રિત કર્યા છે.જણાવી દઈએ કે શોક સભા મુંબઈના ફાઇવ સ્ટાર હોટેલ તાજ લૅન્ડ્સ એન્ડમાં રાખવામાં આવી છે.
શોક સભાની શરૂઆત સાંજે 5 વાગ્યાથી થશે અને લગભગ 7:30 વાગ્યા સુધી ચાલશે. માનવામાં આવે છે કે બોલીવુડના ઘણા સ્ટાર્સ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા અહીં પહોંચશે.પરંતુ આ ભાવુક ક્ષણે પરિવરની પ્રાઇવસી જાળવવા સનીએ કડક નિર્ણય લીધો છે. માહિતી અનુસાર સની અને બોબીએ મીડિયા અને કેમેરા પર કડક પ્રતિબંધ લગાવ્યો છે. શોકસભામાં મીડિયા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આવતા તમામ મહેમાનોના ફોન-કેમેરા પર પણ ટેપ લગાવવામાં આવશે. સનીની ટીમ તરફથી જણાવાયું છે કે આ કોઈ મીડિયા ઇવેન્ટ નથી. તમે માત્ર એક માનવી તરીકે, ધર્મજીના ફેન તરીકે અને પરિવારના સ્વજન તરીકે તેમની પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવા આવી શકો છો.
સવાલ એ પણ છે કે સની અને બોબી દ્વારા આયોજિત આ પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની અને તેમની પુત્રીઓ ઇશા–અહાના હાજર રહેશે કે નહીં? શું હેમા અને તેમની દીકરીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે? ખાસ વાત એ છે કે જો હેમા માલિની ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં આવે છે તો 46 વર્ષમાં પહેલી વાર હેમાનો ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌર સાથે આમને સામને થશે.
પતિના અવસાન પછી ત્રણ દિવસમાં હેમાએ તેમની યાદમાં એક ભાવુક પોસ્ટ લખી છે જેમાં તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું અવસાન 24 નવેમ્બરની સવારે 89 વર્ષની ઉંમરે થયું હતું. ધર્મેન્દ્રએ પોતાની ઇચ્છા મુજબ ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા.