Cli

ધર્મેન્દ્રના નિધન બાદ દેઓલ પરિવાર પર રાખી સાવંતનો ગુસ્સો ફાટી નીકળ્યો !

Uncategorized

ધર્મેન્દ્રનું નિધન બે દિવસ પહેલા થયેલું હતું.ફેન્સને તેમની છેલ્લી ઝલક કેમ ન જોવા દીધી?બર્થડે સેલિબ્રેશન દરમ્યાન ફાટ્યો રાખી સાંવંતનો ગુસ્સો.ગુપ્ત રીતે કરવામાં આવેલા અંતિમ સંસ્કાર પર કરી મોટી વાત.દેઓલ પરિવારને સાંભળાવી ખરા શબ્દોમાં ટીકા.24 નવેમ્બર 2025ના રોજ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું અને 25 નવેમ્બરે રાખી સાંવંતનો જન્મદિવસ હતો. પાર્ટીનું વેન્યૂ પહેલાથી બુક હતું,

મહેમાનોની લીસ્ટ તૈયાર હતી અને લાખો રૂપિયાનું ખર્ચ થઈ ચૂક્યું હતું. પરંતુ ધર્મેન્દ્રના નિધનની ખબર સાંભળતા જ રાખીએ બધું કેન્સિલ કરી દીધું અને અંતિમ સંસ્કાર અંગે માહિતીની રાહ જોતી રહી જેથી તે ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા જઈ શકે. પરંતુ ન તો કોઈ માહિતી આવી અને ન જ તેમને અંતિમ દર્શન મળ્યા. જેના કારણે રાખી સાંવંતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.25ની જગ્યાએ રાખીએ એક દિવસ પછી એટલે કે 26 નવેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવ્યો. પાર્ટીમાં મિત્રો, સાથી કલાકારો ઉપરાંત મીડિયાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

“ધરમ જી કા દેખંત ૨-૩ દિન ફેલે હો ગયા થા. વો મેરે સપને મેં આયા થે.” આ શબ્દો વિવાદાસ્પદ રાણી રાખી સાવંતના છે,

મીડિય ઇન્ટરૅક્શન દરમિયાન રાખીએ દેઓલ પરિવાર પર ઘણી ટીકા કરી. આ સેલિબ્રેશનના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે, ખાસ કરીને ધર્મેન્દ્રના નિધન અંગે આપેલું તેમનું નિવેદન.જ્યારે પૅપ્સે તેમને ધર્મેન્દ્રજી વિશે પૂછ્યું, ત્યારે તેઓ અચાનક ગુસ્સે થઈ ગઈ અને એમણે કંઈક એવું કહી દીધું કે સાંભળીને દરેક હેરાન થઈ ગયો. રાખીનું કહેવું હતું કે ધર્મેન્દ્રનું નિધન બે દિવસ પહેલા એટલે કે 22 નવેમ્બરે જ થઈ ગયું હતું, પરંતુ પરિવારએ તે વાત બધાથી છુપાવી રાખી અને 24 નવેમ્બે ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરી દીધો.રાખી કહે છે કે તે ધર્મેન્દ્રની બહુ મોટી ફેન હતી અને તેમના અંતિમ દર્શન કરવા માંગતી હતી.તેમણે કહ્યું:“એન્ડ હું તો ખૂબ મોટી ફેન હતી. તે મને બહુ પસંદ કરતા હતા.

તમે બિગ બોસમાં જોયું હશે કે મેં તેમના સાથે ડાન્સ કર્યો હતો. જ્યારે સલમાન ભાઈ ગબ્બર બન્યા હતા, હું બસંતી બની હતી, ધનો બની હતી અને ધર્મેન્દ્રજી તેમના ‘વીર’ના કેરેક્ટરમાં હતા. ત્યારથી જ તેઓ મને ‘ભોળી ભોળી છોકરી’ કહેતા હતા. મને બહુ દુખ થયું કે તેમના ફેન્સને તેમની છેલ્લી ઝલક પણ જોવા ન દીધી. મોટા સ્ટારો માટે જે રીતે શમેન્દ્રી રેલી કરવામાં આવે છે,

તે દેઓલ પરિવારએ કર્યું જ નથી.”તેમણે આગળ કહ્યું કે પોતાના જન્મદિવસના દિવસે તે ઘરે બેસીને અંતિમ સંસ્કાર અંગે માહિતીની રાહ જોતી હતી જેથી તે અંતિમ વિદાય આપવા જઈ શકે, પરંતુ દેઓલ પરિવારના કેટલાક નિર્ણયો કારણે એવું થઈ શક્યું નહીં.રાખીએ કહ્યું:“જ્યારે મને એમના નિધનની બેડ ન્યૂઝ મળી, મને મેસેજ આવ્યો કે ‘રાખી યુ આર અ ગ્રેટ’. કોઈ પોતાનો બર્થડે કેન્સિલ કરતું નથી, પરંતુ મેં તેમનું નિધન સાંભળી પોતાનો બર્થડે કેન્સિલ કર્યો. મને બહુ દુઃખ થયું.

બે દિવસ સુધી મેં જોયું કે તેમના શરીરને કોઈને દર્શન કરાવવામાં આવ્યા નહોતા. તેઓએ બધું જ છુપાવી રાખ્યું.”આ બધાની વચ્ચે રાખીએ 26 નવેમ્બરે પોતાના મિત્રો સાથે બર્થડે સેલિબ્રેશન કર્યું જેના અનેક વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં રાખી કેક કાપતી અને ખુશ દેખાતી જોવા મળે છે. તેમની પાર્ટીમાં બિગ બોસ 18 ફેમ હેમા શર્મા, અર્શી ખાન, યામિની મલ્હોત્રા જેવા કલાકારો પહોંચ્યા હતા. પાર્ટીના અનેક અંદરના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં રાખી પોતાની સખીઓ સાથે મજા કરતી નજરે પડે છે.બ્યુરો રિપોર્ટ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *