Cli

સ્મૃતિ મંધાના–પલાશ મુચ્છલ લગ્ન વિવાદમાં મૅરી ડિકોસ્ટાનો મોટો ખુલાસો

Uncategorized

ઇન્ડિયન ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેમના ગાયક ફિયોન્‍સે પલાશ મુચ્છલની પ્રી-વેડિંગ ઉજવણીઓ બાદ અચાનક લગ્ન અટકી જતા બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ત્યારબાદ મૅરી ડિકોસ્ટા નામની એક યુવતી સાથે પલાશની વાયલ થયેલી ચેટ્સે તો સોશિયલ મીડિયા પર વધુ હંગામો કર્યો છે.

રેડિટ સહિત અનેક પ્લેટફોર્મ પર ચાલતી “ચીટિંગ”ની ચર્ચાઓ ફેન્સને પણ દુખ પહોંચાડી રહી છે.આ વચ્ચે મૅરી ડિકોસ્ટાએ પોતાનું Instagram અકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું છે

અને હવે એક સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. તેમણે જણાવ્યું:“હું જ એ યુવતી છું જેણે ચેટ્સ પોસ્ટ કરી હતી. પરંતુ મારી ઓળખ જાહેર થાય એવું મને ક્યારેય નહોતું જોઈએ. કેટલીક બાબતો સ્પષ્ટ કરવી છે. આ ચેટ્સ મે થી જુલાઈ 2025ની છે, અને અમારી વચ્ચે વાતચીત માત્ર એક મહિના સુધી જ રહી હતી.

હું ક્યારેય પલાશ સાથે પર્સનલી ઇન્વૉલ્વ નહોતી, ન તો હું તેમને ક્યારેય મળી છું.”આગળ તેમણે કહ્યું કે ઘણા લોકો પૂછે છે કે હવે જ આ ચેટ્સ લીક કેમ કરી. તેમણે કહ્યું:“હું ક્રિકેટ ખૂબ જ પસંદ કરું છું અને સ્મૃતિ મંધાનાને ક્રિકટર તરીકે બહુ પસંદ કરું છું. એટલે મને લાગ્યું કે ઓછામાં ઓછું તેમને આ બાબત અંગે જાણ હોવી જોઈએ.”મૅરીએ આ પણ સ્પષ્ટ કર્યું કે લોકો તેમને પલાશ અને સ્મૃતિની લગ્ન સમારોહની કોરિયોગ્રાફર સમજી રહ્યા છે, પરંતુ તે ખોટું છે.

તેઓ કોઈ કોરિયોગ્રાફર નથી અને તે યુવતી પણ નથી, સાથે પલાશે સ્મૃતિને ચીટ કરી હોવાનો લોકો માને છે.તેમણે કહ્યું કે આ ખુલાસા પછી તેમની પર ઘણી ટીકા થવા લાગી છે, અને એ જ કારણસર Instagram અકાઉન્ટ પ્રાઇવેટ કરવું પડ્યું.ફિલحال એવી માહિતી છે કે સ્મૃતિ મંધાનાના પિતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. પરંતુ બંને પરિવારોએ લગ્ન અંગે હજુ સુધી મૌન સાધ્યું છે. હવે ફેન્સમાં ચિંતા છે કે આ લગ્ન થશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *