આખરી પળોમાં કેવો હતો ધર્મેન્દ્રનો હાલ?15 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ કેવી રીતે બગડી ગઈ સ્થિતિ?રીકવરી સ્ટેજ સુધી પહોંચી ગયા હોવા છતાં અંતિમ ક્ષણે કેવી રીતે કહી દીધું દુનિયાને અલવિદા?ધર્મેન્દ્રના અવસાનના સમાચારથી શત્રુઘ્ન સિન્હા તૂટી પડ્યા છે. પોતાના “મોટા ભાઈ” સમાન ધર્મેન્દ્રને ખોઈને તેમણે દિલનો દુખાવો વ્યક્ત કર્યો છે.
24 નવેમ્બરે 89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રે અંતિમ શ્વાસ લીધા હતા અને આ સમાચાર બોલિવૂડ તથા તેમના ચાહકો માટે તોફાન સમાન સાબિત થયા.એક તરફ એવી ખબર હતી કે ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, શરીર ટ્રીટમેન્ટને રિસ્પૉન્સ આપી રહ્યું છે, પરંતુ અચાનક એવી શું પરિસ્થિતિ સર્જાઈ કે તેમના અવસાનની દુઃખદ ખબર આવી અને તાત્કાલિક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા. આઘાતમાં દરેક સ્તબ્ધ થઈ ગયો.
ધર્મેન્દ્રના નિધન બાદ તેમના ખૂબ જ નજીકના મિત્ર શત્રુઘ્ન સિન્હાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી મળવા ગયા હતા. તેમણે કહ્યું કે ધર્મેન્દ્રને જોતા એવું લાગ્યું હતું કે તેઓ જલ્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. પરંતુ આ માત્ર એક ખ્વાબ સાબિત થયું.શત્રુઘ્ન સિન્હાએ કહ્યું –“ધર્મેન્દ્ર આ ધરતીના સૌથી સુંદર માણસ હતા. જ્યારે અમે સાથે ચાલતા ત્યારે સૌ કહેતા બ્યુટી અને બીસ્ટ ચાલી રહ્યા છે.
બીજા દિવસે જ્યારે હું અને મારી પત્ની તેમને મળવા ગયા ત્યારે તેઓ સ્મિત કરતા હતા. બીમાર હોવા છતાં ખૂબ હેન્ડસમ લાગતાં હતા. અમને લાગ્યું હતું કે તેઓ રીકવર થઈ રહ્યા છે. કદાચ એ અમારી ભૂલ હતી. જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, એ એક દિવસ આપણાથી દૂર થઈ જશે એવું અમે વિચારી પણ નહોતાં શકતા.”શત્રુઘ્ન સિન્હાએ આગળ જણાવ્યું –“હું ધર્મેન્દ્ર અને હેમા બંનેનો ખૂબ નજીકનો હતો.
હેમા આજે કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહી હશે તે વિચારતાં જ ડર લાગે છે. તેમણે જીવનભર એક જ માણસને પ્રેમ કર્યો. મારું દિલ નહોતું કરી રહ્યું કે હું તેમને ફોન કરું. હમણાં તો નહીં.”થોડા સમય પહેલા ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા કપિલ શર્મા શોમાં સાથે આવ્યા હતા, જ્યાં બંનેએ એકબીજા સાથે મસ્તી પણ કરી હતી. શોમાં જેમ શત્રુઘ્ન સિન્હાએ ધર્મેન્દ્ર માટે પ્રેમ અને માન દર્શાવ્યું હતું તે તેમની ગાઢ મિત્રતાનું સાક્ષ્ય હતું. બંનેએ સાથે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની જોડી દર્શકોને ખુબ પસંદ આવી છે.બ્યુરો રિપોર્ટ E2