ધર્મેન્દ્રના અવસાનથી બૉલીવુડમાં શોક ફેલાયો છે. આ દુઃખની ઘડીમાં સલમાન ખાન પણ ભારે ગમમાં ડૂબી ગયા. કારણ કે 24 નવેમ્બરનો દિવસ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યો. ધર્મેન્દ્રને સલમાન હંમેશા પોતાના પિતા સમાન માનતા હતા. તેમની સામે સલમાનનું માથું હંમેશા સન્માનમાં ઝૂકેલું રહેતું.
પણ ઈશ્વરની ઈચ્છા કંઈક અલગ જ હતી—એક તરફ આજે સલમાનના પિતા સલીમ ખાનનો 90મો જન્મ દિવસ હતો, તો બીજી તરફ પિતા સમાન ધર્મેન્દ્રે દુનિયાને અલવિદા કહી દીધી.જશ્ન અને ખુશીઓ વચ્ચે અચાનક આ દુઃખદ સમાચાર આવ્યા અને આખું ખાન પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું.
અર્પિતા ખાનએ પિતાના જન્મદિવસની તૈયારી કરી હતી અને હેલનજીએ પણ સલીમ ખાનને શુભકામનાઓ આપી હતી. પરંતુ એ જ ક્ષણે ધર્મેન્દ્રના અવસાનની ખબર આવ્યા પછી તમામ ખુશીઓ માટી થઈ ગઈ.ધર્મેન્દ્રની મૃત્યુની ખબર મળતાં જ સલમાન ખાન બધું કામ અધૂરું રાખીને સીધા પવનહંસ શ્મશાનઘાટ પર પહોંચી ગયા. કાળા ચશ્મા પાછળ તેમના આંસુઓ સ્પષ્ટ છુપાયેલા લાગતા હતા.
સલીમ ખાન પણ પોતાના જૂના મિત્રને છેલ્લી વિદાય આપવા શ્મશાન ઘાટ પર પહોંચ્યા.ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં બૉલીવુડના અનેક મોટા કલાકારો ઉમટી પડ્યા—અમિતાભ બચ્ચન, અભિષેક, શાહરૂખ ખાન, સલમાન, અનિલ કપૂર,
ગોવિંદા સહિત અનેક કલાકારોએ નમ આંખે તેમને અંતિમ વિદાય આપી.આજે જે દિવસ સલમાનના પરિવારમાં ખુશી અને ઉજવણીનો હોવો જોઈએ હતો, તે જ દિવસ દુઃખ અને શોકથી છલકાઈ ઉઠ્યો. ધર્મેન્દ્રને સૌએ મોટા દિલવાળા, જિંદાદિલ અને બૉલીવુડના ઓરિજિનલ હી-મેન તરીકે યાદ કર્યા.બ્યુરો રિપોર્ટ, E24