અલગ અલગ મોડલ અને જે રીતના બધા માવઠાની વાત કરી રહ્યા છે ડિસેમ્બરમાં માવઠાની વાત કરી રહ્યા છે તો ડિસેમ્બરમાં કોઈ સંભાવના કે એ તો બહુ વહેલું થઈ જશે અત્યારથી આગાહી કરવી કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે જેની સીધી અસર ગુજરાતને ન થાય પણ કોઈ અસરો દેખાઈ રહી છે? બેન બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય એ ચોમાસુ હોય ત્યારે આપણે સીધી અસર કરતી હોય અત્યારે આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યારે એની અસરની સંભાવનાઓ નહીં વધુ હોય એટલે ખૂબ ઓછી માત્ર કહી શકાય કે 0.12%માં હોય છે અત્યારે બહુ સંભાવનાઓ હોતી નથી
આ એક ચોક્કસથી છે કે બંગાળનીખાડીમાં જે સિસ્ટમ છે એ આપણે દક્ષિણ ભારત અને દક્ષિણ ભારતની આસપાસના અમુક જે મધ્ય ભારતના ભાગો હશે તેમાં ઓરસા સુધીના વિસ્તાર સુધી એ સિસ્ટમ આવી રહી છે કેમ કે અલગ અલગ મોડેલોના આધારે સેટેલાઈટથી અમે પણ જે પ્રેડિકશન કરી રહ્યા છીએ એ મુજબ અમને દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી બીજી વાત એ પણ છે કે કોઈ પણ સેટેલાઈટના માધ્યમથી તમે જ્યારે પ્રિડિકશન કરતા હોય છે તો જે લાઈટ કોઈપણ સિસ્ટમને તમે ટ્રેસ કરો છો તો મેક્સિમમ 14 દિવસ 14 દિવસની આગળનું તે કેપ્ચર નથી કરી શકતા અને 14 દિવસની અંદરનું પણ જે હોય છેએમાં ઘણું બધું વેરીએશન આવતું હોય છે કેમ કે જે પણ સામાન્ય રીતે જોતા હોય છે તો સિસ્ટમનો ટ્રેક જોઈ લઈએ કે સિસ્ટમ આથી આ જગ્યાએ આવવાની છે
પણ સામે કોઈ એન્ટી સાયક્લોન છે પવનની દિશા કઈ છે? પવનની ગતિ કઈ છે? હળવું દબાણ કેટલું છે એની સાથોસાથ જે સર્ક્યુલેશન બને છે સિસ્ટમનું એની જે જમીનથી ઉપરની જે ઊંચાઈ છે એ કેટલા એચપીએ લેવલની છે આ બધું માર્કિંગ કરવું પડે ને માર્કિંગના આધારે નક્કી થાય કે આ સિસ્ટમ અત્યારે ભલે આ ટ્રેક બતાવે છે પણ આ જે પરિબળો બીજા અન્ય પરિબળો છે એ આ સિસ્ટમને ગુજરાત નથી આવવા દેતા એટલે એના આધારે અમેકહેતા હોય છે આ એક ચોક્કસથી છે કે ડિસેમ્બરની અંદર વાદળછાયું વાતાવરણ છે અમુક જગ્યાએ થઈ શકે છે ને એ સ્વાભાવિક થવું પણ જોઈએ જો એ ના થાય તો પછી આવનારા ચોમાસા ઉપર પર પણ અસર પડતી હોય છે એટલે અત્યારે જે વાદળનું થવું એ ખૂબ જરૂરી હોય છે વાદળ બંધાય અને વાદળ તૂટે ત્યાર પછી આપણે ઠંડીનો રાઉન્ડ પણ થોડોક આકરો બની જતો હોય છે
એટલે એ પ્રકારનો માહોલ છે એ તો બનતો રહેવાનો છે બાકી વરસાદથી કાઈ ડરવાની જરૂર હાલ પૂરતી અમને નથી લાગતી પછી આવનારા સમયમાં કોઈ કેમ કે આ તો સમય લાંબો હોય આમાં તો ઘણી વખત બને ડિસેમ્બરનો એન્ડ હોય જાન્યુઆરી હોય ફેબ્રુઆરી હોય ક્યારે પણમાવઠાની સંભાવનાઓ હશે ત્યારે આપના માધ્યમથી
જ અમે આની માહિતી છે એ સૌપ્રથમ આપવા વાનો પ્રયત્ન કરશું પણ હાલ કોઈએ ડરવાની જરૂર નથી થેન્ક્યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા માહિતી આપી પરેશભાઈએ જેમ કહ્યું એમ કે માવઠાની અત્યારે કોઈ જાગાહી નથી એટલે ખેડૂતોએ કોઈ પરેશાની અને જે ખેતીને લગતી વાતો હતી કે ભાઈ રવિ પાકમાં કઈ નુકસાન થાય કે કેમ જો માવઠું પડે છે તો બહુ બધું નુકસાન થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી એનથી અત્યારે કઈ ડરવાની જરૂર નથી ડિસેમ્બરમાં જો કોઈ માવઠું આવવાનું છે કે કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો માહિતીતમારા સુધી પહોંચાડવાના અમે પ્રયાસો કરતા રહીશું નમસ્કાર