બેટી કરતા પણ યુવાન દેખાવા માંગે છે એવી ચર્ચાઓ વચ્ચે શ્વેતા તિવારીએ અંતે મૌન તોડ્યું છે. પોતાની બ્યુટી ને લઈને बेटी પલક સાથે સ્પર્ધા રાખે છે એવા દાવાઓ પણ સોશિયલ મીડિયા પર થાય છે. 45 વર્ષની ઉંમરે પલકની મમ્મીએ સર્જરી કરાવી હોવાના આરોપો વચ્ચે શ્વેતા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
વર્ષો જૂનું શ્વેતાનું એક થ્રોબેક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યું છે, જેમાં તે પ્લાસ્ટિક સર્જરી આરોપો પર ટ્રોલર્સને કડક જવાબ આપતી નજરે પડે છે.શ્વેતા તિવારીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે —“લોકોની તો મુશ્કેલી જ અલગ છે. તમે નેચરલ રહો તો કહેશે કે આ ખરાબ, તે ખરાબ, બોડી શેમ કરશે. અને તમે કંઈક કરાવી લો તો કહેશે કે આ તો ફેક છે, નકલી છે, પ્લાસ્ટિક છે. આમ તો લોકો ખુશ ક્યાં છે?”
હકીકતમાં શ્વેતા તિવારીએ આજ સુધી કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. છતાંય તેમની સુંદરતા અંગે લોકો શંકા વ્યક્ત કરે છે અને ટ્રોલ કરતા રહે છે. કેટલાક તો એમ પણ કહે છે કે શ્વેતા પોતાની હોટ અને ગોર્જિયસ દીકરી પલક તિવારી સાથે બ્યુટી કોમ્પિટિશનમાં રહેવા માંગે છે.
પરંતુ આ બધી વાતો બેકાર અને બિનઆધારિત છે.45 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી ખૂબ જ ફિટ, હોટ અને એલિગન્ટ લાગી આવે છે. તિવારી પરિવારમા કોઈ બ્યુટી સ્પર્ધા નથી અને ન તો શ્વેતા હંમેશા યુવાન દેખાવા માટે કોઈ સર્જરી કરાવવાની તૈયારીમાં છે.
શ્વેતા અને પલક બંને પોતાની સ્ટાઇલ અને ગ્લેમરથી વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. વેકેશન હોય કે કેઝ્યુઅલ ફોટોશૂટ—બંને માતા-દીકરી પોતાના લુકથી ફેન્સનું ધ્યાન ખેંચવામાં ક્યારેય પાછળ નથી પડતી.