ગોળ ચહેરો, મીઠી સ્મિત અને કેટરિના કૈફનો ખુબજ ક્યૂટ નાનકડો શહજાદો… કપલે બતાવી બેબી બોયની પહેલી ઝલક! વિક्की–કેટરિના ના બાળકની તસવીરો બની વાયરલ. દાદીની ગોદમાં રમતો લિટલ કૌશલ. ઈન્ટરનેટ પર તસવીરો ધૂમ મચાવી રહી છે. બોલિવૂડની બાર્બી ડોલ કેટરિના કૈફ અને ટેલેન્ટેડ એક્ટર વિકી કૌશલ માત્ર 13 દિવસ પહેલાં પેરન્ટ્સ બન્યા છે. 7 નવેમ્બરે કેટરિના એ નાનકડા રાજકુમારને જન્મ આપ્યો.
ફેન્સ પહેલી ઝલક જોવા ઉત્સુક છે અને નામ જાણવા પણ બેહાલ છે.એવામાં બેબી કૌશલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરોમાં તે પોતાની મમ્મી કેટરિનાની ગોદમાં નજરે પડે છે તો એક તસવીરમાં દાદીની ગોદમાં આરામથી સૂતો દેખાઈ રહ્યો છે.
ફેન્સ આ તસવીરો જોઈને ખુશ થઈ ગયા છે. તસવીરો ખરેખર ખૂબ જ સુંદર છે… પરંતુ આ તસવીરોનું સાચું સત્ય બીજું જ છે.વિકી–કેટરિના હાલમાં જીવનના સૌથી સુંદર ક્ષણો માણી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ તેમના ઘરે બાળકનો જન્મ થયો હતો. હવે 13 દિવસ પછી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ છે, દાવો કરવામાં આવી રહ્યો છે કે કપલે પોતાના દીકરા સાથેની તસવીરો શેર કરી છે. પણ આ વાત સાચી નથી
.વાયરલ થઈ રહેલી તસવીરોમાં એકમાં વિક્કી કૌશલ બાળકને ગોદમાં લીધેલો દેખાય છે અને કેટરિના બાજુમાં બેઠેલી દેખાય છે. બીજી તસવીરમાં કેટરિના બાળકને ગોદમાં લઇ પોતાની સાસુ સાથે પોઝ આપી રહી છે. એક વધુ તસવીરમાં વિક્કી કૌશલની માતા બાળકને ગોદમાં રાખીને ઉભી દેખાય છે અને વિકી–કેટરિના તેમની સાથે દેખાય છે. આ તસવીરો દેખાવમાં મીઠી લાગતી હોવા છતાં,
આ બધી એઆઈ જનરેટેડ તસવીરો છે — એટલે કે નકલી છે. ફેન્સે એઆઈ દ્વારા બનાવી છે.વિક્કી અને કેટરિનાએ હજુ સુધી તેમના બાળકની કોઈ તસવીર અથવા ચહેરો જાહેર કર્યો નથી. તેમણે માત્ર બે પોસ્ટ કરી છે — એક પોસ્ટમાં કેટરિનાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને બીજી પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ મમ્મી-પપ્પા બન્યા છે.23 સપ્ટેમ્બરે કપલે ક્યૂટ તસવીરથી પ્રેગ્નન્સી જાહેર કરી હતી જેમાં વિક્કી, કેટરિનાનો બેબી બંપ પકડીને ઉભો હતો. 7 નવેમ્બરે વિક્કીએ પોસ્ટ કરી હતી કે તેમના ઘેર દીકરાનો જન્મ થયો છે. કેટરિના હમણાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે આવી છે અને હજુ સુધી તેમણે બેબીની કોઈ ઝલક શેર કરી નથી