Cli

મુશ્કેલીમાં સલમાને મદદ કરી, દેઓલ પરિવારે સલમાનનો આભાર માન્યો

Uncategorized

દેઓલ પરિવારના ખરાબ સમયમાં જેમ બોલીવૂડના ભાઈજાન સલમાન ખાને સાથ આપ્યો તે વાત સૌએ જોઈ છે. એટલા માટે દેવળ પરિવારે ખુશ થઈને હવે સલમાન ખાનનો આભાર વ્યક્ત કર્યો છે. તમે બધાએ જાણ્યું જ છે કે બોલીવૂડના ભાઈજાન જ્યારે પણ દેઓલ પરિવાર પર કોઈ મુશ્કેલી આવે છે ત્યારે સલમાન ખાન દરેક સભ્ય માટે શક્ય તમામ મદદ કરે છે.

અને જ્યારે ધર્મેન્દ્રની તબિયત ખરાબ થઈ ત્યારે સલમાન ખાન પણ વારંવાર પરિવારના સભ્યોને મળવા જતા રહ્યા. બોલીવૂડની બે પેઢીઓનાં આ નામો જોડાય છે ત્યારે માત્ર જોડાવ નહીં પરંતુ એક પરિવાર જેવી લાગણી ઉભી થઈ જાય છે.સલમાન ખાને ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે જે ભાવુક શબ્દો કહ્યા, તેમાં તેમણે માત્ર આદર વ્યક્ત કર્યો નહીં પરંતુ પિતૃત્વ જેવી લાગણીનું પણ પ્રદર્શિત કર્યું. ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ હતા,

જેને લઈને ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા ફેલાઈ હતી. બાદમાં તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા અને તેઓ હવે ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.આ દરમિયાન સલમાન ખાને કતારમાં દબંગ ટુર દરમિયાન પ્રેસ મીટમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી.

જ્યારે તેમને પૂછાયું કે તેમની ફિટનેસની પ્રેરણા કોણ છે, ત્યારે તરત ધર્મેન્દ્રનું નામ લીધું. તેમણે કહ્યું કે મારી પહેલાથી બે-ત્રણ વ્યક્તિ હતા, જેમાં સૌથી ઉપર ધર્મેન્દ્રજી હતા.પણ વાત માત્ર પ્રેરણા સુધી સીમિત નહોતી. સલમાન ખાને આગળ કહ્યું કે “તે મારા પિતા જેવા છે. બસ એટલું જ. હું તેમને પ્રેમ કરું છું અને પ્રાર્થના કરું છું

કે તેઓ જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.” તેમના લાગણીસભર શબ્દોમાં સ્પષ્ટ હતું કે આ કોઈ સેલિબ્રિટીનું નિવેદન નહીં, પરંતુ એક સંતાન જેવી લાગણીનું પ્રતિક હતું.ધર્મેન્દ્રએ પણ અગાઉ સલમાન ખાનને પોતાનો દીકરો કહીને સંબોધ્યો છે અને

તેમણે કહ્યું હતું કે સલમાન તેમની પ્રેરણામાંના એક છે. સલમાનની વાતો સાંભળીને ત્યાં હાજર ભીડે “લૉંગ લિવ ધર્મજી” કહીને અભિવ્યક્તિ આપી, જે તેમના જોડાણની ઊંડાઈ બતાવતું હતું.તેમણે પ્રાર્થના કરી કે ધર્મેન્દ્ર ફરી તંદુરસ્ત બને અને એવું જ થયું. ધર્મેન્દ્ર હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને પોતાના ઘરે આરામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *