આર્યન ખાન વર્સેસ સમીર વાનખેડેના‘બેડ્સ ઓફ બોલીવુડ’ કેસમાં દિલ્હી હાઈકોર્ટે રેડ ચિલીઝને કડક ટિપ્પણી કરી છે.ઘટનાનો સાર આ મુજબ છે:આર્યન ખાને Netflix પર ‘બેડ્સ ઓફ બોલીવુડ’ નામની સિરીઝ બનાવી હતી, જેમાં સમીર વાનખેડે સાથે જોડાયેલા ડ્રગ્સ કેસ પર આધારિત એક સ્પૂફ સીન બતાવવામાં આવ્યું હતું.
આ સીન વાયરલ થતાં લોકોના દાવા મુજબ તેમાં દેખાડવામાં આવેલ NCB ઓફિસરનો પાત્ર સીધો સમીર વાનખેડે પર વ્યંગ હતો.આ બાબતને લઈને સમીર વાનખેડેએ રેડ ચિલીઝ, આર્યન ખાન અને Netflix સામે બદનામીનો કેસ દાખલ કર્યો.કોર્ટમાં શું થયું?રેડ ચિલીઝ તરફથી હાજર સીનિયર એડવોકેટે કહ્યું કે આ પાત્ર કાલ્પનિક
છે અને કોઈ રિયલ પાત્ર પર આધારીત નથી.સમીર વાનખેડેના વકીલે આ દલીલને ખોટી ઠરાવતાં કહ્યું કે વ્યંગ હંમેશા સચ્ચી ઘટનાના આધારે જ કરવામાં આવે છે, કાલ્પનિક પર નહીં.આ વાત પર રેડ ચિલીઝના વકીલ પાસે કોઈ જવાબ નહોતો.આગળ તેમણે RK Laxmanના મોદીજી પર બનાવેલા કાર્ટૂનનું ઉદાહરણ આપ્યું, પરંતુ કોર્ટએ જણાવ્યું કે RK Laxman અને મોદીજીનો અગાઉ કોઈ વિવાદ નહોતો, જ્યારે આર્યન અને સમીર વાનખેડે વચ્ચે ડ્રગ્સ કેસનો પાસ્ટ છે. તેથી આ પાત્ર સમીર વાનખેડે પર જ વ્યંગ છે તે સ્પષ્ટ થાય છે.
સમીર વાનખેડેની દલીલોઆ સીનને સિરીઝમાંથી કાઢી નાખવાથી સિરીઝને કોઈ નુકસાન નહીં થાય.સીનમાં ઓફિસરને ચોર અને ઝૂઠું દર્શાવવાનો પ્રયાસ થયો છે, જે તેમની ઈમેજને નુકસાન પહોંચાડે છે.Netflix અને રેડ ચિલીઝ બંને સમાન જવાબદાર છે, માત્ર પ્લેટફોર્મ કહીને Netflix છૂટકી મેળવી શકતું નથી.હાલની સ્થિતિઅત્યાર સુધીની સુનાવણી સમીર વાનખેડેના પક્ષમાં ગઈ છે.જો તેઓ જીતે છે તો ભવિષ્યમાં ફિલ્મમેકર્સ કોઈ અધિકારી અથવા વ્યક્તિ પર આધારિત વ્યંગ કે સ્પૂફ બનાવતાં પહેલાં ઘણો વિચાર કરશે.