દિલ્હી બ્લાસ્ટની ઘટના એના પછી મૃત્યુ આંક હવે 13 થયો છે અનેક લોકો ઘાયલ છે ગંભીર પરિસ્થિતિમાં છે આતંકવાદીઓની ડાયરી મળવાથી લઈને એમના ઘર સુધી પહોંચવા સુધી એજન્સી જે કામ કરી રહી છે એમાં જે ખુલાસા થઈ થઈ રહ્યા છે એ ભયાનક છે.
એ લોકો જે રીતના બ્લાસ્ટનો પ્લાન કરી રહ્યા હતા એ ખૂબ મોટા બ્લાસ્ટ કરવાના હતા અનેક ગાડીઓ અને બહુ જ બધા વિસ્ફોટકો એમની પાસે તૈયાર હતા આતંકવાદીઓ જે કહી રહ્યા છે એ એજન્સીઓ સાંભળ્યા પછી પણ પ્રશ્ન એ થાય છે કે આ રીતના બ્લાસ્ટ પ્લાન કરી રહ્યા આ લોકો અને આના સિવાય બીજા કેટલા લોકો આમાં જોડાયેલાછે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુરુવારે ગુપ્તચર એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓએ એવું જણાવ્યું
કે 6 ડિસેમ્બર એટલે કે બાબરી મસ્જિદ દ્વસ્તના દિવસે એ જે વરસગાંઠ છે એની એ દિવસે દિલ્હી સહિત દેશભરના ઘણા બધા વિસ્તારોમાં વિસ્ફોટ કરવા માંગતા હતા એ લોકો એ લોકોનું પ્લાનિંગ એકદમ પરફેક્ટલી તૈયાર હતું અને પછી જેમ જ ફરીદાબાદમાંથી આટલા બધા વિસ્ફોટકો પકડાયા એના પછી એમનું ફરીદા બાદથી નીકળવું દિલ્હી સુધી પહોંચવું અને બધું જ પેનિકમાં જે આખા દિવસમાં થયું એ આખી ઘટના આપણને બધાને ખબરછે આ હેતુ માટે તેમણે 32 કારની વ્યવસ્થા કરીને રાખી હતી
એટલે તમે વિચારો કે 32 જેટલી ગાડીઓ એમની પાસે તૈયાર હતી આમાં બોમ્બ અને વિસ્ફોટકો ભરી અને પછી એ લોકો લઈ જવાના હતા. i20 ઇકોસ્પોર્ટ બ્રેઝા અલગ અલગ કાર કાવતરા માટે તૈયાર કરવામાં આવી હતી અને આ બ્લાસ્ટના તાર માત્ર દિલ્હી ફરીદાબાદ કે અલગ અલગ જગ્યાએ નહીં પરંતુ હરિયાણા સુધી પણ પહોંચ્યા છે. આ બ્લાસ્ટના તાર એટલે હરિયાણા સુધી પહોંચ્યા છે કારણ કે હરિયાણાના નુહમાં જે જે લોકો વસ્તુઓ ભેગી કરી રહ્યા હતા વિસ્ફોટકો ભેગા કરી રહ્યા હતા એમાં એ લોકો ખાતરના વેપારી સાથેડીલ કરી રહ્યા હતા.
દિનેશ સિંગલ નામનો એ વ્યક્તિ હતો અને એને ઉર્ફમાં એટલે કે એનું નામ બીજું હતું ડબ્બુ એનાથી બધા ઓળખતા હતા અને એની પણ પોલીસે અટકાયત કરી દીધી છે. દરોડા પાડવા ગયા ત્યારે દિનેશભાઈ સૂતા હતા અને પછી પોલીસ એમને પકડીને લાવ્યા છે. ખાતરના નામે ભેગું કરાયેલું વિસ્ફોટક કેવી રીતના આવ્યું હરિયાણાથી આ લોકો કેવી રીતના એને લઈ જતા હતા એ બધાની તપાસ થઈ રહી છે. અત્યારે જેટલા પણ આરોપીઓ છે એ બધા જ આરોપી અને એટલું જ નહીં એક યુનિવર્સિટીની ચર્ચા ખૂબ થઈ રહી છે અને એ યુનિવર્સિટીનું નામ છે અલફલાહ યુનિવર્સિટી ડોક્ટર મુઝમ્મિલશકીલને એમોનિયમ નાઇટ્રેડ કોઈ રેકોર્ડ વિના પૂરતો પાડવા માટે એ યુનિવર્સિટીનો પણ હાથ છે
ભલે તેની પાસે રાખવા લાયસન્સ ન હતું છતાં પણ એ રાખી શકતા હતા. આ યુનિવર્સિટીમાં બહુ જ બધા લોકોને બહુ બધી ટ્રેનિંગો અપાતી હતી. અલગ અલગ ન્યુઝ ચેનલ્સ આ યુનિવર્સિટીમાં ગઈ અને એના પછી સ્ટિંગ ઓપરેશન કરવાના પ્રયાસ કર્યા નેશનલ મીડિયાએ જે રીતના યુનિવર્સિટીમાં સ્ટિંગ ઓપરેશન કર્યા એમાં બહુ જ બધા લોકો એટલે જે ત્યાના સ્ટુડન્ટ હતા એમને એવું કહેવું હતું કે અહીંયા પહેલેથી તાલીબાની જે રીતના રહેતા હોય એ રીતના સ્ટુડન્ટ્સને પણ રાખવામાં આવતા હતા એક ક્લાસમાં મહિલા અનેપુરુષને એક સાથે બેસવા દેવામાં નહોતા આવતા અને બીજી બહુ જ બધી વાતો આતંકવાદીઓ વિશે એમણે કરી હતી.
જો કે આ વિસ્ફોટ બાદ તપાસ એજન્સી એક બાદ એક બીજા આતંકવાદીઓની ધરપકડ પણ કરી રહી છે એટલે દેશના એક ખૂણામાં કંઈક થયું છે તો બધી જ બાજુ એલર્ટ પર છે બધા અને બીજી બધી જગ્યાએ પણ કોઈપણ તાર ક્યાંય પણ કંઈક ચૂક ન રહી જાય એના કારણે અલગ અલગ આતંકવાદીઓની ધરપકડ થઈ રહી છે જે આતંકવાદીઓની ધરપકડ થઈ રહી છે એમાં ગઈકાલે જ જમ્મુ કશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ બે આતંકવાદીઓ જે છે એ પકડ્યા છે સોપારના મુમિનાબાદ વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહીદરમિયાન બે હાઈબ્રિડ આતંકવાદીઓ એટલે છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભમાં હોય એવા આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે એમની ઓળખ શબીર નજર અને શબીર મીર તરીકે કરવામાં આવી છે. કશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ પાસેથી ગુનાહિત સામગ્રી શસ્ત્ર અને દારૂગોળા સહિત બીજી અલગ અલગ વસ્તુઓ મળી છે
તપાસ ચાલુ છે અને સુરક્ષા દળો આતંકવાદી નેટવર્ક સાથે તેમની સંડોવણી કેટલી હતી કયા હદ સુધી લોકો સંડોવાયેલા હતા કેટલા લોકો એમની સાથે હતા અને અલગ અલગ જે ટીમ પડેલી હતી એટલે આ લોકો જો આટલા બધા વિસ્ફોટ કરવાના હતા બાબરી મસ્જિદ દ્વસ્તનાદિવસે આટલા બધા વિસ્ફોટની એમની વાત હતી તો એ વિસ્ફોટ માત્ર આટલા લોકો જેટલા આઠ પકડાયા એ અને બીજા જેટલા આ બ્લાસ્ટમાં ઉડી ગયા એટલા જ નહી કેટલા લોકો આમાં જોડાયેલા છે ગુજરાત એટીએસ જ્યારે કોઈ ત્રણ લોકોને પકડે ત્રણ આતંકવાદીઓને પકડે ત્યારે પ્રશ્ન થાય કે એ લોકો કઈ સંસ્થા સાથે જોડાયેલા છે બીજી અલગ અલગ જગ્યાએ જ્યારે દરોડા પાડી અને તપાસ એજન્સીઓ આતંકવાદીઓને પકડે એનો મતલબ એક છે કે આ બધા જ લોકો ભેગા થઈ અને કંઈક મોટો પ્લાન કરી રહ્યા હતા અને હવે ધીરે ધીરે લોકોની અટકાયાત થઈ રહી છે. જે મુખ્ય આરોપી ઉમર છે એનું ઘર ઉડાવી દેવામાંઆવ્યું છે એટલે જમ્મુ કશ્મીરમાં એનું જે ઘર હતું
એ પણ એજન્સીઓએ ઉડાડી દીધું છે જે ખરાબ હાલત એ દેશની કરવા માંગતો હતો છેલ્લે એની હાલત એનાથી પણ વધારે ખરાબ હતી પણ પ્રશ્ન એ થાય છે કે તમે આતંકવાદીને પકડો એના પછી એને મારો એના કરતાં વધારે ભયાનક એ છે કે એમને તો મૃત્યુ સાથે ટેવાયેલા છે એને તો ખબર જ છે કે આજ નહી તો કાલ એને મરવાનું જ છે અને મરવા માટે તૈયાર છે એટલે જ આ બધું એ કરી રહ્યા છે એમની સામે બીજી શું કાર્યવાહી થઈ શકે એમના આકાઓ સુધી કેવી રીતના પહોંચી શકાય એના ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે તમારું આ વિષય પર શુંમાનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો