Cli

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ધર્મેન્દ્ર! મોતને પણ મ્હાત આપનાર ‘હી-મેન’ પોતાના ઘરે પહોંચ્યા

Uncategorized

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ધર્મેન્દ્ર. મોતને પણ મ્હાત આપનાર હી-મેન પોતાના ઘરે પહોંચ્યા. દીકરા બૉબી સાથે ધર્મેન્દ્રની ઘેર વાપસી થઈ. 13 દિવસ બાદ ધર્મેન્દ્ર ઘરે પાછા ફર્યા છે. 12 નવેમ્બરનો સૂરજ દેઓલ પરિવાર માટે ખુશીઓ લઈને આવ્યો છે.

જે ચમત્કારની અપેક્ષા આખો દેશ રાખી રહ્યો હતો, એ હવે હકીકત બની ગઈ છે.બોલીવુડના ઓરિજિનલ હી-મેન ધર્મેન્દ્રએ મોતને પણ મ્હાત આપી પોતાના જુહુ સ્થિત બંગલામાં પહોંચ્યા છે. 13 દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ આખરે ધર્મેન્દ્રની ઘેર વાપસી થઈ છે. જેમ કે બધાને ખબર છે, 31 ઑક્ટોબરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં બ્રિજ કૅન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 10 નવેમ્બરે તેમની તબિયત નાજુક હોવાની ખબર આવ્યા બાદ આખા દેશમાં પ્રાર્થનાનો માહોલ સર્જાયો હતો.હવે લાગે છે કે કરોડો ચાહકોની દુઆ કામ આવી છે. 12 નવેમ્બરની સવારે ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પોતાના જુહુ ના બંગલામાં પહોંચ્યા છે.

વીડિયો મુજબ, હોસ્પિટલમાંથી નીકળીને ધર્મેન્દ્રની એમ્બ્યુલન્સ સીધી જ તેમના ઘેર પહોંચી, જ્યાં પહેલેથી જ સ્વાગતની તૈયારી થઈ ગઈ હતી.માહિતી મુજબ, ધર્મેન્દ્રના નાના દીકરા બૉબી દેઓલ સવારે લગભગ 7 વાગ્યે પોતાના પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવવા પહોંચ્યા હતા. ત્યારથી જ અનુમાન લગાવવામાં આવતું હતું કે ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડૉક્ટરોએ પણ માહિતી આપી છે કે સવારે 7:30 વાગ્યે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હવે તેમની સારવાર ઘરેથી જ ચાલુ રહેશે,

કારણ કે પરિવાર એ નિર્ણય લીધો છે કે હવે ઘર પર જ કાળજી રાખવામાં આવશે.યાદ રહે કે 31 ઑક્ટોબરે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 10 નવેમ્બરે તેમની તબિયત અચાનક ખરાબ થતાં સની, બૉબી, હેમા માલિની, ઇશા, અભય દેઓલ સહિત આખો પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો.

શાહરુખ ખાન, સલમાન ખાન જેવા કલાકારો પણ પોતાના પ્રિય “ધર્મ અંકલ”નો હાલચાલ જાણવા પહોંચ્યા હતા.મંગળવારની સવારે અચાનક કેટલીક ખોટી અફવાઓ ફેલાઈ હતી કે ધર્મેન્દ્રનું અવસાન થયું છે, પરંતુ બાદમાં ઇશા દેઓલ અને હેમા માલિનીએ પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું કે ધર્મેન્દ્ર સંપૂર્ણ રીતે સ્થિર છે અને હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે.પરિવારના નિર્ણય અનુસાર, હવે ધર્મેન્દ્રની સારવાર તેમના પોતાના ઘેર જ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *