ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા હાલમાં ચર્ચામાં છે. ફરાહ ખાન સાથે એક શોમાં દેખાઈ હતી અને ત્યારથી જ પોતાના YouTube ચેનલને લઈને પણ ચર્ચામાં છે. બોલિવૂડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ પોતાના તાજેતરના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે!
તાજેતરમાં પિંક વિલા સાથેની વાતચીત દરમિયાન સુનીતાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. એ દરમિયાન એક રસપ્રદ બનાવ પણ જણાવ્યું હતું.સુનીતાએ કહ્યું કે તે બીજી વાર લગ્ન કરવા માગે છે. હકીકતમાં આ વાત એક મજાકિય અંદાજમાં થઈ હતી.
તેમણે કહ્યું, “એકવાર મેં ગોવિંદાને કહ્યું કે તું હંમેશાં કહે છે કે હું મોટી નથી થઈ, તારી દીકરી જેવી છું. જો તને હું ટીના કરતાં મોટી લાગું છું તો મારી પણ એક વખત લગ્ન કરાવી દે. તારા ત્રણ બાળકો છે — સુનીતા, ટીના અને યશ — તો સૌથી મોટી દીકરી તો હું જ થઈને! મારી પણ કોઈ સારા છોકરા સાથે શાદી કરાવી દે.”
તે પર ગોવિંદાએ હસતાં કહ્યું, “હા, બસ હવે એ જ રહી ગયું છે, શોધી લે કોઈને.”સુનીતા જલ્દી જ ‘થ્રેટર્સ 2’ નામના એક રિયાલિટી શોમાં દેખાવાની છે. આ વિશે પણ તેમણે ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી.હાલ સુનીતાના આ નિવેદન પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તમે આ વિષય પર શું વિચારો છો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.