શું સમંથા એ પોતાનો સંબંધ કન્ફર્મ કર્યો?રૂમર્ડ બોયફ્રેન્ડ સાથેની હગ કરતી તસવીર શેર કરી.સમંથા રૂત પ્રભુ અને રાજ નિધી મોરુ વિશે લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંનેએ ક્યારેય આ વાતને સ્વીકારી નહોતી. હવે તાજેતરમાં બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
જેમાં બંને એકબીજાની બાહોમાં રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે.ખાસ વાત તો એ છે કે આ તસવીર સમંથાએ પોતાના ઑફિશિયલ Instagram પર જાતે જ શેર કરી છે. તસવીરમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે અને એક ફોટો પર “#NothingToHide” પણ લખેલું છે.
આ તસવીરો જોયા પછી લોકો વચ્ચે ચર્ચા છે કે સમંથા અને રાજે હવે પોતાનો સંબંધ જાહેર કરી દીધો છે.જાણવા જેવું છે કે સમંથા અને રાજે The Family Man 2 અને Citadel: Honey Bunnyમાં સાથે કામ કર્યું હતું. સમંથા ઘણીવાર પોતાના Instagram પર રાજ સાથેની તસવીરો શેર કરતી રહે છે,
જેના કારણે લોકો તેમની વચ્ચેના સંબંધ વિશે વારંવાર અટકળો લગાવતા રહે છે.સમંથાની નવી પોસ્ટ અને કૅપ્શન પરથી એવું તો સ્પષ્ટ છે કે રાજ તેમની જિંદગીનો એક મહત્વનો ભાગ છે.તો તમને શું લાગે છે — સમંથા અને રાજની જોડી કેવી લાગે છે?