૪૦ વર્ષથી જીવતી લાશ બનીને જીવી રહી હતી સુલક્ષણા. એકતરફા પ્રેમમાં મળેલા દિલના ઘા એ તેના જીવનને તોડી નાખ્યા હતા. સંજીવકુમારે હેમાની ઈચ્છામાં સુલક્ષણાનું દિલ તોડી નાખ્યું હતું. એ જ તારીખ, એ જ કારણ… જીવતા સમયે ન થઈ શકેલો મિલન, ૪૦ વર્ષ બાદ મરણ પછી થઈ શક્યો.હા, તેને ઈશ્કની શિદ્દત કહો કે નસીબનો અજીબ સંયોગ. જેણે માટે સુલક્ષણાનું દિલ ધબકતું હતું, એ જ સંજીવકુમારના નિધનદિવસે સુલક્ષણાનું પણ દિલ ધબકવાનું બંધ થઈ ગયું.
૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ સંજીવકુમાર દુનિયાને અલવિદા કહી ગયા હતા, અને એના ૪૦ વર્ષ પછી એટલે કે ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સુલક્ષણા પંડિતે પણ દુનિયાને અલવિદા કહી દીધું.છેલ્લા ૪૦ વર્ષથી સુલક્ષણા જીવતી લાશ સમાન જીવન જીવી રહી હતી, અને એ સ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક સંજીવકુમાર જ જવાબદાર હતા. સુંદરતા, મીઠી અવાજ અને અદાકારીના બળ પર સુલક્ષણા પંડિતે રૂપેરી પડદે છાપ મૂકી હતી. પરંતુ પ્રેમમાં નિષ્ફળતા એના જીવનમાં અંધકાર લાવી ગઈ અને આખરે એને દુનિયાથી દૂર કરી નાખી.
સુલક્ષણાએ સંજીવકુમારને દિલથી પ્રેમ કર્યો હતો અને લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, પણ સંજીવ એના પ્રેમને સ્વીકારી શક્યા નહોતા. ૭૦થી ૮૦ના દાયકામાં બંનેએ સાથે મળી લગભગ સાત ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૭૫ની ફિલ્મ ઉલઝનની શૂટિંગ દરમિયાન સુલક્ષણાનું દિલ સંજીવ પર આવી ગયું. પરંતુ સંજીવકુમાર તો એ સમયે હેમા માલિની સાથેના એકતરફા પ્રેમના દુઃખમાં ડૂબેલા હતા.૧૯૭૦માં આવેલી સીતા ઔર ગીતા ફિલ્મની શૂટિંગ દરમિયાન સંજીવ હેમા પર ફિદા થઈ ગયા હતા, પણ હેમાના પિતા આ સંબંધ માટે રાજી નહોતા
, કારણ કે તેમને પોતાની દીકરી માટે અયંગર જીવનસાથી જોઈએ હતો. પાંચ વર્ષ બાદ શોલેની શૂટિંગ વખતે સંજીવે હેમાને પ્રપોઝ કર્યું, પણ ત્યારે સુધી હેમાનું દિલ ધર્મેન્દ્ર જીત્યા હતા.આ વખત સંજીવકુમારનું દિલ તૂટી ગયું અને તેમણે જીવનભર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. જ્યારે સુલક્ષણાએ સંજીવને લગ્ન માટે કહ્યું ત્યારે તેમણે ના પાડી દીધી. સુલક્ષણાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક વાર તે સંજીવ સાથે દિલ્હી સ્થિત હનુમાન મંદિરે ગઈ હતી અને ત્યાં તેણે સંજીવને પોતાની માંગમાં સિંદૂર ભરવા વિનંતી કરી હતી
, પરંતુ સંજીવે ઇનકાર કરી દીધો.૧૯૮૫માં સંજીવકુમારના હાર્ટ એટેકથી થયેલા અવસાન બાદ સુલક્ષણા ગહન ડિપ્રેશનમાં ગઈ. તેણે ફિલ્મો કરવી અને લોકો સાથે મળવું જ બંધ કરી દીધું. એક સમયની ગ્લેમરસ અભિનેત્રી એવી સ્થિતિમાં પહોંચી ગઈ કે એને ઓળખવું મુશ્કેલ બન્યું.
અંતિમ દિવસોમાં તે એક રૂમમાં જ સીમિત થઈ ગઈ હતી.એક વખત બાથરૂમમાં પડી જવાથી એની કુલ્હાની હાડકી તૂટી ગઈ હતી, અને ચાર સર્જરી પછી પણ એ ચાલવા સમર્થ નહોતી. આખરે એ દુનિયાથી કટી ગઈ. હવે એને અજીબ સંયોગ જ કહી શકાય કે જેણે માટે સુલક્ષણાએ આખું જીવન પ્રેમ કર્યું, એ જ સંજીવકુમારના નિધનદિવસે એ પણ દુનિયાથી વિદાય લઈ ગઈ. સંજીવની જેમ જ સુલક્ષણાનું પણ નિધન હાર્ટ એટેકથી થયું.રિપોર્ટ: E2 બ્યુરો