Cli

સુદાનમાં ભારતીયનું અપહરણ! બળવાખોરોએ પૂછ્યું “શું તમે શાહરૂખ ખાનને જાણો છો?”

Uncategorized

સુદાનમાં ચાલી રહેલા રક્તરંજિત સંઘર્ષ વચ્ચે એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે.અહીં રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) નામની એક મિલિશિયા ગ્રૂપે ભારતીય નાગરિકનું અપહરણ કર્યું છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ઓડિશાના રહેવાસી આદર્શ બેહરા દેખાઈ રહ્યા છે.

વીડિયોમાં તેઓ આરએસએફના સૈનિકો વચ્ચે ઘેરાયેલા દેખાય છે. એ સમયે એક સૈનિક તેમને પૂછે છે – “શું તું શાહરુખ ખાનને ઓળખે છે?” અને બીજો સૈનિક તેમને ઉશ્કેરે છે કે તેઓ કેમેરા સામે બોલે – “ડાગાલૂ સારો છે.”અહીં “ડાગાલૂ” એટલે આરએસએફના વડા મોહમ્મદ હમદાન ડાગાલૂ (હેમેટી), જેઓ પર યુદ્ધ અપરાધોના ગંભીર આરોપો છે.સૂત્રો અનુસાર, 36 વર્ષના આદર્શ બેહરાને અલફશીર શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યા હતા.

આ વિસ્તાર રાજધાની ખારતૂમથી આશરે 1000 કિમી દૂર છે. તેમને ત્યાંથી નયાલા સિટી, જે આરએસએફનો ગઢ અને દક્ષિણ દારફુરની રાજધાની છે, ત્યાં લઈ જવામાં આવ્યા છે.બેહરા વર્ષ 2022થી સુદાનની સુકરાટી પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરતા હતા.તેમના પરિવારજનો ભારત સરકારે મદદ માટે વિનંતી કરી છે.

ભારતમાં સુદાનના રાજદૂત ડૉ. મહમ્મદ અબ્દુલ્લા અલી અલ્ટોનએ જણાવ્યું કે હાલ અલફશીર વિસ્તારમાં સંપૂર્ણ સંચાર બંધ છે અને કોઈપણ વ્યક્તિનો સંપર્ક શક્ય નથી. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતીય નાગરિકને કોઈ નુકસાન ન થાય.રાજદૂતે વધુમાં કહ્યું કે,> “અમે આ અહેવાલ જોયો છે કે ભારતીય નાગરિકને આરએસએફ દ્વારા અપહરણ કરવામાં આવ્યો છે, પણ અમે હજી તેને પુષ્ટિ આપી શકતા નથી. આશા રાખીએ છીએ કે તે સુરક્ષિત રહેશે.

જો જરૂરી બનશે તો સુદાન સરકાર ભારત સરકાર સાથે સંપૂર્ણ સહયોગ આપશે જેથી તે સુરક્ષિત રીતે પરત આવી શકે.”હાલ સુદાનની સ્થિતિ અત્યંત સંકટગ્રસ્ત અને અશાંત છે.સૂદાનની રાષ્ટ્રીય સેના હવે દેશના લગભગ 80% ભાગ પર નિયંત્રણમાં છે, જ્યારે બાકીનો ભાગ આરએસએફના કબજામાં છે.

સરકાર ટૂંક સમયમાં ગુમાવેલા વિસ્તારો પર ફરી કબજો મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.વિશેષ નોંધનીય છે કે 2023થી સુદાનમાં સુદાની આર્મ્ડ ફોર્સિસ (SAF) અને રૅપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે હિંસક અથડામણો ચાલી રહી છે.આ યુદ્ધના કારણે અત્યાર સુધી 1 કરોડ 30 લાખથી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે.સુદાનની હાલની પરિસ્થિતિ “અત્યંત ગંભીર અને અસુરક્ષિત” ગણાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *