Cli

ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર કેમ યથાવત રહેવાનું છે?

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસીિસ સાથે હું છું પારથ ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી ક મોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો તે બીજી નવેમ્બર સુધી ચાલ્યો અને હવે ગુજરાતમાં જે વરસાદ સિસ્ટમ જે છે તે સંપૂર્ણપણે પસાર થઈ ચૂકી છે પરંતુ વાતાવરણમાં કેટલીક ઊંચાઈએ ભેજ રહેલો હોય છે અને આટલી મોટી સિસ્ટમ પસાર થવાના કારણે હવે ગુજરાતમાં

આજે એક તો ત્રીજી તારીખ છે અને આવતી કાલે ચોથી તારીખે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી ભારે ઝાપટા પડવાની સંભાવના છે તો હવે દર્શક મિત્રો આપણે વિંડી મોડલની મદદથી હવામાન ખાતાની આગાહીનીમદદથી સમજીશું કે આજે અને આવતી કાલે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આ ઝાપટા પડી શકે છે. તો દર્શક મિત્રો આજે ત્રીજી તારીખ છે તો આજે તો વિન્ડી મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં જે સુરત વલસાડનો વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડી શકે છે. આ પછી બરોડાનો જે બરોડાની આજે છોટા ઉદયપુરનો વિસ્તાર છે

ત્યાં પણ હળવો ઝાપટા પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુરમાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ હવે આવતીકાલની એટલે કે ચોથી તારીખની તો ગુજરાતમાં ચોથીતારીખે પરિસ્થિતિ શું રહેવાની છે તો ગુજરાતમાં ચોથી તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમ કે સુરત છે વલસાડ છે નવસારીનો જે વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો જે ગોધરાનો વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડી શકે છે અને આ પછી જે છોટા ઉદેપુરનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે

હવે ગુજરાતને ચોથી તારીખ પછી જે આવતી કાલે સાંજથી વરસાદથી સંપૂર્ણપણે રાહત મળી જશે કેમ કે વરસાદની સિસ્ટમ તો હવે પસાર થઈ ચૂકી છે પરંતુ વાતાવરણમાં જેભેજ હોય છે તેના કારણે છૂટા છવાયા સ્થળોએ ઝાપટા પડતા હોય છે અને આજે તો આપણે જોયું કે અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ ખૂબ ભારે પ્રમાણમાં ઝાપટા નોંધાયા છે હવે તો દર્શક મિત્રો આજે ત્રીજી તારીખ છે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ તો ગુજરાતમાં હાલમાં તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓને છોડી દઈએ તે સિવાય ગુજરાતના જે અન્ય ભાગો છે

સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે હવામાન ખાતાએ આજે છૂટા છવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરેલી છે સૌપ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિદ્વારકા પોરબંદર જૂનાગઢ ગીરસોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી અને સુરેન્દ્રનગર ખાતે આગાહી કરવામાં આવી છે ઝાપટાની આ પછી કચ્છમાં પણ આજે વરસાદ પડ્યો છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદ માટે હળવા ઝાપટાની આગાહી હવામાન ખાતા દ્વારા આજે કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ બરોડા અને છોટા ઉદયપુરમાં પણ હળવા ઝાપટાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં માવઠાનોઆ જે રાઉન્ડ છે તો તે ખૂબ જ ઐતિહાસિક રહ્યો અને તેના કારણે ગુજરાતમાં 10 લાખ હેક્ટર જેટલી જમીનને ખૂબ મોટાપાય નુકસાન થયું છે અને હવે સરકારે ત્વરિત ધોરણે સર્વે શરૂ કરી દેવા માટે જે કૃષિ ટીમો છે

તેની સંખ્યા 670 થી વધારીને 4500 રાઉન્ડ કરી દીધી છે અને હાલમાં તાત્કાલિક ધોરણે સર્વે ચાલી રહ્યા છે અને 70% ભાગોમાં હવે સરકારનું જ કહેવું છે કે સર્વે પૂર્ણ થઈ ગયો છે એટલે આગામી સમયમાં આવતી કાલે કા તો પછી પરમ દિવસે કેબિનેટની મીટિંગ પછી સરકાર ગમે ત્યારે કૃષિ રાહત પેકેજ જાહેર કરી શકે છે પરંતુ આ વખતનું જે માવઠું જે છે દિવાળીપછીનું 25મી ઓક્ટોબરથી લઈને બીજી તારીખ સુધીનું બીજી નવેમ્બર સુધીનું તે ખૂબ જ ઐતિહાસિક રહ્યું છે કેટલીક જગ્યાએ 5 ઇંચ કેટલીક જગ્યાએ 7 તો કેટલીક જગ્યાએ 9 ઇંચ વરસાદ નોંધાયા છે અને કાપણી માટે તૈયાર પાક હતો અને જ્યાં કાપણી શરૂઆત થઈ ગઈ હતી તેવા વિસ્તારોને ખૂબ મોટાપાય નુકસાન થયું છે મગફળ હોય ડાંગર હોય કે પછી અન્ય પાકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે તો હાલમાં તો તમારા ગામ શહેર તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમનેઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *