દિલ્હીમાં પણ શાહરુખ ખાનનું આલીશાન ઘર છે. કિંગ ખાનનું બાળપણનું આશિયાણું એટલું સુંદર છે કે મન્નત મહેલથી જરા પણ ઓછું નથી. શાહરુખ ખાનના પિતૃ પરંપરાગત આ ઘરને ગૌરી ખાને જાતે જ રિનોવેટ કર્યું છે. ઘરના દરેક ખૂણે એવી કલાત્મક શોભા છે કે તસ્વીરો જોઈને સૌ કોઈના હોશ ઉડી જાય છે.હા મિત્રો, મોટા પડદા ના કિંગ ખાન એટલે કે
શાહરુખ ખાન આજે પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 60 વર્ષના થઈ ગયેલા શાહરુખ ખાનના જન્મદિવસના અવસર પર સોશિયલ મીડિયા થી લઈને ફિલ્મી દુનિયા સુધીમાં શુભેચ્છાઓનો માહોલ છે. મુંબઇમાં મન્નતની બહાર હજારો ફેન્સ તેમના દીદાર માટે ઉમટી પડ્યા છે.બાળપણથી લઈને યુવાવસ્થાના દિવસો સુધી દિલ્હી માં રહેલા કિંગ ખાનનું એક મહેલ જેવું ઘર રાજધાની દિલ્હીના પંચશીલ પાર્ક વિસ્તારમાં આવેલું છે.
હવે આ ઘરની તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ગૌરી ખાને આ ઘરને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે એ એક સપનાસમાન લાગે છે. વૉલ મિરરથી લઈને દિવાલ પરના પડદા, સેન્ટર ટેબલ, દરવાજા અને ઈન્ડોર પ્લાન્ટ્સ — બધું જ ખૂબ જ રોયલ અને ક્લાસી લાગે છે.
શાહરુખના દિલ્હી વાળા ઘરના માસ્ટર બેડરૂમની તસ્વીરોમાં પણ ખાસ વાતો છે — એક દિવાલ પર આર્યનનો પહેલો બેડમિન્ટન રેકેટ, સુહાનાના મેકઅપ બ્રશ, તેની સંકલિત કરેલી તિતલીઓ અને સૌથી નાનકડા અબ્રામના પહેલો જન્મદિવસના ગિફ્ટ્સની તસ્વીરો છે.
માહિતી માટે જણાવી દઈએ કે શાહરુખ ખાનનું આ દિલ્હી વાળું રોયલ ઘર હવે એરબીએનબી (Airbnb) હાઉસ તરીકે પણ નોંધાયું છે.હાલ તો શાહરુખ ખાનના 60મા જન્મદિવસે ફેન્સ મન્નતની બહાર તેમના દીદારની રાહ જોઈ રહ્યા છે.
દરેક જગ્યાએ “લવ યુ કિંગ ખાન” અને “હેપ્પી બર્થડે શાહરુખ ખાન”ના નારા ગૂંજી રહ્યા છે. શાહરુખ ખાન માત્ર નામથી જ નહીં, પણ પોતાની લાઇફસ્ટાઇલ અને વિચારોમાં પણ ખરેખર બાદશાહ છે.તેમના ઘરનું આ રોયલ રૂપ અને ફિલ્મી તેમજ વૈવાહિક જીવનની યાદો ભરેલી તસ્વીરો એ વાતનો પુરાવો આપે છે કે શાહરુખ ખરેખર દિલ અને શોખ બંનેના બાદશાહ છે.