તો આ કેસ કોણ ફાઇલ કરશે? કંગના કરશે કે રંગોળી કરશે? “મી ટૂ” એટલે કાસ્ટિંગ કાઉચ, પરંતુ આ શું છે? આ તો રેપ કેસ છે.આદિત્ય પંચોલી અને કંગના રનૌત વચ્ચેના એક જૂના મામલામાં હવે આદિત્ય પંચોલીની મોટી જીત થઈ છે.આ કેસ 2017નો છે
જ્યારે કંગના રનૌતે મીડિયા ઈન્ટરવ્યૂમાં આદિત્ય પંચોલી પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે તેમણે કંગનાની ડ્રિંકમાં નશો કરાવ્યો, મહિનાઓ સુધી ઘરે બાંધી રાખી અને શારીરિક શોષણ કર્યું.આ આક્ષેપો બાદ આદિત્ય પંચોલી અને તેમની પત્ની જરીના વહાબે કંગના અને તેની બહેન રંગોળી (તે વખતે મેનેજર) સામે ચાર બદનામીના કેસ (ડિફેમેશન કેસ) વાંદરા પોલીસ સ્ટેશનમાં કર્યા હતા.તે બાદ કંગનાને પોલીસ સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવી હતી.
આ વચ્ચે કંગનાનો વકીલ રિઝવાન સિદ્દીકી આદિત્ય પંચોલી સાથે “આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ” કરવા મળવા ગયો હતો.2019માં આદિત્ય પંચોલી, જરીના વહાબ અને રિઝવાન સિદ્દીકી વચ્ચે ઘર પર મીટિંગ થઈ હતી.આ મીટિંગમાં રિઝવાને કહ્યું કે કંગના ઈચ્છે છે કે તમે ડિફેમેશન કેસ પાછો ખેંચો, નહીં તો રંગોળીના માધ્યમથી તમારા પર રેપ કેસ થઈ શકે છે.
આદિત્ય પંચોલીએ આ મીટિંગ દરમિયાન સ્ટિંગ ઓપરેશન કરીને પૂરી વાતચીત રેકોર્ડ કરી હતી, જે વીડિયો હવે YouTube પર પણ ઉપલબ્ધ છે.પછી આદિત્ય પંચોલીએ કોર્ટમાં રિઝવાન સિદ્દીકી સામે ફરિયાદ કરી કે તેણે તેમને ધમકાવ્યો હતો કે “કેસ પાછો નહીં ખેંચો તો કંગના તમને ખોટા રેપ કેસમાં ફસાવશે.”કોર્ટમાં પુરાવા અને તપાસ બાદ અંતે આદિત્ય પંચોલીના પક્ષમાં નિર્ણય આવ્યો છે.કોર્ટએ માન્યું કે રિઝવાન સિદ્દીકી ધમકી આપતો હતો, અને તેના પરિણામે વકીલ રિઝવાન સિદ્દીકી પર બે વર્ષ માટે સસ્પેન્શનનો આદેશ થયો છે.

 
	 
						 
						