સતીશ શાહ યારોના યાર હતા. સારાભાઈ વર્સેસ સારાભાઈની આખી ટીમે તેમને ગીત ગાઈને વિદાય આપી. શોમાં તેમની પત્નીનું પાત્ર ભજવનાર રત્ના પાઠકએ તેમની સાથે થયેલી છેલ્લી ચેટ યાદ કરી છે.રત્નાએ જણાવ્યું કે સતીશ શાહે તેમને છેલ્લે શું મેસેજ કર્યો હતો.
તેમણે Indian Expressમાં લખેલા એક લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. રત્નાએ લખ્યું કે 25 ઑક્ટોબરે બપોરે 12:57 વાગ્યે સતીશનો મેસેજ આવ્યો હતો —”મારી ઉંમરના કારણે લોકો મને એડલ્ટ સમજે છે.”રત્નાએ 2:14 વાગ્યે જવાબ આપ્યો — “તારા માટે તો આ બરાબર જ છે.
“માત્ર બે કલાક પછી, 3:49 વાગ્યે જેડી મજેઠિયાનો મેસેજ આવ્યો —”સતીશભાઈ હવે રહ્યા નથી.”શરૂઆતમાં લાગ્યું કે કોઈ ખરાબ મજાક હશે, પરંતુ પછી ખબર પડી કે આ સત્ય છે. વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો.રત્નાએ કહ્યું કે કોઈ સાથીને પણ વિશ્વાસ નહોતો થતો.
બધા એકબીજાને મેસેજ કરીને પૂછતા હતા કે શું થયું છે. એ દિવસે ઘણા લોકોને સતીશ શાહનો આવો જ મેસેજ આવ્યો હતો.એક એવો માણસ, જે જીવનને પૂરપૂરે જીવતો હતો, હંમેશા હસતો અને મુશ્કેલીઓ સામે મજબૂત રહેતો, આજે નથી રહ્યો. આ સમાચાર વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો.

 
	 
						 
						