હિંમતનગરમાં એક સગીર અનાજ દળાવવા માટે ઘરેથી નીકળે છે પણ રસ્તામાં નરાધમો આ સગીરાને ઊભી રાખે છે અને અપહરણ કરીને ખેતરમાં લઈ જાય છે અને ત્યારબાદ દુષ્કરમાં આચરે છે. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લાવે છે અને આજે ભરબજારે તેમને દોડા બાંધીને લાવવામાં આવે છે ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા હતા
ગુજરાતમાં મહિલાઓ દીકરીઓ સુરક્ષિત હોવાના દાવાઓ તો થાય છેપણ હકીકત કંઈક જુદી જ સામે આવતી હોય છે. અવારનવાર દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે અને આ ઘટનાઓ ગુજરાતને કલંકિત કરી રહ્યું છે ત્યારે હિંમતનગરમાં નરાધમોએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય તે ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા હિંમતનગરમાં સગીરા અનાજ દળાવવા માટે ઘંટીએ જાય છે
અને ત્યારબાદ ઘરે પરત ફરતી વખતે ત્રણ નરાધમો છે તે રસ્તામાં આ સગીરાને ઊભી રાખે છે અને તેનું અપહરણ કરીને ખેતરમાં લઈ જાય છે. જ્યાં ત્રણ પૈકી બે નરાધમો સગીરા પર દુષ્કર્મ આચરે છે અને ગભરાઈ ગયેલી સગીરા જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે રડતા રડતા પરિવારજનોને આખી ઘટના કહે છે અને પરિવાર માથે આપ તૂટી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી. પરિવારે તુરંત જ પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસ છે
તે આ મામલાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરે છે અને ત્રણ આરોપીને દબોચી લાવે છે ત્યારે આજે આ નરાધમોના હાથ દોરડા બાંધીને ભર બજારમાં લાવવામાં આવે છે અને આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને પણ સાંભળીએ કાંઠા જિલ્લાના ગામભોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27 ના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે જે ભોગ બનનાર છે
તે સગીરવભાઈની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. એમાં કુલત્રણ આરોપીઓ છે. બનાવની વિગત એવી છે કે 26 તારીખના સાંજના છ સાડાછ આસપાસ અંધારાનો સમય થતા આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઈક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલું અને ત્રીજા આરોપીઓએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોડ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે આરોપીની ઉંમર શું હશે જે ત્રણ આરોપી છે
એમાંથી એક આરોપીની 26 વર્ષ ઉંમર છે એકની 22 વર્ષ છે અને એકની 28 વર્ષ ઉંમર છે પરણિત છે ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરણિત છેબે વિવાહિત નથી ઘટનાનું રીત પણ કરાય છે હા આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે પોલીસે નરાધમોને લઈને ગામમાં આવે છે ત્યારે નરાધમો સામે ગ્રામજનોનો આક્રોશ પણ જોવા મળે છે અને લોકોના ટોળે ટોળા પણ ઉમટી આવે છે આરોપીઓને પકડીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને સબજેલ હવાલે મોકલી આપવાનો આદેશ કર્યો છે.