Cli

ગુજરાત સરકારના આ મંત્રીઓએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત!

Uncategorized

ગુજરાતમાં કમ મોસમી વરસાદને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર બરાબર એક્શન મોડમાં આવી ગઈ છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા છે જ્યાં તેમણે શિહોર મામલતદાર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ અને પદાધિકારીઓ શ્રીઓની સાથે બેઠક યોજી છે. સાથે જ ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી છે.

અન્ય મંત્રીઓ પ્રદ્યુમન વાજા અને સાયન્સ ટેકનોલોજી મિનિસ્ટર અર્જુન મોઢવાડિયાએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મુલાકાત લીધી છે. અમરેલીમાં મંત્રી કૌશિકવેકરિયા સાંસદ ભરત સુતરિયા સહિત અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. દક્ષિણ ગુજરાતમાં ગણદેવીના એમએલએ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં ક મોસમી વરસાદને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે તેના કારણે સરકારના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે

સૌપ્રથમ વાત કરીએ કૃષિમંત્રી જીતુ વાઘાણીની તો તેમણે પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગરના સિહોરના તાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિક લોકોસાથે ચર્ચા કરી છે તો આ બાબતે કૃષિમંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે ગઈ કાલે જ કમ મોસમી વરસાદના કારણે અને એમાં પણ કમોસમી વરસાદ ભારે છે. માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશો સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ પહોંચી ગઈ કાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે કેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયાએ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે

નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરીંગ અને અહેવાલો માનીય મુખ્યમંત્રીશ તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યસીઓ 35 સંસદ સભ્યો પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું. ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂઠતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધ્યારો આપવા સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈનેમાત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે

તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડું બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએઅને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનેશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલે હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે.

વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં કમ મોસમી વરસાદના કારણે થયેલ નુકસાનને પગલે ગ્રાઉન્ડ ઉપર પરિસ્થિતિનો તાગ મેળવવા માટેરાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વિકરિયા એમએલએ જેવી કાકડિયા એમએલએ મહેશ કસવાલા એમએલએ હીરા સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સાવરકુંડલાના જાંબાડ ગામની મુલાકાત લીધી છે અને આ બાબતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ખેતી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો આ બાબતે કૌશિક વેકરિયા અને મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે

ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મીટિંગકરી અને પાંચકસ જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તારવા જવાબદારી સોપી છે જે કૌ મોસમી વરસાદ થયો છે અત્યારે સાવરકુંડલાના ઝાબાળ આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છી ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝીટીવ લે અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તારવાઈઝ અમે ખેડૂતોના ખેતરે જેને ત્યારે સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથેબેઠક પણ કરવાના છીએ અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમ મોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે

અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તારવાઈઝ સર્વે થઈ જાય એ પ્રકાર ના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ક મોસમી વરસાદનો કહેર ચાલુ છે. રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની અગવાઈમાંરાજ્યના મંત્રીઓની ગઈકાલે બેઠક પણ થઈ જે પ્રકારે આ વરસાદનો કહેર છે જગતના તાત ખેડૂતને જે પ્રકારે એનો મોઢામાં આવેલો કોળિયો એ કુદરતના કહેરને કારણે છીનવાયો છે ખેડૂત આજે લાચાર બન્યો છે ત્યારે રાજ્યની સરકાર હર વખતની જેમ આ વખતે પણ ખેડૂતને મદદ કરવા માટેની મનશા એમણે જાહેર કરી છે

રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કરીને પાંચ જેટલા મંત્રીઓને ખેડૂતોની સાચી સ્થિતિનો તાગ મેળવવા માટે આજે વિસ્તારની અંદર મોકલ્યા છે જેના ભાગરૂપે જિલ્લાની અંદર આપણા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી આદરણીય કૌશિકભાઈ પણ આજે અમરેલી જિલ્લાની અંદર નીકળ્યા છે જાબાળ આંબરડી ગાવડકાની આ સીમની અંદર એમણે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે પ્રકારની સ્થિતિ છે એનો તાગ મેળવવો છે અમુ એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારને તાત્કાલિક ખેડૂતોની વહારે આ મંત્રીઓને મોકલ્યા છે એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ ઉપમુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે તરત કોઈપણ ઘડીનો વિલંબ કર્યા વગત રાજ્ય સરકારની ખેડૂતોને મદદ કરવા માટેની આ મંશા જાહેર કરી છે અને મને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી ઉપર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કે જે રીતે ખેડૂત જ્યારે સંકટમાં આવે જગતનો તાત કિસાન જ્યારે સંકટમાં આવે ત્યારે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર પણ જે જે મદદકરી છે એના કરતાં પણ હું માનું છું

કે આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને રાજ્યની સરકાર અમારી ગુહાર છે એને માની છે અને મદદ ખેડૂતોને બને તેટલી શક્ય વધારેને વધારે ખેડૂતોને મદદ કરશે એટલા જ માટે મંત્રીશ્રીઓ અહીયા આજે ઉપસ્થિત પણ છે ક મોસમી વરસાદે ગીરસોમનાથ જિલ્લામાં પણ જબરજસ્ત તારાજી વરસાવી છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયા રાજ્ય કક્ષાના મંત્રી પ્રદ્યુમન વાજા જૂનાગઢના એમપી રાજેશ ચુડાસમાએ કોડીનાર પંથકમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે તો આ બાબતે કોડીનારથી જે દ્રશ્યો સામે આવ્યા છે આવો નજર કરીએ દ્રશ્યો પર એનાથી આખું વર્ષનીકળી જતું એટલે પાલો પણ નથી થયો હવે આ એટલે ખેડુ માટે તો એવો કોઈ માણસ ની બચ્યો હોય છે કે એક વીઘો હશે અને જેના 100 વીઘા હશે એ બધે આમાં આવી ગયા છે વરસાદને કારણે જે નુકસાન થયું

એટલે બધાયને કોઈ એક વ્યક્તિને છોડ્યું નથી વરસાદે આવશે એટલે વધારેમાં વધારે વધારે પેકેજ જાહેર કરેને એવું જ કાલથી સર્વે થઈને એવું કરાવો છે એટલે કોઈ બીજી કોઈ આપણે ખોટું પ્રસ્તાવ માનવા અને તમે તમારો સરકારનો અને આપનો બધાયનો ખૂબ ખુબ આભાર આપણે કાલબે વાગ્યા આપને બધાયને રાજેશભાઈને અમને પ્રદ્યુમનભાઈને મુખ્યમંત્રીને કીધુંબે વાગે અને આજ હજી 24 કલાક ન થાય એની પહેલાતમે કોડીનામાં જ આવી ગયો એટલે કોડીના તાલુકાવતી નાખા જે સોમનાથ તમારા કોનો આભાર પેલા પેલા અમે જે તમે જે રીતે આવ્યા એ રીતે પેકેજ જાહેર કરીને કાલ્યા સર્વે કરો એવી અમારા બધા કોડીના તાલુકામાંથી અમે આપને વિનંતી કરીએ છ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આ માવઠાના લીધે આવ્યો છે ખાસ કરીને ડાંગરના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે

તો તેને લઈને હવે ગણદેવીના એમએલએ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે આમ હવે માવઠાને લીધે થોડાક સમય અગાઉ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના પાંચ મંત્રીઓ સાથે મીટિંગ યોજી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ આ પાંચ મંત્રીઓ જેમાં કૌશિક વેકરિયા આવે છે જીતુ વાઘાણી આવે છે નરેશ પટેલ આવે છે પ્રદ્યુમન વાજા આવે છે આ મંત્રીઓને તેમણે ગ્રાઉન્ડ પર જઈને એક અહેવાલ તૈયાર કરવાની સૂચના આપી છે અને આ પછી આ મંત્રીઓ હવે બુધવારે સંભાવના છે કે કેબિનેટની મીટિંગ મળી શકે છે જેમાં તેઓ આ અહેવાલ રજૂ કરશે અને આ પછી ગુજરાત સરકાર આવનારા સમયમાં એક કૃષિ રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે. તો આ બાબતે તમારું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખી દે જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *